પ્રેરિતોનાં કૃત્યો 25 - કોલી નવો કરારપાઉલની મહાન રાજા હાટુ વિનવણી કરવી 1 ફેસ્તસ, રાજ્યપાલના રૂપમાં પોતાના વિસ્તારમાં આવ્યો, અને ત્રણ દિવસ પછી ઈ કાઈસારિયા પરદેશમા થયને યરુશાલેમ શહેરમાં ગયો. 2 તઈ મુખ્ય યાજકોએ, અને યહુદી લોકોના આગેવાનોએ, એની હામે પાઉલને ઠપકો દીધો. 3 તેઓએ પાઉલને યરુશાલેમ શહેરમાં મગાવવા હાટુ ફેસ્તસ રાજ્યપાલને વિનવણી કરી. કેમ કે તેઓ ઈ જ મારગમાં મારી નાખવાનું કાવતરું કરી રયા હતા. 4 ફેસ્તસે જવાબ દીધો કે, “પાઉલને કાઈસારિયા પરદેશના જેલખાનામાં નાખ્યો છે, અને હું પોતે ન્યા જલ્દી જાવાનો છું” 5 અને એણે પાછુ કીધું કે, “તમારામાથી થોડાક મુખ્ય લોકો મારી હારે હાલો, અને જો આ માણસે કાય ખોટા કામ કરયા હોય, તો એના ઉપર આરોપ લગાડો.” 6 ફેસ્તસ યરુશાલેમમાં આઠ-દસ દિવસ રયને કાઈસારિયા પરદેશમા પાછો વયો ગયો, અને બીજા દિવસે ન્યાયાસન ઉપર બેહીને પાઉલને આવવાની આજ્ઞા દીધી. 7 જઈ પાઉલને લીયાવવામાં આવ્યો, તો જે યહુદી લોકોના આગેવાનો યરુશાલેમ શહેરમાં આવ્યા હતાં, તેઓએ એની આજુ-બાજુ ઉભા થયને બોવ જ આરોપ લગાડા. જેનો પુરાવો ઈ નથી દય હક્તા. 8 પણ પાઉલે કીધું કે, “મે તો યહુદી લોકોના નિયમ, મંદિર કે રોમી સમ્રાટના વિરોધમાં કોય ગુનો કરયો નથી.” 9 તઈ ફેસ્તસે યહુદી લોકોના આગેવાનોને રાજી કરવાની ઈચ્છાથી પાઉલને પુછયું કે, “શું તુ યરુશાલેમ શહેરમાં જાવા માગે છે કે, ન્યા મારી હામે તારો આ ન્યાય કરવામા આવે?” 10 પાઉલે જવાબ દીધો કે, “હું રોમી સમ્રાટના ન્યાયાસન પાહે ઉભો છું, મારો ન્યાય આયા થાવો જોયી, યહુદી લોકોના વિરોધમાં કાય ખોટુ કામ નથી કરયુ, આ તુ હારી રીતે જાણે છે. 11 જો હું આરોપી છું અને મારી નાખવાને લાયક કાય ખોટુ કામ કરયુ હોય, તો હું મરવા હાટુ તૈયાર છું, પણ જે વાત હાટુ આ લોકો મારી ઉપર આરોપ લગાડે છે, જો એનામાંથી કોય વાત હાસી નો નીકળે, તો કોયની પાહે પણ આ અધિકાર નથી કે, મને યહુદી લોકોના આગેવાનોના હાથમાં હોપી દેય. હું વિનવણી કરું છું કે મારો ન્યાય રોમી સમ્રાટ દ્વારા થાવો જોયી.” 12 તઈ ફેસ્તસે મંત્રીઓની સભાની સલાહ લયને જવાબ દીધો કે, “મે રોમી સમ્રાટના દ્વારા તારો ન્યાય કરવાની વિનવણી કરી છે, ઈ હાટુ તુ એની પાહે જ જા.” રાજા આગ્રીપાની હામે પાઉલ 13 થોડાક દિવસ પસાર થયા પછી આગ્રીપા રાજા પોતાની નાની બેન બેરનીકની હારે ફેસ્તસ રાજ્યપાલને મળવા હાટુ કાઈસારિયા શહેરમાં આવ્યો. 14 એને ઘણાય દિવસ ન્યા રયા પછી ફેસ્તસ રાજ્યપાલે આગ્રીપા રાજાને પાઉલની વિષે બતાવ્યું, ફેલિકસ એક માણસને જેલખાનામાં મુકી ગયો છે. 15 જઈ હું યરુશાલેમ શહેરમાં હતો, તઈ મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલોએ ઠપકો દીધો અને તેઓ ઈચ્છતા હતાં કે, એને દંડ દેવામાં આવે. 16 પણ મે તેઓને કીધું કે, રોમી સરકારનો એવો નિયમ છે કે, કોય માણસને સજા આપતા પેલા, આરોપ લગાડનારો હામે ઉભો રેય અને જેની ઉપર આરોપ લગાડવામાં આવ્યો છે એને હામો જવાબ દેવાનો મોકો મળવો જોયી. 17 ઈ હાટુ જઈ યહુદી લોકોના આગેવાનો મારી હારે આયા કાઈસારિયા શહેરમાં આવે, તો હું મોડુ નો કરું, પણ બીજા જ દિવસે ન્યાયાસન ઉપર બેહીને, પાઉલને લીયાવવાની આજ્ઞા દીધી. 18 જઈ એને ઠપકો આપનારા ઉભા થયા, તો તેઓએ જેવું મે હમજાવ્યું હતું, એવી ખોટી વાતનો આરોપ નથી લગાડો. 19 પણ એની વસ્સમાં ખાલી એના ધરમને લયને અને ઈસુ નામના કોય પણ માણસના વિષયમાં વિવાદ છે, જે મરી ગયો છે પણ પાઉલ દાવો કરે છે કે, ઈ જીવતો છે. 20 પણ મને ખબર નોતી કે આ વાતોની તપાસ કેવી રીતે કરું, ઈ હાટુ મે પાઉલને પુછયું કે, “શું તુ યરુશાલેમ શહેરમાં જાવા માંગ છો કે, ન્યા આ વાતોથી તારો ન્યાય કરવામા આવે?” 21 પાઉલે વિનવણી કરી કે, “મારો ન્યાય રોમી સમ્રાટના દ્વારા જ થાવો જોયી,” તો મે આજ્ઞા આપી દીધી કે, એને રોમી સમ્રાટ પાહે મોકલવા લગી એની રખેવાળી કરવામા આવે. 22 તઈ આગ્રીપા રાજાને ફેસ્તસ રાજ્યપાલથી કીધું કે, “હું પણ ઈ માણસની વાત હાંભળવા માંગું છું,” તઈ એણે કીધું કે, “તુ કાલે હાંભળી લેજે.” 23 બીજા દિવસે, જઈ આગ્રીપા રાજા અને એની નાની બહેન બેરનીકે બોવ ધુમધામથી આવી, અને સિપાયના આગેવાનો અને શહેરના મુખ્ય લોકોની હારે સભામાં પુગીયા, તઈ ફેસ્તસે પાઉલને લીયાવાની આજ્ઞા દીધી. 24 અને જઈ પાઉલને લીયાવવામાં આવ્યો, તો ફેસ્તસે કીધું કે, “હે રાજા આગ્રીપા, અને હે બધાય લોકો જે આયા અમારી હારે છો, તમે આ માણસને જોવ છો, જેના વિષયમાં ઘણાય યહુદી લોકોના આગેવાનોએ યરુશાલેમ શહેરમાં અને આયા પણ રડો નાખી નાખીને મારાથી વિનવણી કરી કે, એનું જીવતું રેવું હારું નથી. 25 પણ મે જાણી લીધું કે, એણે એવુ કાય ખોટુ કામ નથી કરયુ કે, એને મારી નાખવામાં આવે, અને એણે પોતે વિનવણી કરી કે મારો ન્યાય મોટા રાજાની દ્વારા જ થાવો જોયી, તો પછી મે એને રોમ શહેરમાં મોકલવાનો નિર્ણય કરયો. 26 પણ મને એના વિષયમાં કોય આરોપ નો મળ્યો કે હું મોટા રાજાને લખું. ઈ હાટુ હું એને તમારી હામે, અને વધારે કરીને હે રાજા આગ્રીપા તારી હામો લીયાવો છું કે, તુ એને પારખ તઈ મને કાય લખવા હાટુ મળે. 27 કેમ કે આરોપીને મોકલવો અને જે આરોપ એની ઉપર લગાડો છે એને નો દેખાડવા ઈ મને હારું નથી લાગતું.” |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation