Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -


પ્રેરિતોનાં કૃત્યો 7 - કોલી નવો કરાર


સ્તેફનનું ભાષણ

1 તઈ પ્રમુખ યાજકોએ પુછયું કે, “શું આ આરોપ હાસો છે?”

2 સ્તેફને જવાબ દીધો કે, “હે ભાઈઓ, અને વડવાઓ, હાંભળો આપડા વડવા ઈબ્રાહિમને હારાન ગામમાં આવીને રેવાની પેલા ઈ મેસોપોટેમિયા પરદેશમા હતો, ન્યા મહિમાવાન પરમેશ્વરે એને દર્શન દીધા.”

3 અને એને કીધું કે, “તુ તારા દેશને અને તારા કુટુંબને મુકીને ઈ દેશમાં વયો જા, જે હું તને દેખાડુ છું.”

4 તઈ ઈ ખાલદીઓના દેશમાંથી નીકળીને હારાન ગામમાં જયને રયો, અને એના બાપના મરણ પછી પરમેશ્વરે એને આ દેશમાં રેવા દીધો, જેમાં હવે આપડે રેયી છયી.

5 પણ પરમેશ્વરે એને વારસામાં કાય નો દીધુ, ન્યા લગી કે પગ મુકવાની પણ જગ્યા દીધી નય, પણ ઈ વાયદો કરયો હતો કે, “હું આ દેશ તને અને તારી પછીની પેઢીને વારસામા દય દેય,” અને ઈ વખતે એને કોય દીકરો પણ નોતો.

6 અને પરમેશ્વરે ઈ પણ કીધું કે, “તારી પેઢીના લોકો પારકા દેશમાં રેહે, અને ઈ દેશના લોકો એને ચાકર બનાયશે, અને સ્યારસો વરહ લગી ખરાબ વ્યવહાર કરશે.”

7 પાછું પરમેશ્વરે એને કીધું કે, “જે દેશના લોકો એને ચાકર બનાવશે એને હું દંડ દેય, અને એની પછી તેઓ ઈ દેશમાંથી નીકળીને મારૂ ભજન કરશે.”

8 પરમેશ્વરે ઈબ્રાહિમની હારે વાયદો કરયો કે, ઈ એના ઘરના બધાય લોકોને વાયદાના રૂપમાં સુન્‍નત કરાય છે, એના પછી જઈ ઈસહાકનો જનમ થયો, તઈ આઠમા દિવસે એની સુન્‍નત કરી, અને ઈસહાકે પોતાના દીકરા યાકુબની સુન્‍નત કરી, અને યાકુબે પોતાના બાર દીકરાઓની સુન્‍નત કરી. જે આપડા બાપદાદા હતા.

9 યાકૂબના દીકરા એના ભાઈ યુસફની ઈરસા કરીને એને મિસર દેશમા એક ચાકર તરીકે વેસી નાખ્યો, પણ પરમેશ્વર એની હારે હતો.

10 અને પરમેશ્વરે યુસફને બધીય સકટોથી છોડાવીને મિસર દેશના રાજા ફારુનની નજરમાં કૃપા અને બુદ્ધિ આપી, અને ફારુન રાજાએ યુસફને મિસર દેશ ઉપર અને પોતાના બધાય ઘર ઉપર અધિકારી ઠરાવો.

11 પછી યુસફ અધિકારી હતો, તઈ આખા મિસર દેશ અને કનાન દેશમાં કાળ પડયો, અને એનાથી ઘણુંય બધુય સંકટ આવું, અને અમારા બાપ દાદાને અનાજ પણ નો મળ્યું.

12 પણ યાકુબે આ હાંભળ્યું કે, મિસર દેશમાં અનાજ છે, તઈ એણે અમારા બાપ દાદાને પેલીવાર મિસર દેશ અનાજ વેસાતું લેવા હાટુ મોકલીયા, અને ઈ બધાયે યુસફની પાહેથી અનાજ લીધું પણ એને ઓળખ્યો નય.

13 બીજીવાર ઈ અનાજ લેવા હાટુ ગયા, તઈ યુસફે પોતાની જાતને એના ભાઈઓની હામે પરગટ કરી, પછી ફારુન રાજાને પણ યુસફના કુટુંબના વિષે ખબર પડી.

14 જેથી યુસફે પોતાના બાપ યાકુબને હમાસાર મોકલા કે, પોતાના કુટુંબના બધાય જે પીંસોતેર માણસો હતાં, મિસર દેશમાં આવી જાય.

15 યાકુબ પોતાના આખા કુટુંબની હારે મિસર દેશમાં ગયો, અને ન્યા યાકુબ અને અમારા બાપદાદા મરી ગયા.

16 તેઓ યાકુબ અને એના દીકરાઓના મરેલા દેહને આપડા દેશ કનાનમાં પાછા લીયાવા અને તેઓએ યાકુબના મરેલા દેહને ઈ કબરમાં દફ્નાવ્યો જેને ઈબ્રાહિમે એક નક્કી કરેલી કિંમત દયને વેસાતી લીધી હતી અને તેઓએ યાકુબના દીકરાઓને શાખેમ શહેરની ઈ જમીનમાં દફનાવ્યા, જેને યાકુબે હામોરના દીકરાઓ પાહેથી વેસાતી લીધી હતી.

17 “પણ જઈ પરમેશ્વરે ઈબ્રાહિમને વાયદો કરયો હતો, એને પુરો થાવાનો વખત પાહે આવી ગયો હતો, અને તઈ મિસર દેશમાં લોકોની સંખ્યા વધી ગય.

18 તઈ મિસર દેશમાં બીજો રાજા આવ્યો ઈ યુસફને ઓળખતો નોતો.

19 એને અમારી જાતી હારે કપટ કરીને આપડા બાપ દાદાની હારે બોવ ખરાબ વેવાર કરયો કે, માં-બાપે એના દીકરાને બારે નાખી દેવો પડશે, જેથી ઈ મરી જાય.

20 ઈ દિવસોમાં મુસાનો જનમ થયો, ઈ પરમેશ્વરની નજરમાં બોવ રૂપાળો હતો, અને એના માં-બાપે પોતાના ઘરમાં ત્રણ મયના પાલન પોષણ કરયુ.”

21 પણ ઈ એને બોવ હંતાડવા મંડા તો એને ઘરની બારે રાખી દીધો, તઈ ફારુન રાજાની દીકરીએ એને ખોળામાં લીધો, અને એને પોતાનો જ દીકરો હમજીને પાલન પોષણ કરયુ.

22 અને મુસાએ મિસર દેશના લોકોને બધુય જ્ઞાન શીખવવામાં આવ્યું, અને ઈ વાતસીત કરવા અને કામ કરવામા તાજો માજો હતો.

23 જઈ મુસા સ્યાલીશ વરહનો થયો, તો એના મનમા વિસાર આવ્યો કે, “હું મારા ઈઝરાયલ દેશના ભાઈઓને મળું.”

24 ન્યા એણે એક મિસર દેશના માણસની દ્વારા એક ઈઝરાયલ દેશના માણસની હારે અન્યાય થતો જોયો, તો એણે એને બસાવ્યો, અને મિસર દેશના માણસને મારી નાખીને, એનો બદલો લય લીધો.

25 મુસાએ વિસારુ કે એના ભાઈઓ હમજશે કે, પરમેશ્વર એના હાથથી એને બસાવશે, પણ ઈ નો હમજ્યાં.

26 બીજા દિવસે ઈ જઈ એકબીજાની હારે બાધી રહ્યા હતાં, તો મુસા ન્યા ગયો, અને આ કયને એને ભેગા થાવાનુ હમજાવ્યું, “હે ભાઈઓ, તમે તો ભાઈઓ-ભાઈઓ છો, એકબીજાની હારે કેમ બાધો છો?”

27 પણ જે પાડોહીની હારે બાધતો હતો, એણે એવું કયને ધક્કો મારી દીધો, “તને કોણે અમારી ઉપર અધિકાર રાખવા અને ન્યાય કરવા ઠરાવ્યો છે?

28 જેવી રીતેથી ઈ કાલે મિસર દેશના રહેવાસી માણસને મારી નાખ્યો અને મિધાન દેશમાં જયને રયો, અને ન્યા એને બે દીકરા થયા.”

29 જઈ મુસાએ ઈ વાતને હાંભળી તઈ ઈ બીય ગયો, અને મિસર દેશમાં ભાગી ગયો અને મિધાન દેશમાં જયને રયો, અને ન્યા એને બે દીકરા થયા.

30 મિધાન દેશમાં મૂસા સ્યાલીસ વરહ રયા પછી, એક સ્વર્ગદુતે સિનાઈ ડુંઘરાની પાહે વગડામાં બળતા ઝાડવાની જાળામાં દર્શન દીધા.

31 જઈ મુસાએ બળતી ઝાડી જોય; જે રાખ નોતી થાતી, તો ઈ નવાય પામ્યો અને જઈ ઈ એને જોવા હાટુ પાહે ગયો, તો પરભુની વાણી હાંભળી,

32 “હું તારા વડવા, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકુબનો પરમેશ્વર છું,” તઈ મુસા બીય ગયો અને ધ્રુજવા લાગ્યો, અને ન્યા લગી કે એને જોવાની એની હિમંત પણ નોતી.

33 તઈ પરભુએ એને કીધું કે, “તારા પગમાંથી જોડા કાઢી નાખ, કેમ કે જે જગ્યા ઉપર તું ઉભો છો, ઈ પવિત્ર જમીન છે.

34 મે મિસર દેશમાં મારા લોકોની હારે ખરાબ વેવાર કરતાં જોયો અને પારખો છે, મે એનુ રોવાનું હાંભળ્યું છે ઈ હાટુ એને છોડાવવા હાટુ નીસે ઉતરો છું, હવે આવ હું તને મિસર દેશમાં મોકલય.”

35 આ ઈ જ મુસા છે; જેનો ઈઝરાયલનાં લોકોએ આ કયને નકાર કરી દીધો હતો કે, “તને કોણે અમારો અધિકારી અને ન્યાય કરવા હાટુ ઠરાવ્યો છે?” આ ઈજ છે જેને પરમેશ્વરે ઈ સ્વર્ગદુત દ્વારા, જે એના હાટુ ઝાડીમાં પરગટ થયો હતો. અધિકારી અને તારનાર થાવા હાટુ મોકલ્યો.

36 આ ઈજ માણસ છે જે મિસર દેશમાં, લાલ દરિયો અને વગડામાં સ્યાલીસ વરહ હુધી અદભુત કામો અને સમત્કારો કરીને તેઓને બારે લીયાવો.

37 આ ઈ જ મુસા છે જેણે ઈઝરાયલ દેશના લોકોને કીધું કે, “પરમેશ્વર તમારા ભાઈઓમાંથી મારી જેવો આગમભાખીયો તમારી હાટુ મોકલશે.”

38 આ જ મુસા એક આગમભાખીયાના રૂપમાં આપડા વડવાઓની હારે હતો, જઈ ઈ વગડામાં એક હારે ભેગા હતાં ન્યા સિનાઈ ડુંઘરા ઉપર મુસાને સ્વર્ગદુત દ્વારા જીવનદેનારા વચન મળ્યા અને એણે એને અમારી લગી પુગાડી દીધા.

39 પણ આપડા બાપ દાદાએ ઈ વચનોને માનયા નય, તેઓએ મુસાનો નકાર કરી દીધો અને મિસર દેશમાં પાછા જાવા માગતા હતા.

40 અને એણે મુસાના ભાઈ હારુને કીધું કે, “અમારી હાટુ એવો દેવ બન જે અમારી આગળ મારગ બનાવે કેમ કે, અમે નથી જાણતા કે, ઈ મુસાનું શું થયુ, જે અમને મિસર દેશમાંથી કાઢી લીયાવો,”

41 ઈ હાટુ એણે ઈ દિવસોમાં વાછડા જેવી મૂર્તિ બનાવી, અને ઈ મૂર્તિની આગળ બલિદાન કરયુ, જેને એણે પોતાના હાથથી બનાવી હતી, એના હાટુ ખુશી મનાવવા લાગ્યા.

42 એટલે પરમેશ્વરે એની હામેથી મોઢું ફેરવી લીધું અને તેઓને આભના સુરજ, સાંદો અને તારાઓને પોતાના પરમેશ્વરનાં રૂપમાં ભજન કરવા હાટુ ગમાડી લીધા, જેવું આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, હે ઈઝરાયલ દેશના લોકો, શું તમે વગડામાં સ્યાલીસ વરહ લગી પશુઓની બલી અને ધાનની બલી પણ મને જ કરતાં હતાં?

43 તમે ઈ મંડપને બનાવ્યો જેમા મોલેખ દેવની મૂર્તિ અને રેફાન દેવના તારાનું ચિત્ર હતું, ઈ મૂર્તિને તમે ભજન કરવા હાટુ બનાવી, ઈ હાટુ હું તમને બોવ આઘા બાબિલોન દેશમાં લય જયને રાખય.

44 ઈ વખતે હું સાક્ષીના માંડવાને વગડામાં આપડા બાપ દાદાની પાહે હતો, આ માંડવાને એવા આકારમાં બનાવ્યો હતો, જેવું પરમેશ્વરે મુસાને કીધું હતું, “જેવો આકાર તે જોયો છે એની પરમાણે તુ બનાય.”

45 ઘણાય વરહો પછી ઈ જ મંડપમાં આપડા બાપ દાદાને ભૂતકાળમાં પામીને યહોશુઆની આગેવાની હારે આયા લીયાવે, ઈ વખતે આ દેશ બીજી જાતિના લોકોના અધિકારમાં હતો, જે પરમેશ્વરે આપડા બાપ દાદાને પોતાની હામેથી કાઢી મુકીયા હતાં, અને ઈ મંડપ દાઉદ રાજાના વખત હુધી રયો.

46 દાઉદ રાજા ઉપર પરમેશ્વરે કૃપા કરી, અને એને યાકુબના પરમેશ્વર હાટુ માંડવા બનાવવાની વિનવણી કરી.

47 પણ દાઉદ રાજાના દીકરા સુલેમાને પરમેશ્વર હાટુ મંદિર બાંધ્યુ.

48 પણ પરમપ્રધાન પરમેશ્વરનાં લોકો મંદિરમાં નથી રેતા, જેવું કે યશાયા આગમભાખીયાની સોપડીમા લખેલુ છે.

49 પરમેશ્વર કેય છે કે, સ્વર્ગ ઈ સ્થાન છે જ્યાંથી હું રાજ્ય કરું છું અને ધરતી મારે પગ રાખવાની જગ્યા છે, મારા હાટુ તમે કેવા પ્રકારના મંદિરો બનાવશો અને મારે આરામ કરવાની કેવી જગ્યા જોહે?

50 શું આ બધીય વસ્તુઓ મે મારા હાથે બનાવી નથી?

51 ઓ હઠીલાઓ, અને નાસ્તિકો પરમેશ્વરનો સંદેશો હાંભળવામાં તમે બેરા છો, તમે તમારા વડીલો જેવા છો, તમેય સદાય પવિત્ર આત્માનો વિરોધ કરતાં રયો છો.

52 તમારા વડવાઓએ દરેક આગમભાખીયાઓને સતાવ્યા, જેને પરમેશ્વરે મોકલા હતા. તેઓએ ઈ આગમભાખીયાઓને મારી નાખ્યા જેણે મસીહ જે ન્યાયી છે એના આવવાની આગમવાણી કરી અને હવે તમે એને પકડનારા અને મારી નાખનારા બની ગયા.

53 તમને સ્વર્ગદુતોથી પરમેશ્વરનો નિયમ મળ્યો તોય પણ તમે એનુ પાલન નો કરયુ.


સ્તેફનનું મોત

54 યહુદી સ્તેફનની બધીય વાતો હાંભળીને રીહ સડી ગય, અને એના ઉપર ચકીયું લેવા માંડ્યા.

55 પણ એણે પવિત્ર આત્મામાંથી ભરપૂર થયને સ્વર્ગની હામું જોયું તો પરમેશ્વરની મહિમાને જોય, અને ઈસુને પરમેશ્વરની જમણી બાજુ માનની જગ્યાએ ઉભેલો જોયો.

56 એણે કીધું કે, “જોવ, મે સ્વર્ગને ખુલેલું, અને માણસના દીકરાને પરમેશ્વરની જમણી હાથ બાજુ માનની જગ્યાએ ઉભેલો જોયો.”

57 તઈ યહુદી આગેવાનોએ મોટી રાડ પાડીને તેમણે પોતાના કાન બંધ કરી દીધા પછી તેઓ એક હારે એની બાજુ ગયા.

58 અને યરુશાલેમ શહેરની બારે નીકળીને એના ઉપર પાણા મારવા મંડયા. આ વખતે જેણે સ્તેફનની હામે ગુનો લગાડયો હતો, એને પોતાના ઝભ્ભાને શાઉલ નામના એક જુવાનની પાહે કાઢીને રાખ્યો હતો.

59 અને ઈ સ્તેફન ઉપર પાણા મારતા રયા, અને ઈ કેતા પરભુની પ્રાર્થના કરતો રયો, “હે પરભુ ઈસુ, મારી આત્માને ગ્રહણ કરીલે.”

60 પછી ઘુટણે પડીને જોરથી રાડ નાખીને કીધુ કે, “હે પરભુ, મને આ પાપ હાટુ માફ કરી દે.” એમ કયને ઈ મરી ગયો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan