પ્રેરિતોનાં કૃત્યો 26 - કોલી નવો કરારપાઉલ દ્વારા રાજા આગ્રીપાને બતાવવું 1 આગ્રીપા રાજાએ પાઉલને કીધું કે, “તને પોતાના વિષે બોલવાની રજા છે.” તઈ પાઉલે હાથ ઉપર કરીને લોકોને સૂપ રેવાનો ઈશારો કરીને કીધું કે, 2 હે રાજા આગ્રીપા, જે વાતોનો યહુદી લોકોના આગેવાનો મારી ઉપર આરોપ લગાડે છે, આજે તારી હામે એનો જવાબ આપવા હાટુ હું પોતાને આશીર્વાદિત હમજુ છું, 3 હું જાણું છું કે, તુ યહુદી લોકોના બધાય રીતી રીવાજો અને વિવાદવાળી બાબતોને જાણ છો. ઈ હાટુ ધ્યાનથી મારી વાતને હાભળ એવી હું તને વિનવણી કરું છું. 4 હું નાનપણથી પોતાની જાતિના લોકોની વસમાં અને યરુશાલેમ શહેરમાં મોટો થયો છું, ઈ હાટુ બધાય યહુદી લોકો જાણે છે કે, મારી સાલ સાલગત શરુવાતથી જ કેવી છે. 5 આ યહુદીઓ મને લાંબા વખતથી જાણે છે જો ઈ ઈચ્છે તો તેઓ તમને કય હકશે કે હું ફરોશી ટોળાનો માણસ હતો, જે આપડા ધરમનાં નિયમ પરમાણે બધાયથી રૂઢિસુસ્ત ટોળું છે. 6 આજે હું પરમેશ્વર દ્વારા આપડા વડીલોને દીધેલ વાયદાની આશાના કારણે આયા ગુનેગારની જેમ ઉભો છું 7 આ વાયદાને પુરો કરવાની આશા રાખીને, આપડા બાર કુળના લોકો પોતાના હાસા મનથી રાત-દિવસ પરમેશ્વરનુ ભજન કરતાં આવ્યા છે, હે રાજા, આ જ આશાનાં કારણે યહુદી લોકો મારા ઉપર આરોપ લગાડે છે. 8 અને પરમેશ્વર મરેલામાંથી પાછા જીવતા કરે છે, આ વાત ઉપર વિશ્વાસ કરવો તમને કેમ કઠણ લાગે છે? 9 મને પણ આવુ લાગતુ હતુ કે નાઝરેથ ગામના ઈસુની વિરોધમાં જે કાય કરી હકુ ઈ કરૂ. 10 અને મે યરુશાલેમ શહેરમાં આવુ જ કરયુ, અને મુખ્ય યાજકોથી અધિકાર પામીને બોવ જ પવિત્ર લોકોને જેલખાનામાં નાખીયા, અને જઈ મારી નાખવામાં આવ્યા હતાં તઈ પણ એને મારી નાખવામાં ભાગીદાર થાતો હતો. 11 ઘણીય વાર મે તેઓને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં સજા કરાવી અને એણે મસીહની નિંદા કરવાની કોશિશ કરી. હું એની ઉપર એટલો બધો ગુસ્સે હતો કે, હું તેઓની સતાવણી કરવા હાટુ બીજા શહેરોમાં હોતન ગયો. પોતાના હ્રદય બદલાણની વાત 12 આજ વાત હાટુ જઈ હું મુખ્ય યાજકોનો અધિકાર અને આજ્ઞા પત્ર લયને દમસ્કસ શહેરમાં જાતો હતો, 13 તો હે રાજા, મારગમાં બપોરના ટાણે મે આભમાં સુરજના તેજ કરતાં વધારે એક અજવાળૂ, મારા સાથીઓની સ્યારેય બાજુ સમકતા જોયું, 14 જઈ અમે જમીન ઉપર પડી ગયા, તઈ મે હિબ્રૂ ભાષામાં આ કેતા હાંભળ્યું, શાઉલ, શાઉલ, તુ મને કેમ હેરાન કરે છે? તારું મારી વિરોધમાં બાંધવું નકામું છે. 15 તઈ મે કીધું કે, “હે પરભુ, તુ કોણ છે?” પરભુએ કીધું કે, “હું ઈસુ છું, જેને તુ હેરાન કરે છે.” 16 પણ હવે તુ ઉઠ, અને ઉભો થા, મે તને ઈ હાટુ દર્શન દીધા છે કે, તને મારો સેવક બનાવું, અને જે દર્શન તુ જોય હકે છે, અને જે દર્શન જોયા પછી એનો સાક્ષી બનાવય. 17 અને હું તને ઈઝરાયલનાં લોકોથી અને બિનયહુદી લોકોથી છોડાવય, હું તને તેઓની પાહે મોકલી રયો છું 18 કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે. પૌલની સેવાના કામો 19 ઈ હાટુ હે રાજા આગ્રીપા, મે ઈ સ્વર્ગના દર્શનનું પાલન કરયુ છે. 20 પેલા દમસ્કસ શહેરના, પાછો યરુશાલેમ શહેરના અને એના પછી યહુદીયા પરદેશના બધાય જગ્યાઓમાં રેનારા લોકોમા અને બિનયહુદી લોકોમા પરચાર કરયો કે, પસ્તાવો કરો અને પાપ કરવાનું બંધ કરીને પરમેશ્વર બાજુ વળો અને એવુ જીવન જીવીને સાબિત કરો કે તમે ખરાબ કામો કરવાનું મુકી દીધુ છે. 21 આ વાતોના કારણે યહુદી લોકોએ મને મંદિરમાં પકડયો અને મારી નાખવાની કોશિશ કરી હતી. 22 પણ પરમેશ્વરનાં સામર્થ્યથી હું આજ હુધી ટકી રયો છું, અને નાના મોટા સાક્ષી દવ છું, આગમભાખીયા અને મુસા જે-જે બનાવો બનવાની વિષે બોલ્યા હતા એની સિવાય હું બીજુ કાય કેતો નથી. 23 કે મસીહને દુખ ઉપાડવું પડશે, અને ઈ જ બધાયની પેલા મરણમાંથી પાછો જીવતો થયને, યહુદી લોકોમા અને બિનયહુદી લોકોમા તારણનો પરસાર કરશે. 24 જઈ એવી રીતે પાઉલ જવાબ દય રયો હોય, તઈ ફેસ્તસ રાજ્યપાલે જોરથી રાડ નાખીને કીધું કે, “હે પાઉલ, તુ ગાંડો છો, વધારે ભણવાથી તુ ગાંડો થય ગયો છો.” 25 પણ પાઉલે જવાબ દીધો કે, “હે નેકનામદાર ફેસ્તસ, હું ગાંડો નથી, પણ હાસી અને બુદ્ધિની વાતો કવ છું 26 રાજા આગ્રીપા, હું બીયા વગર બોલું છું, કેમ કે તુ ઈ વાતોને જાણે છે, અને મને વિશ્વાસ છે કે, આ વાતોમાંથી કાય એનામાંથી હતાડેલી નથી, કેમ કે આ બાબત ખૂણામાં સાની મની નથી થય. 27 હે રાજા આગ્રીપા, શું તુ આગમભાખીયાઓનો વિશ્વાસ કરે છે? હા, હું જાણું છું કે, તુ વિશ્વાસ કરે છે.” 28 રાજા આગ્રીપાએ પાઉલને કીધું કે, “શું તુ થોડાક વખત હમજાવવાથી મને મસીહી બનાવવા માગે છે?” 29 પાઉલે કીધું કે, “પરમેશ્વરથી મારી પ્રાર્થના આ છે કે શું થોડાકમાં જ, શું બોવમાં, ખાલી તુ જ નય, પણ જેટલા લોકો આજ મારું હાંભળે છે, મારી ઈચ્છા છે કે, તમે બધાય મારી જેમ મસીહ બનશો, પણ એક કેદીના રૂપમાં નય.” 30 તઈ રાજા અને રાજ્યપાલ અને બેરનીકે અને એની હારે બેહનારા ઉભા થયને અને વયા ગયા. 31 જઈ ઈ જઈ રયા હતાં તઈ અંદરો અંદર કેવા લાગ્યા કે, “આ માણસે મારી નાખવા અને જેલખાનામાં જાવા લાયક જેવું કાય કામ નથી કરયુ.” 32 રાજા આગ્રીપાએ ફેસ્તસ રાજ્યપાલને કીધું કે, “જો આ માણસ રોમી સમ્રાટના દ્વારા મારો ન્યાય થાવો જોયી એવી વિનવણી નો કરે તો છૂટી હકતો હતો.” |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation