Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -


પ્રેરિતોનાં કૃત્યો 22 - કોલી નવો કરાર


ટોળાની હામે પાઉલનો પરચાર

1 “ભાઈઓ અને આગેવાનો હું તમારી હામે મારો બસાવ રજુ કરું છું હાંભળો!”

2 ઈ આ હાંભળીને કે, ઈ આપડી હારે હિબ્રૂ ભાષામાં બોલે છે, બોવ વધારે સૂપ થય ગયા, તઈ એણે કીધું કે,

3 હું તો યહુદી છું, મારો જનમ કિલીકિયા પરદેશના, તાર્સસ શહેરમાં થયો, પણ આ નગરમાં ગમાલીએલની પાહે બેહાડીને ભણાવવામાં આવ્યો, અને બાપ દાદાના નિયમોને હારી રીતે શિખવાડવામાં આવ્યા, અને પરમેશ્વર હાટુ એવું મન લગાડુ હતુ, જેવા કે તમે આજે છો.

4 મે માણસો અને બાયુને બાંધી બાંધીને, અને જેલખાનામાં નાખી નાખીને, પરભુના મારગ ઉપર હાલનારાને ન્યા લગી સતાવ્યા કે એને મારી હોતન નખવા.

5 આ વાત હાટુ પ્રમુખ યાજક અને મોટી સભાના બધાય વડીલ લોકો સાક્ષી છે કે, એનામાંથી યહુદી ભાઈઓની હાટુ સીઠ્ઠીઓ લયને દમસ્કસ શેહેરમાં જાતો હતો કે, જે ન્યાંથી એને હોતન દંડ દેવા હાટુ બાંધીને યરુશાલેમ શહેરમાં લીયાવું.


પાઉલના હૃદયના બદલાણની સાક્ષી

6 જઈ હું હાલતો-હાલતો દમસ્કસ શહેરની પાહે પૂગ્યો, તો એવુ થયુ કે બપોરે અસાનક મોટુ અજવાળુ આભમાંથી મારી સ્યારેય બાજુ સમક્યુ.

7 અને હું જમીન ઉપર પડીયો અને આ શબ્દ હભળાણો, “શાઉલ, શાઉલ, તુ મને કેમ સતાવ છો?”

8 મે જવાબ દીધો કે, “હે પરભુ, તુ કોણ છે?” એણે મને કીધું કે, “હું નાઝરેથનો ઈસુ છું, જેને તુ સતાવ છો.”

9 જે મારી હારે હતાં, તેઓએ અજવાળું જોયુ, અને એનો અવાજ હાંભળી રયા હતાં, પણ તેઓ હમજી નો હક્યાં કે, કોણ વાત કરી રયા હતા.

10 તઈ મે કીધું કે, “હે પરભુ, હું શું કરું?” પરભુએ મને કીધું કે, “ઉભો થા અને દમસ્કસ શહેરમાં જા, અને જે કાય તારે કરવા હાટુ ઠરાવામા આવ્યું છે, ઈ તને બધુય બતાવવામાં આયશે.”

11 જઈ ઈ તેજની સમકથી મને કાય દેખાણું નય, તો હું પોતાના સાથીઓના હાથ પકડીને દમસ્કસ શહેરમાં આવ્યો.

12 તઈ ન્યા અનાન્યા નામનો ચેલો હતો ઈ મુસાના નિયમ પરમાણે હાલનારો માણસ હતો, જે ન્યા રેનારા બધાય યહુદી લોકોમા આબરૂવાળો હતો.

13 ઈ મારી પાહે આવ્યો, અને મારી પાહે ઉભો રયને મને કેવા મંડયો કે, “ભાઈ શાઉલ, જોતો થા” ઈ જ વખતે મારી આંખુ ખુલી ગય અને મે એને જોયો.

14 તઈ એણે કીધું કે, “અમારા બાપ દાદાના પરમેશ્વરે તને ઈ હાટુ ગમાંડ્યો કે, તુ એની ઈચ્છાને જાણ, અને ઈ ન્યાયી એટલે મસીહને જોવે અને એના મોઢે વાતુ હાંભળ.

15 કેમ કે, તુ એની તરફથી બધાય લોકોની હામે ઈ વાતોનો સાક્ષી થાય, જે તે જોય અને હાંભળી છે.

16 હવે કેમ મોડું કર છો? ઉઠ, જળદીક્ષા લે, અને એનુ નામ લયને પાપોની માફી માંગી લે.”


વિદેશીયોમાં હારા હમાસાર પરચાર હાટુ પાઉલના તેડા વિષે

17 જઈ હું પાછો યરુશાલેમ શહેરમાં આવીને મંદિરમાં પ્રાર્થના કરી રયો હતો, તો દર્શન જોયા.

18 અને એને જોયને કે ઈ મને કેય છે કે, “જલ્દી યરુશાલેમ શહેરમાંથી ઉતાવળે નીકળી જા, કેમ કે ઈ લોકો જે આયા છે; મારા વિષેની તારી સાક્ષી માનશે નય.”

19 મે કીધું કે, હે પરભુ, ઈ તો તમે જાણો છો કે, હું તારા ઉપર વિશ્વાસ કરનારાઓને જેલખાનામાં નાખી અને બધીય યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં કોરડા મરાવતો હતો.

20 જઈ તારો સાક્ષી સ્તેફનનું લોહી વહેડાવાતુ હતું તઈ હું હોતન ઉભો હતો, અને આ વાતથી મળેલો હતો, અને એને મારવાવાળાના લૂગડાંની રખેવાળી કરતો હતો.

21 અને પરભુએ મને કીધું કે, “વયો જા, કેમ કે હું તને બીજી જાતિના લોકોની પાહે આઘો-આઘો મોકલય.”

22 લોકો એની વાત હાભળતા રયા, તઈ જોરથી રાડ નાખી, “એવા માણસોને મારી નાખો, એનુ જીવતુ રેવું હારુ નથી.”

23 જઈ એણે રાડ નાખી અને પોતાના ઉપર લુગડા નાખીયા અને રીહ દેખાડવા હાટુ હવામાં ધૂડ ઉડાડતા હતાં,

24 સિપાય દળના સરદારે કીધું કે, “આને કિલ્લામાં લય જાવ, અને કોરડા મારીને પૂછ પરછ કરો કે, હું જાણું કે, લોકો કેમ એના વિરોધમાં રાડો નાખતા હતા.”

25 જઈ ઈ એને કોરડા મારવા હાટુ બાંધી રયા હતાં, તો પાઉલ ઈ હો સિપાઈના અધિકારીની પાહે ઉભો હતો, અને એણે કીધું કે, “શું આ ઠીક છે કે, તુ એક રોમી માણસને, અને ઈ પણ કય ગુના વગર, કોરડા મરવો છો?”

26 હો સિપાયના અધિકારીએ આ હાંભળીને સિપાય દળના સરદારને પાહે જયને કીધું કે, “તુ આ શું કરે છે? આ તો રોમી માણસ છે.”

27 તઈ સિપાય દળના સરદારે એની પાહે આવીને કીધું કે, મને કે, શું તુ રોમી છે? એણે કીધું કે, “હાં.”

28 આ હાંભળીને સિપાય દળના સરદારે કીધું કે, “મે રોમી નાગરિક થાવાનો હક બોવ રૂપીયા દયને મેળવો છે.” પાઉલે કીધું કે, “હું તો જનમથી જ રોમી છું.”

29 તઈ જે લોકો એને પારખવાના હતાં, ઈ તરત એની પાહેથી હટી ગયા, અને સિપાય દળનો સરદાર પણ આ જાણી કે ઈ રોમી છે અને મે એને બાંધ્યો છે, બીય ગયો.


મોટી સભાની હામે પાઉલ

30 બીજે દિવસે એણે ઠીક-ઠીક જાણવાની ઈચ્છાથી કે યહુદી એના ઉપર કેમ આરોપ લગાડે છે, ઈ હાટુ એના બંધન ખોલી દે, અને મુખ્ય યાજકો અને બધીય મંડળીને ભેગી થાવાની આજ્ઞા આપી, અને પાઉલને લીયાવીને મોટી સભાની આગળ ઉભો રાખી દીધો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan