પ્રેરિતોનાં કૃત્યો 23 - કોલી નવો કરાર1 પાઉલે મોટી સભાની હામે ધ્યાન દઈને અને કીધું કે, “ભાઈઓ, મે આજ હુધી પરમેશ્વરની હારે હાસા મનથી જીવન જીવ્યું છે.” 2 પાઉલે જે કીધું આ હાંભળીને અનાન્યા પ્રમુખ યાજક જે એની પાહે ઉભો હતો, એના મોઢાં ઉપર લાફો મારવાનો હુકમ દીધો. 3 તઈ પાઉલે એને કીધું કે, “હે ઢોગી માણસ, પરમેશ્વર તને મારશે, તુ નિયમની પરમાણે મારો ન્યાય કરવા હાટુ બેઠો છો, અને પછી શું નિયમની વિરોધમા મને મારવાનો હુકમ આપશો?” 4 જે પાહે ઉભા હતાં તેઓએ કીધું કે, “શું તુ પરમેશ્વરનાં પ્રમુખ યાજકનું અપમાન કરે છે?” 5 પાઉલે કીધું કે, હે ભાઈઓ, હું નોતો જાણતો કે આ પ્રમુખ યાજક છે કેમ કે, પવિત્રશાસ્ત્રમાં લખેલુ છે કે, “પોતાના લોકો પ્રધાનને ખરાબ નો કેય.” 6 તઈ પાઉલે ઈ જાણીને થોડાક સદુકી ટોળાના લોકો અને થોડાક ફરોશી ટોળાના લોકોને, મોટી સભામાં રાડ નાખીને કીધું કે, “હે ભાઈઓ, હું ફરોશી ટોળાનો માણસ છું અને મારા બાપદાદા પણ ફરોશી ટોળાના છે, અને મારો ન્યાય ઈ હાટુ થાય છે. કેમ કે મારી આશા છે કે પરમેશ્વર લોકોને મરેલામાંથી જીવતા કરશે.” 7 જઈ એણે ઈ વાત કરી તો ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકોને બાધણું થાવા લાગ્યું, અને સભામાં પક્ષ પડી ગયો. 8 કેમ કે, સદુકી ટોળાના લોકો આ વિશ્વાસ કરતાં હતાં કે, લોકો મરેલામાંથી જીવતા નથી થાતા, નો તો સ્વર્ગદુત છે, અને નો તો મેલી આત્મા છે, પણ ફરોશી ટોળાના લોકો આ બધીય વાતો છે, એવો વિશ્વાસ કરતાં હતા. 9 તઈ ન્યા મોટુ હુલ્લડ મસાવીને અને થોડાક યહુદી નિયમના શિક્ષકો જે ફરોશી ટોળાના લોકો હતાં, ઉભા થય ગયા અને આ ક્યને વાદ-વિવાદ કરવા લાગ્યા કે, “અમને આ માણસની કાય ભૂલ દેખાતી નથી, અને જો કોય મેલી આત્મા કે સ્વર્ગદુતે એનાથી વાત કરી છે તો પછી શું?” 10 જઈ બોવ વાદ-વિવાદ થયો, તો સિપાય દળના સરદારે આજ્ઞા આપી કે નિસે ઉતરીને પાઉલને સભાની વસમાંથી બળજબરીથી કાઢીને મેહેલમાં જાયી, કેમ કે સિપાય દળનો સરદારને બીક હતી કે સભાના લોકો ક્યાક એના કડકે કડકા કરી નાખશે. 11 ઈ જ રાતે પરભુ ઈસુએ પાઉલની પાહે આવીને કીધું કે, “હે પાઉલ હિમંત રાખ; કેમ કે જેવી તે યરુશાલેમ શહેરમાં સાક્ષી દીધી છે, એવી જ રોમ શહેરમાં પણ સાક્ષી આપવી જોહે.” પાઉલને મારી નાખવાનું કાવતરું 12 જઈ દિવસ થયો તો થોડાક યહુદી લોકોએ કાવતરું કરયું, અને હમ ખાયને પ્રતિજ્ઞા લીધી કે, “પાઉલને મારી નો નાખી, ન્યા હુધી આપડે ખાહું-પીહું નય.” 13 જેઓએ આ હમ ખાધા હતાં, ઈ સ્યાલીસ લોકો કરતાં વધારે હતા. 14 જેઓએ મુખ્ય યાજક અને વડીલોની પાહે જયને કીધું કે, “અમે આ હમ ખાધા છે કે જ્યાં લગી અમે પાઉલને મારી નો નાખી, ન્યા લગી અમે નો તો કાય ખાહુ નો તો કાય પીહુ. 15 ઈ હાટુ મોટી સભાની મંડળી સહિત સિપાય દળના સરદારોને હમજાવો કે પાઉલને તમારી પાહે લીયાવે, આ કયને કે અમે એના વિષે પુરી તપાસ કરીને આરોપ લગાડવા માંગી છયી, અને અમે એને તારી પાહે પુગીયા પેલાથી મારી નાખવા હાટુ તૈયાર રેહુ.” 16 પણ પાઉલના ભાણીયાએ હાંભળ્યું કે, થોડાક યહુદી લોકો પાઉલને મારી નાખવાનું કાવતરું કરે છે, તો એણે મહેલમાં જયને પાઉલને કય દીધું. 17 ઈ હાટુ પાઉલે સો સિપાયના અધિકારીમાંથી એકને પોતાની પાહે બોલાવીને કીધું કે, “આ જુવાનને સિપાય દળના સરદારની પાહે લય જાવ, ઈ એને કાક કેવા માગે છે.” 18 તઈ એણે પાઉલના ભાણીયાને સિપાય દળના સરદારની પાહે લય જયને કીધું કે, “બંધી પાઉલે મને બરકીને વિનવણી કરી કે, આ જુવાન સિપાય દળના સરદારને કાક કેવા માગે છે, આને એની પાહે લય જાવ.” 19 ઈ સિપાય દળના સરદારે પાઉલના ભાણીયાનો હાથ પક્ડીને જુદો લય જયને પુછયું કે, “તુ મને શું કેવા માગે છે?” 20 એણે કીધું કે, “યહુદી લોકોના આગેવાનોએ કાવતરું કરયું છે કે, તને વિનવણી કરે કે કાલે પાઉલને મોટી સભામાં લીયાવે, આ ક્યને કે ઈ વધારે હારી રીતેથી એની તપાસ કરવા માગે છે, 21 પણ એની વાત તો માનતો, કેમ કે એમાંથી લગભગ સ્યાલીસથી વધારે માણસો પાઉલને મારી નાખવા માગે છે, તેઓએ આ હમ ખાધા છે કે, જ્યાં લગી પાઉલને મારી નો નાખી ન્યા લગી કાય પણ ખાહુ-પીહુ નય. અત્યારે જ તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જોવે છે.” 22 તઈ સિપાય દળના સરદારે પાઉલના ભાણીયાને આ આજ્ઞા દઈને મોકલી દીધો, “કોયને નો કેતો કે, તે મને આ વાતો કરી છે.” પાઉલને ફેલિકસની પાહે મોકલવો 23 તઈ સિપાય દળના સરદારે હો સિપાયના બેય અધિકારીઓને બરકીને કીધું કે, “બસ્સો સિપાય, સતર ઘોડાવાળા, અને બસ્સો ભાલાવાળા, રાતે નવ વાગે કાઈસારિયા શહેરમાં જાવા હાટુ તૈયાર રાખો. 24 પાઉલને લય જાવા હાટુ થોડાક ઘોડા તૈયાર કરો અને એનો બસાવ કરીને ફેલિકસ રાજ્યપાલની પાહે હાજે-હારો પુગાડી દેય.” 25 સિપાય દળના સરદારે ફેલિકસ રાજ્યપાલને આ રીતે એક પત્ર હોતન લખ્યો. 26 આદરણીય ફેલિકસ રાજ્યપાલને કલોડિયસ લુકિયસની સલામ. 27 આ માણસને યહુદી લોકો પકડીને મારી નાખવા માગતા હતાં, પણ જઈ મને ખબર પડી કે આ રોમ દેશનો રેવાવાળો છે, તો મે સિપાયોની ટુકડી મોકલીને છોડાવી લીધો છે. 28 હું જાણવા માંગું છું કે, ઈ એના ઉપર હેની લીધે આરોપ લગાડ છો, ઈ હાટુ એને એની મોટી સભામાં લય ગયો. 29 તઈ મે જાણ્યું કે ઈ એના યહુદી નિયમોના વિવાદોના વિષયમાં એના ઉપર આરોપ લગાડે છે, પણ મારી નાખવા કે બાંધવામાં આવે એને લાયક એનામા કાય આરોપ નથી. 30 અને જઈ મને બતાવવામાં આવ્યું કે ઈ લોકો આ માણસને મારી નાખવાની તૈયારીમાં છે, તો મે એને તરત તારી પાહે મોકલી દીધો, અને ઈ યહુદી લોકોને જેઓએ એના ઉપર આરોપ લગાડો છે, હુકમ આપ્યો કે તારી હામે એના ઉપર આરોપ લગાડે. 31 ઈ જ રાતે સિપાયોએ એને આપવામાં આવેલો હૂકમને પુરો કરયો, ઈ પાઉલને યરુશાલેમ શહેરમાં આંતિપાત્રસ શહેરમાં લીયાવ્યા. 32 બીજા દિવસે ઈ પાઉલની હારે ઘોડાવાળા સિપાયને કાઈસારિયા શહેરમાં જાવા હાટુ મોકલીને યરુશાલેમ શહેરમાં પાછા વયા ગયા, 33 તેઓએ કાઈસારિયા શહેરમાં પૂગીને રાજ્યપાલને સીઠ્ઠી દીધી, અને પાઉલને પણ એની હામો ઉભો કરયો. 34 રાજ્યપાલે સીઠ્ઠી વાસીને કીધું કે, “આ પાઉલ કિલીકિયા પરદેશનો છે.” 35 અને જઈ જાણી લીધું કે પાઉલ કિલીકિયા પરદેસનો છે, તો એણે કીધું કે, “જઈ તારા ફરિયાદીઓ આયશે તઈ હું તારો સુકાદો કરય,” અને એણે પાઉલને હેરોદ રાજાના મહેલમાં રાખવાની સોકીદારોને આજ્ઞા દીધી. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation