Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -


પ્રેરિતોનાં કૃત્યો 28 - કોલી નવો કરાર


માલ્ટા ટાપુમાં પાઉલ

1 જઈ અમે કાઠે હાજા નરવા પુગી ગયા, તઈ અમને ખબર પડી કે આ ટાપુનું નામ માલ્ટા હતું.

2 કેમ કે, ટાઢ હતી અને વરસાદ થાવા મંડ્યો હતો, ઈ હાટુ એણે ઉમ્બાળ હળગાવો અને પ્રેમથી અમારા બધાયનું સ્વાગત કરયુ.

3 જઈ પાઉલે લાકડા ભેગા કરીને ભારો આગમાં રાખ્યો, તો એક ઝેરીલો એરૂ તાપના લીધે નીકળો અને એના હાથમાં વીટાળી ગયો.

4 જઈ ન્યા રેનારાઓએ એરૂને એના હાથમાં વીટાળેલો જોયો, તો એકબીજાને કેવા મંડયા કે, “હાસીન આ માણસ હત્યારો છે, દરિયામાંથી તો બસાવ થય ગયો, તો પણ આપડી દેવીના ન્યાયે એને જીવતો રેવા દીધો નય.”

5 તઈ એણે એરૂને અગ્નિમાં ઝાટકી દીધો, અને એને કાય હાની નો થય.

6 ઈ લોકો જોતા હતાં કે, ઈ હોજી જાહે, કા તો એક પછી એક મરી જાહે, પણ જઈ ઈ ઘણાય ઘડી જોતા રેહે, અને જોહે કે, એને કાય પણ નય થયુ, તો પોતાનો વિસાર બદલીને કીધું કે, “આ કોય દેવતા છે.”

7 ઈ જગ્યાની આજુ-બાજુ ઈ ટાપુના સરદાર પબ્લિયસની જમીન હતી, એણે અમને પોતાના ઘરે લય જયને ત્રણ દિવસ હુધી પ્રેમ અને મિત્રભાવથી મેમાનગતી કરી.

8 પબ્લિયસનો બાપ બોવ તેજ તાવ અને મરડાના રોગમાં પડો હતો, ઈ હાટુ પાઉલે એની પાહે રૂમમાં જયને પ્રાર્થના કરી અને એની ઉપર હાથ રાખીને એને હાજો કરયો.

9 જઈ એવુ થયુ તો ઈ ટાપુના બાકીના રોગી પણ પાઉલની પાહે આવ્યા અને તેઓને હોતન હાજા કરવામા આવ્યા.

10 તેઓએ અમને બોવ માન આપ્યુ, અને ત્રણ મયના પછી જઈ અમે જાવા હાટુ તૈયાર થયા, તો જે કાય અમારી હાટુ જરૂરી હતું, વહાણમા રાખી દીધું.


માલ્ટા ટાપુથી રોમ શહેરની બાજુ

11 ત્રણ મયના પછી અમે એલેકઝાંન્ડ્રિયા જાતા વહાણ ઉપર યાત્રા સાલુ કરી, આ વહાણ ટાઢના કારણે આ ટાપુ ઉપર રોકાણો હતો, આ વહાણના આગલા ભાગે બેલડા દેવતા દિયોસ્કુરીની એક નિશાની હતી.

12 સિરાકુસ શહેરમાં લંગર નાખીને અમે ત્રણ દિ લગી રોકાણાં.

13 ન્યાંથી આગળ વધીને અમે રેગિયમ શહેરમાં પુગીયા અને એક દિવસે દક્ષિણથી હવા હાલી, તઈ અમે બીજા દિવસે પુતોલી શહેરમાં આવ્યા.

14 ન્યા અમને થોડાક વિશ્વાસી ભાઈ બહેનો મળ્યા, એણે અમને એક અઠવાડીયું એની હારે રેવા હાટુ કીધુ. આ રીતે એની હારે રયા પછી, અમે જમીનના મારગેથી રોમ શહેરની બાજુ હાલ્યા ગયા.

15 રોમ શહેરના થોડાક વિશ્વાસી ભાઈઓ બહેનોએ હાંભળ્યું કે, અમે ન્યા આવી રયા છયી, તો ઈ અમને મળવા અને અમને રોમ શહેરમાં લય જાવા હાટુ આપ્પિયસ શહેરની બજાર અને ત્રણ સ્યાર શહેર લગી હામાં આવ્યા, જેને જોયને પાઉલે પરમેશ્વરનો આભાર માન્યો અને બોવ રાજી થયો.

16 જઈ અમે રોમ શહેરમાં પુગીયા, તો પાઉલે એક સિપાયની હારે જે એની દેખરેખ રાખતો હતો, એકલા રેવાની આજ્ઞા મળી ગય.


રોમ શહેરમાં પાઉલ

17 ત્રણ દિ પછી એને યહુદી લોકોના સરદારને બોલાવ્યો, અને જઈ ઈ ભેગા થયા તો એને કીધું કે, “હે ભાઈઓ, મે પોતાના લોકોના કે બાપ દાદાના વેવારની વિરોધમાં કાય પણ નથી કરયું, તોય આરોપી બનાવીને યરુશાલેમ શહેરથી રોમ સરકારના હાથમાં હોપવામાં આવ્યો.

18 રોમનોએ મને જાણીને છોડી દેવો જોયી, કેમ કે મારામાં મોતને લાયક કાય આરોપ નોતો.

19 પણ જઈ યહુદી આગેવાનો આની વિરોધમાં બોલવા મંડયા, તો મારે મહાન રોમી સમ્રાટની માગ કરવી પડી કે, આ રોમ શહેરમાં મારો ન્યાય કરે, આ નય કે મારે પોતાના લોકો ઉપર કાય આરોપ લગાડવો હતો.

20 ઈ હાટુ મે તમને બોલાવ્યા છે કે, તમને મળું અને વાત સીત કરું, કેમ કે ઈઝરાયલ દેશના લોકોની આશા હાટુ જે મસીહ છે, જેના કારણે હું આ હાકળોથી બંધાયેલો છું”

21 તેઓએ એને કીધું કે, “નો અમને તારી વિષે યહુદીયા પરદેશના વિશ્વાસી લોકોથી સીઠ્ઠીઓ મળી, અને અમારા લોકોમાંથી કોયે આવીને તારી વિષે કાય બતાવ્યું અને નો કાય ખરાબ કીધુ.

22 પણ તારો વિસાર શું છે? ઈ અમે તારાથી હાંભળવા માંગી છયી, કેમ કે અમે જાણી છયી કે, દરેક જગ્યાએ આ પરભુના મારગની વિરોધમાં લોકો વાતો કરે છે.”

23 તઈ ઈ યહુદી લોકોએ પાઉલ હાટુ એક દિ ઠરાવ્યો, અને ઘણાય બધા લોકો એની ન્યા ભેગા થયા, અને ઈ પરમેશ્વરનાં રાજ્યની સાક્ષી દેતા, અને મુસાના નિયમ અને આગમભાખીયાઓની સોપાડીથી ઈસુના વિષયમાં હમજાવી હમજાવીને હવારથી હાંજ લગી બતાવતો રયો.

24 તઈ થોડાકે ઈ વાતોને જે પાઉલે કીધી હતી, વિશ્વાસ કરયો, પણ થોડાક લોકોએ વિશ્વાસ કરયો નય.

25 પછી અંદરો અંદર એકબીજાની હારે સહમત નો થય હક્યાં, તેઓ ન્યાંથી વયા જાવા મંડયા. તઈ પાઉલે એક બીજી વાત કીધી કે, “પવિત્ર આત્માએ યશાયા આગમભાખીયાની દ્વારા તમારા બાપ-દાદાને સોખુ કીધું હતુ,

26 જયને ઈ લોકોને કેય કે, તમે હાંભળશો પણ હમજશો નય, અને જોતા રેહો, પણ તમને દેખાહે નય.

27 કેમ કે, ઈ લોકોના મન જડ અને એના કાન બેરા થય ગયા છે, અને તેઓએ પોતાની આંખુ બંધ કરી છે, એવુ નો થાય કે ઈ કયારે આંખુથી જોય, અને કાનથી હાંભળે, અને મનથી હમજે, અને પાપી જીવનથી મારી બાજુ ફરે અને હું તેઓને હાજા કરૂ.”

28 ઈ હાટુ તમે જાણો કે, પરમેશ્વરનાં આ તારણનો સંદેશ બિનયહુદી પાહે મુકવામાં આવ્યો છે, અને ઈ એને માનશે.

29 જઈ એને ઈ કીધું તો યહુદી લોકો અંદરો અંદર બોવ વાદ-વિવાદ કરવા મડીયા અને ન્યાંથી વયા ગયા.

30 પાઉલ આખા બે વરહ પોતાના ભાડાના ઘરમાં રયો,

31 અને જે એની પાહે આવતો હતો, ઈ બધાયને મળતો રયો અને હિમંતની હારે બીયા વગર, અને કાય રોકાયા વગરના પરમેશ્વરનાં રાજ્યનો પરસાર કરતો અને પરભુ ઈસુ મસીહની વાતો શીખવાડતો રયો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan