પ્રેરિતોનાં કૃત્યો 21 - કોલી નવો કરારપાઉલનું યરુશાલેમ શહેરમાં જાવું 1 જઈ અમે એનાથી રજા લયને વહાણથી યાત્રા શરુ કરી, તો સીધા મારગમાં કોસ ટાપુમાં આવ્યા, અને બીજા દિવસે રોડેસ ટાપુમાં, અને ન્યાંથી અમે પાતારા ટાપુમાં પુગી ગયા. 2 અને એક વહાણમાં ફિનિકિયા પરદેશમા જાતા મળ્યા, અને અમે એની માથે સડીને, યાત્રા સાલું કરી. 3 અમને ડાબી બાજુ સાયપ્રસ ટાપુ દેખાણો, અમે એને મુકીને સિરિયા પરદેસ બાજુ આગળ વધતા ગયા, અને તુર નામના શહેરમાં આવી પુગયા, કેમ કે ન્યા વહાણમાંથી માલ સામાન ઉતારવાનો હતો. 4 ન્યા ચેલાઓને ગોતીને અમે હાત દિવસ હુધી રયા, તેઓએ પવિત્ર આત્માની સામર્થ્ય પામીને, પાઉલને યરુશાલેમ શહેરમાં જાવાની વિનવણી કરી. 5 હાત દિવસ પછી જઈ ન્યાંથી અમારે જાવાનો વખત આવ્યો, તો અમે ન્યાંથી વયા ગયા, બધાય વિશ્વાસી લોકો પરિવાર હારે અમને શહેરની બારે હુધી પુગાડી દીધા, અને અમે દરીયા કાઠે ગોઠણીયા ટેકવીને પ્રાર્થના કરી. 6 તઈ એક બીજાની રજા લયને, અમે વહાણમાં બેઠા અને ઈ બધાય પોતપોતાના ઘરે વયા ગયા. 7 તુર શહેરથી સાલું કરેલી યાત્રા પુરી કરી અમે ટાલેમાઈસ શહેરમાં પુગ્યા. અને ભાઈઓને મળીને સલામ કરીને એની હારે એક દિવસ રયા. 8 બીજા દિવસે અમે ન્યાંથી હાલીને કાઈસારિયા શહેરમાં આવ્યા, અને ફિલિપ ઈ હારા હમાસાર પરસાર કરનારા હાતમાંથી એક હતો, એની ઘરે જયને ચેલાઓ રયા. 9 એની સ્યાર કુવારી દીકરીઓ હતી, જે આગમવાણી કરતી હતી. 10 જઈ અમે ન્યા ઘણાય દિવસ રયા, તો આગાબાસ નામનો એક આગમભાખીયો યહુદીયાથી આવ્યો. 11 એણે અમારી પાહે આવીને પાઉલનો કડે બાંધવાનો પટો લીધો, અને પોતાના હાથ પગ બાંધીને કીધું કે, “પવિત્ર આત્માએ આ કીધું છે કે જે માણસનો આ કડે બાંધવાનો પટો છે, એને યરુશાલેમમાં યહુદી લોકો આવી રીતે બાંધીને, અને બીજી જાતિઓના હાથમાં હોપશે.” 12 જઈ અમે આ વાત હાંભળી, તો અમે અને ન્યાંના લોકોએ પાઉલને વિનવણી કરી કે, યરુશાલેમ શહેરમાં નો જાય. 13 પણ પાઉલે જવાબ દીધો કે, “તમે શું કામ, રોય-રોયને મારું હ્રદય દુભાવો છો? હું તો પરભુ ઈસુના નામ હાટુ યરુશાલેમ શહેરમાં બંધાવા હાટુ જ નય, મરવા હાટુ હોતન તૈયાર છું.” 14 જઈ એણે માનુ તો અમે ઈ કયને સામા માના થય ગયા કે, “પરભુની ઈચ્છા પુરી થાય.” 15 થોડાક દિવસ પછી અમે તૈયારી કરી અને યરુશાલેમ શહેરમાં વયા ગયા. 16 કાઈસારિયા શહેરમાંથી પણ થોડાક ચેલાઓ આપડી હારે આવ્યા, અને અમને મનાસોન નામના સાયપ્રસ ટાપુમાં રેનારાના ઘરે લય ગયો. ઈ બધાયની પેલાના ચેલાઓમાંથી એક હતો કે, અમે ન્યા રોકાણા. પાઉલ અને યાકુબની મુલાકાત 17 જઈ અમે યરુશાલેમ શહેરમાં પુગીયા, તો વિશ્વાસી ભાઈઓ અને બહેનોએ મોટા આંનદની હારે અમારું સ્વાગત કરયુ. 18 બીજા દિવસે પાઉલ અમને લયને યાકુબની પાહે ગયો, જ્યાં વડવા ભેગા થયા હતા. 19 તઈ એણે એને સલામ કરીને, જે જે કામ પરમેશ્વર એની સેવા દ્વારા બિનયહુદી લોકોની હારું કરતાં હતાં, એક-એક કરીને બધાય બતાવ્યા. 20 તેઓએ આ હાંભળીને પરમેશ્વરની મહિમા કરી, પછી એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, યહુદી લોકોમાંથી કેટલાય હજાર વિશ્વાસી કરયા છે, અને ઈ બધાય મૂસાના નિયમને મન લગાડીને પાલન કરે છે. 21 અને યહુદી વિશ્વાસી લોકોને તારા વિષે બતાવવામાં આવ્યું છે કે, તુ બિનયહુદી લોકોમા રેનારા યહુદી લોકોને મુસાના નિયમને મુકી દેવાનું શિખવાડ છો, અને કેય છે કે, પોતપોતાના બાળકોની સુનન્ત નો કરાવો અને યહુદી લોકોના રીતી રીવાજ પરમાણે નો હાલો. 22 તો પછી શું કરવામા આવે? લોકો જરૂર હાભળશે કે તુ આવ્યો છે. 23 અમે તને જે કેયી છયી ઈ કર. અમારી ન્યા સ્યાર માણસો છે એને ઈ માનતાને પુરી કરવી છે જે તેઓએ પરમેશ્વરની હામે માની છે.” 24 એને લયને એની હારે પોતાની જાતને શુદ્ધ થાવાની વિધિ પુરી કરી, અને એની હાટુ ખરસો દેય કે, ઈ માથાનો ટકો કરે, તઈ બધાય જાણી લેય કે, જે વાતો એણે તારી વિષે બતાવવામાં આવી, એમાંથી કાય હાસુ નથી, પણ તુ હજી મૂસાના નિયમશાસ્ત્રને માનીને એની પરમાણે હાલે છે. 25 પણ ઈ બિનયહુદીઓ વિષે જેઓએ વિશ્વાસ કરયો છે, આપડે આ ઠરાવને લખી મોકલ્યો છે કે, તેઓ ઈ નીવેદ નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પીતા અને છીનાળવા નો કરતાં, અને આવા કામોથી આઘા રેજો. 26 બીજા દિવસે પાઉલે ઈ માણસો હારે જયને પોતે શુદ્ધ કરયો, તઈ ઈ મંદિરમાં ગયો, અને ન્યા કય દીધુ કે શુદ્ધ થાવાના દિવસે, એટલે એનામાંથી દરેક હાટુ બલિદાન સડાવવા હુધી દિવસ ક્યારેય પુરો થાહે નય. મંદિરમાં પાઉલની ધરપકડ 27 જઈ ઈ હાત દિવસ પુરા થાવાના હતાં, તો આસિયા પરદેશના યહુદી લોકોએ પાઉલને મંદિરમાં જોયને, ટોળાના બધાય લોકોને સડાવિયા, અને તેઓ રાડુ નાખી નાખીને પાઉલને પકડી લીધો. 28 “હે ઈઝરાયલ દેશના લોકો, મદદ કરો, આ ઈજ માણસ છે, જે લોકોને, નિયમને, અને આ જગ્યાની વિરોધ બધાય લોકોને શીખવાડે છે, ન્યા લગી કે બિનયહુદી લોકોને પણ મંદિરમાં લયને એણે પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.” 29 (તેઓએ એવુ કીધું કે, કેમ કે પેલા એફેસી શહેરમાં રેનારા ત્રોફીમસને જે બિનયહુદી હતો, પાઉલની હારે શહેરમાં જોયો હતો. અને હમજ્યાં હતાં કે પાઉલ એને મંદિરમાં લીયાવ્યો છે.) 30 આખા શહેરમાં ખળભળી મચી ગય, અને લોકો હડી કાઢીને ભેગા થયા, અને પાઉલને પકડીને મંદિરની બારે ઢહડીને લીયાવ્યા, અને તરત દરવાજો બંધ કરવામા આવ્યો. 31 જઈ ઈ એને મારી નાખવા માગતા હતાં, તો સિપાય દળના સરદારને સંદેશો પૂગ્યો કે બોવ બધાય લોકો યરુશાલેમ શહેરમાં હુલ્લડ મસાવી રયા છે. 32 તઈ ઈ તરત સિપાયના દળને અને હો સિપાયોના અધિકારીને લયને એની પાહે હડી કાઢી, અને લોકોની ગડદીમાં સિપાય દળના સરદારને અને સિપાયોને જોયને પાઉલને મારવા કુટવાનું મુકી દીધું. 33 તઈ સિપાય દળના સરદારે પાઉલની પાહે આવીને એને પકડી લીધો, અને બે હાકળૂથી બાંધવાની આજ્ઞા દઈને પૂછવા લાગ્યો કે, “ઈ કોણ છે અને એણે શું કરયુ છે?” 34 પણ ટોળામાં કોક કાક રાડુ નાખતા રયા, અને હુલ્લડના લીધે ઈ હાસુ જાણી હકયો નય, તો એને કિલ્લામાં લય જવાની આજ્ઞા દીધી. 35 જઈ ઈ પગથીયા ઉપર પૂગ્યો, તો એવુ થયુ કે દબાયને મરેલા સિપાયોને ઉપાડીને લય જાવા પડયા. 36 કેમ કે, લોકોની ગડદી આવી રાડુ નાખીને એની વાહે પડી હતી કે, “એને મારી નાખો.” 37 જઈ ઈ પાઉલને કિલ્લામાં ઉપર લય જાતા હતાં, તો એણે સિપાય દળના સરદાર કીધું કે, “શું હું તારી હારે કાય વાત કરી હકુ છું?” એણે કીધું કે, “શું તુ ગ્રીક ભાષા જાણ છો? 38 શું તુ મિસર દેશનો નથી, જે ઈ દિવસો પેલા સરકારની હામે બળવો કરીને સ્યાર હજાર હથિયાર બંધ બળવાખોરોને વગડામાં લય ગયો હતો?” 39 પાઉલે કીધું કે, “નય, હું એક યહુદી છું, કિલીકિયા પરદેશના તાર્સસ શહેરનો રેવાસી છું, હું એક મુખ્ય નાગરિક છું, અને હું તને વિનવણી કરું છું કે, મને લોકોની હારે વાત કરવા દે.” 40 જઈ એણે હુકમ આપ્યો, તઈ પાઉલે પગથીયા ઉપર ઉભા થયને હાથથી, લોકોને સૂપ રેવાનો ઈશારો કરયો, જઈ ઈ સૂપ થય ગયા, તો ઈ હિબ્રૂ ભાષામાં બોલવા મંડ્યો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation