પ્રેરિતોનાં કૃત્યો 27 - કોલી નવો કરારપાઉલની રોમ યાત્રા ક્રીત લગી 1 જઈ ફેસ્તસ રાજ્યપાલ દ્વારા આ નક્કી થય ગયુ કે અમે વહાણ દ્વારા ઈટાલીયા પરદેસ જાયી, તો રોમી અધિકારીઓએ પાઉલ અને થોડાક બીજા આરોપીને પણ જુલિયસ નામનો મોટો રાજા ઓગુસ્તુસના હો સિપાઈઓના અધિકારીને હોપી દીધા. જુલિયસ નામનો માણસ સમ્રાટ ઓગુસ્તુસની લશ્કરી ટુકડીનો હતો. 2 અદ્રમુત્તિયા શહેરના એક વહાણ ઉપર આસિયા પરદેશના કાંઠેની જગ્યોએ જાવાનો હતો, ઈ જ વહાણના દ્વારા અમે અમારી યાત્રા સાલુ કરી, અને આરિસ્તાર્ખસ નામનો જે મકદોનિયાના પરદેશના થેસ્સાલોનિકાના શહેરના રેનારા પણ અમારી હારે હતા. 3 બીજા દિવસે અમે સિદોન શહેરમાં પુગી ગયા, અને જુલિયસે પાઉલ ઉપર કુર્પા કરીને એના મિત્રોની ન્યા જાવા દીધા કે એની પાહેથી જરુરી વસ્તુઓ લીયાવ્યા. 4 ન્યાંથી અમે પાછી યાત્રા ચાલુ કરી કે પણ પવન હામો હોવાના કારણે અમારે સાયપ્રસ ટાપુથી થયને જાવું પડયું. 5 અને કિલીકિયા અને પમ્ફૂલીયાની શહેરોના દરિયા કાંઠેથી થયને મૂરા શહેરના જે લુકિયા પરદેશમા થયને પુગ્યા. 6 ન્યા હો સિપાયોના અધિકારીને એલેકઝાંન્ડ્રિયાનું શહેરના એક વહાણ ઈટાલી પરદેસ જાતા મળ્યા, અને એણે અમને ઈ વહાણ ઉપર સડાવી દીધા. 7 જઈ અમે બોવ દિવસો હુધી ધીરે ધીરે હાલીને મોટી મુશ્કેલીથી કનીદસ શહેરની હામે પુગ્યા, તો ઈ હાટુ કે હવા આપણને આગ વધવાથી રોકી રય હતી, આપડે સાલ્મોનની હામે થયને ક્રીત ટાપુની બાજુ હાલ્યા ગયા. 8 અને એના કાઠે મોટી મુશ્કેલીથી હાલીને “સલામત બંદર” નામની એક જગ્યાએ પુગ્યા, જ્યાંથી લાસિયા શહેરની પાહે હતા. 9 જઈ બોવ દિવસ વયા ગયા, અને ન્યાંથી યાત્રા કરવામા ઈ હાટુ જોખમ હતી, કેમ કે બલિદાન સડાવવાનાં તેવારનો દિવસ વીતી ગયો, અને ઈ જ આ મોસમ છે, જઈ દરિયો બોવ ખતરનાક થય જાય છે, ઈ હાટુ પાઉલે ઈ બધાયને આ કયને હંમજાવાં, 10 “ભાઈઓ, મને આવી ખબર પડી છે કે, આ યાત્રામાં જોખમ અને બોવ મોટુ નુકશાન છે, ખાલી માલસામાન અને વહાણનું જ નય, પણ અમારા જીવનું પણ નુકશાન થાવાનુ છે.” ઈ હાટુ મારી સલાહ ઈ છે કે, આપડે વાવાઝોડાના આ વખતમાં આયા રોકાયને રાહ જોયી. 11 પણ સો સિપાયોના અધિકારીએ પાઉલની વાતોથી વહાણ હાકવાવાળો અને વહાણનો શેઠ ઉપર જાજો વિશ્વાસ રાખ્યો. 12 શુભ લંગર બારી નામનું બંદર શિયાળો કાઢવા હાટુ લાયક નથી, ઈ હાટુ ઘણાયને સલાહ આપી કે, આપડે આયથી નીકળી જાયી ગમે ઈ રીતે ફેનીકસ બંદરે પુગી, ઈ હાટુ કે, આ ખરાબ વાતાવરણથી બોવ જ સુરક્ષિત છે. ન્યા શિયાળો કાઢી; ન્યા ક્રીતનું બંદર છે, નૈઋત્ય અને વાયવ્યની હામે એનુ મોઢું છે. દરિયામાં તોફાન 13 જઈ દક્ષિણની બાજુથી થોડીક-થોડીક હવા હળવા લાગી, તો આ હમજયા કે ઈ યોજનાની પરમાણે ફીનીકસ વહાણ રોકવાના બંદરે હુધી પુગી જાહે, ઈ હાટુ લંગર ઉપાડો અને ક્રીત ટાપુના કાઠેથી જાવા મડયા. 14 પણ થોડીક વારમાં ટાપુ બાજુથી એક મોટુ વાવાઝોડું આવ્યું, જેનું નામ “યુરાકુલોન” હતું. 15 જઈ તોફાન વહાણમાં આવવા લાગ્યો, તો વહાણ હવાની હામો ટકીનો હકીયો, ઈ હાટુ અમે વહાણને હવામા તણાવા મુકી દીધુ, અને આ રીતે તણાતો વયો ગયો. 16 કૌદા નામનો એક નાનો એવો ટાપુ છે, જેની ઓથમાં તરતા-તરતા અમે બોવ મુશ્કેલીથી વહાણની નાની હોડીને વહાણમાં ખેસીને એને મજબુતીથી બાંધી હક્યાં. 17 પછી વહાણ હાકવાવાળાએ ઈ નાની હોડીને ઉપાડી અને એને હારી કરી, અને વહાણને નીસેથી લયને ઉપર હુધી નાડાઓ કસકસાવીને બાંધી દીધા, અને સીર્તસની ખાડીની રેતીમાં ફસાય જાવાની બીકથી તેઓએ લંગરને થોડોક નીસે ઉતારીને વહાણને હવાની હારોહાર તણાવા દીધુ. 18 જઈ અમે તોફાનને બોવ હલબલતો અને ધકાખાતો જોયો, તો બીજા દિવસે વહાણનો માલસામાન નાખવા મડયા. 19 અને ત્રીજા દિવસે તેઓએ પોતાના હાથથી વહાણનો માલસમાન નાખી દીધો. 20 અને બોવ દિવસ હુધી નો સુરજ, નો તારા દેખાણા, અને મોટુ તોફાન હાલતું રયું, તો છેલ્લે અમારા બસાવની બધીય આશા પુરી થય ગય. 21 જઈ એણે બોવ દિવસ હુધી ખાધું નય, તો પાઉલે એના વસમાં ઉભો થયને કીધું કે, હે ભાઈઓ, ઈ હારું થાત કે, જો ક્રીત ટાપુથી નીકળવાની મારી સલાહ તમે માની હોત તો તમે આ વિનાશ અને નુકશાનથી બસી જાત. 22 પણ હવે હું તમને હમજાવું છું કે હિમંત રાખો, કેમ કે તમારામાથી કોયના જીવને નુકશાન નય થાય, પણ ખાલી વહાણને થાહે. 23 કેમ કે, પરમેશ્વર જેનુ હું ભજન કરું છું, અને જેની હું સેવા કરું છું, એના સ્વર્ગદુતે ગય રાતે મારી પાહે આવીને કીધું કે, 24 “પાઉલ, બીમાં, તારે રોમી સમ્રાટ હામે હાજર થાવુ જરૂરી છે અને પરમેશ્વર કૃપા કરીને ઈ બધાયને જે તારી હારે યાત્રા કરે છે, એને બસાયશે. 25 ઈ હાટુ, ભાઈઓ, હિંમત રાખો, કેમ કે મને પરમેશ્વર ઉપર પુરેપુરો વિશ્વાસ છે કે, જેવું મને કેવામાં આવ્યું છે, એવુ જ થાહે. 26 પણ આપડે કોય ટાપુ ઉપર જયને રોકાવું જોહે.” વહાણનું ટુટવું 27 જઈ સઉદમી રાત આવી, અને અમે આદ્રીયા દરિયામાં ભટકી રયા હતાં, તો લગભગ અડધી રાતે વહાણના ખલાશીઓને લાગ્યું કે આપડે કોય બીજા દેશનાં કાઠે પાહે પુગી ગયા છયી. 28 જઈ એણે પાણીની ઊંડાય માપી, તો છતરી મીટર ઉડું હતું, અને થોડાક આગળ વધીને પાછો પાણીની ઊંડાય માપી તો હત્યાવીસ મીટર ઉડો હતો. 29 તઈ પાણાવાળી ભેખડ ઉપર વહાણ ભડકાવવાની બીકથી તેઓએ વહાણની પાછલા ભાગેથી સ્યાર લંગર નાખ્યા, અને દિવસ નીકળવાની વાટ જોતા રયા. 30 પણ જઈ વહાણમાં કામ કરનારા ભાગી જાવા માગતા હતાં અને તેઓએ વહાણની હામેની બાજુથી લંગર નાખવાના બહાને નાની હોડીને દરિયામાં ઉતારી દીધી. 31 તો પાઉલે હો સિપાયના અધિકારીને બીજા સિપાયથી કીધું કે, “જો આ વહાણ ઉપર નો રયા, તો તમે પણ નય બસી હકો.” 32 તઈ સિપાયોએ રસ્સાને કાપીને દરિયામાં નાની હોડીને નાખી દીધી. 33 જઈ દિવસ નીકળવાનો હતો, તઈ પાઉલે આ ક્યને કે, બધાયને ભોજન કરવા હાટુ વિનતી કરી કે, “આજે સવુદ દિવસ થયા કે તમે ઉપાદી કરી કરીને ભૂખા રયા, અને કાય ખાવાનું ખાધું નય. 34 ઈ હાટુ હું તમને હમજાવું છું કે, કાક ખાય લ્યો, જેનાથી તમારો બસાવ થાય, કેમ કે તમારામાથી કોયનું પણ કાય નુકશાન નય થાય.” 35 આ કયને એણે રોટલી લયને બધાયની હામે પરમેશ્વરનો આભાર માન્યો અને તોડીને ખાવા મંડા. 36 તઈ ઈ બધાયમાં હિમંત આવી અને ભોજન કરવા મંડા. 37 અમે બધાય થયને વહાણ ઉપર બસ્સો સ્યોતેર માણસ હતા. 38 જઈ ઈ ભોજન ખાયને ધરાણા, તો ઘઉંને દરિયામાં નાખીને વહાણને હળવો કરવા મંડા. 39 જઈ દિવસ નીકળો, તો તેઓએ ઈ ટાપુને ઓળખો નય, પણ એક ખાડી જોય જેનો કાઠો રેતીનો હતો, અને વિસાર કરયો કે જો થય હકે તો આની ઉપર જ વહાણને ટકાવી દેય. 40 તઈ તેઓએ લંગરોને ખોલીને દરિયામાં મુકી દીધો, અને ઈ જ વખતે પતવારના મારગે ઢીલા કરી દીધા, અને હવાની હામે પડદા સડાવીને કાઠાની તરફ હાલ્યા. 41 પણ બેય દરિયાને મળવાની જગ્યા ઉપર તેઓએ વહાણને ટેકવ્યો, અને એનો આગલો ભાગ તો રેતીમાં ફસાય ગયો, પણ વહાણનો વાહેનો ભાગ મોજા લાગવાથી ટુટવા મંડયો. 42 તઈ સિપાયોને આ વિસાર આવ્યો કે આરોપીઓને મારી નાખે, એવુ નો થાય કે કોય તરીને ભાગી જાય. 43 પણ હો સિપાયોના અધિકારીને પાઉલને બસાવવાની ઈચ્છાથી, એને ઈ વિસારથી રોકયો, અને આ કીધું કે, જેને તરતાં આવડે છે ઈ પેલા કુદકો મારીને કાઠા ઉપર વયા જાય, 44 અને જે તારી હકતા નથી તેઓને કોય પાટીયા ઉપર કે વહાણની કાક તુટેલી વસ્તુઓને પકડીને આગળ નીકળી જાવું, આ રીતે બધાય હાજા નરવા કાંઠા ઉપર પુગી ગયા. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation