Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -


પ્રેરિતોનાં કૃત્યો 2 - કોલી નવો કરાર


પવિત્ર આત્માનું આવવું

1 યહુદી લોકોના પસાસમાના તેવારના દિવસે, તેઓ બધાય એક જગ્યાએ ભેગા થયા હતા.

2 તઈ અસાનક સ્વર્ગમાંથી ભારે તોફાનની જેમ સનસનાટ નો અવાજ આવ્યો, અને જ્યાં તેઓ બેઠા હતાં ઈ બધાય ઘર ગાજવા મંડા.

3 તઈ તેઓની હામે એવી આગ પરગટ થય, જે એક જીભ જેવું હતુ, જે નોખી થયને એમાંના દરેક માણસ ઉપર રોકાય ગય.

4 તઈ ઈ બધાય પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને જે વરદાન પવિત્ર આત્માએ દીધા, એની પરમાણે અલગ અલગ ભાષામાં બોલવા મંડયા.

5 ઈ વખતે આભ નીસેના બધાય યહુદી લોકો તેવાર મનાવવા હાટુ યરુશાલેમ શહેરમાં રોકાણા હતા.

6 તઈ આ તોફાનની જેમ અવાજ આવ્યો, તો લોકોના ટોળા ભેગા થય ગયા અને ઈ બધાય બીય ગયા, કેમ કે દરેક માણસ પોત પોતાની ભાષામાં બોલતા હાંભળતા હતા.

7 અને ઈ બધાય સોકી ગયા અને એકબીજાને કેવા લાગ્યા, આ જે બધાય બોલે છે ઈ બધાય ગાલીલ પરદેશમા રેનારા છે.

8 તો કેમ તેઓને આપડે આપડી પોત પોતાની માતૃભાષામાં બોલતાં હાંભળી છયી.

9 આપડામાંથી થોડાક લોકો પાર્થી પરદેશથી છે, માદીઓ, એલામી લોકો, મેસોપોટેમિયાના, યહુદીયા જિલ્લાના, કપાદોકિયાના, પોન્તસના અને આસિયા પરદેશના

10 આપડામાના કેટલાક ફ્રુગિયાના અને પમ્ફૂલીયા પરદેશના, અને બીજા મિસર દેશના અને કુરેની શહેરની નજીકના લીબિયા દેશના. હજી આપડામાના બીજા જેઓ રોમન શહેરથી યરુશાલેમ શહેર આવનારા બધાય યહુદી પ્રવાસી,

11 જેઓ મુળ યહુદી અને આપડામાના કેટલાક બિનયહુદી એટલે કે, જેઓએ યહુદી લોકોના નિયમને અપનાવી લીધો, ક્રીત ટાપુના લોકો અને અરબ દેશના હોતન છે, પણ પોત પોતાની ભાષામાં એનાથી પરમેશ્વરનાં સમત્કારોની સરસા હાંભળી છયી.

12 અને ઈ બધાય સોકી ગયા અને બીયને એકબીજાને કેવા લાગ્યા કે, આ શું થાય છે?

13 પણ થોડાક બીજા લોકો ઠેકડી કરીને કેવા લાગ્યા કે, તેઓ મધડો દારૂ પીયને નશામાં છે.


પિતરનો સંદેશો

14 તઈ પિતર ઈ અગ્યાર ચેલાની હારે ઉભો રયો અને જોરથી રાડ નાખીને કેવા મંડયો; હે યહુદીયા પરદેશ અને યરુશાલેમના શહેરના રેનારા લોકો, આ જાણી લ્યો અને ધ્યાન રાખીને મારી વાત હાંભળી લ્યો.

15 જેવું તમે તમારા મનમા હમજો છો, આ નશામાં નથી, કેમ કે હજી તો હવારના નવ વાગ્યા છે.

16 પણ આ તો ઈ જ વાત છે, જે યોએલ આગમભાખીયાના દ્વારા શાસ્ત્રમાં પરમેશ્વરે કીધી હતી.

17 પરમેશ્વર કેય છે કે, “અંતના દીવસમાં એવુ થાહે કે, હું મારી આત્મા બધાય માણસોની ઉપર રેડી દેય; અને તમારા દીકરા અને તમારી દીકરીઓ આગમવાણી કરશે, જુવાનીયાઓને દર્શન થાહે, અને તમારા ગવઢા લોકોને સપના આયશે.”

18 ઈ દિવસોમાં હું મારા ચાકર અને ચાકરડીને મારી આત્મા આપય અને ઈ આગમવાણી કરશે.

19 અને હું આભમાંથી અદભુત પરાક્રમ અને નીસે ધરતી ઉપર સમત્કારો અને લોહી અને આગ અને ધુવાડાના વાદળા દેખાડય.

20 પરભુનો દિવસ આવે ઈ પેલા સૂરજ કાળો પડી જાહે અને સાંદો લોહીનો થય જાહે, ઈ દિવસ મહાન અને અદભુત દિવસ હશે.

21 અને જે કોય પરભુનું નામ લેહે, ઈ જ તારણ પામશે.

22 હે ઈઝરાયલ દેશના લોકો આ વાત હાંભળી લ્યો, નાઝરેથ ગામનો ઈસુ એક એવો માણસ હતો, પરમેશ્વર દ્વારા તમારી હામે સાબિત કરવામા આવ્યો હતો, એના સામર્થથી અદભુત કામો અને સમત્કારી નિસાની જે પરમેશ્વરે તમારી વસ્સે એની દ્વારા કરયા. જે તમે પોતે જ જાણો છો કે ઈ હાસુ છે.

23 ઈ જ ઈસુ જે પરમેશ્વર દ્વારા બનાવેલી યોજના અને પેલાના જ્ઞાનના પરમાણે એને તમારા હાથમાં હોપવામાં આવ્યો. તમે એને ખરાબ લોકોની મદદથી ખીલા ઠોકીને વધસ્થંભે સડાવીને મારી નાખ્યો.

24 તોય પરમેશ્વરે એને મોત પછી પાછો જીવતો કરી દીધો. એને એણે મોતની તાકાતથી છુટ્ટો કરયો, કેમ કે, તેઓ ઈસુને મોતની હાટુ પોતાના કાબુમાં રાખી હકતા નથી.

25 કેમ કે દાઉદ રાજા ઈસુની વિષે કેતો હતો, કે, હું પરભુને સદાય મારી હામે જોતો રયો, કેમ કે ઈ મારા જમણી બાજુ છે, જેથી હું ઈ લોકોથી નો બીવ જે મારું નુકશાન કરવા માગે છે.

26 આની લીધે જ હું આનંદથી ભરપૂર થય ગયો છું, અને હું રાજી થયને પરભુની સ્તુતિ કરું છું, અને મારું દેહ પણ આશામાં બનેલું રય છે.

27 કેમ કે, તુ મને અધોલોકમાં પડેલો નય રેવા દેય, અને પોતાના પવિત્ર માણસના દેહને નય હડવા દેય.

28 તે મને જીવનનો મારગ દેખાડયો છે, તારી હાજરીમાં તું મને આનંદથી ભરી દેય .

29 “હે ભાઈઓ, હું આપડા બાપદાદા દાઉદના વિષે તમને ખુલી રીતે કવ છું કે, ઈ મરી ગયો છે અને એના દેહને કબરમાં પણ રાખવામાં આવ્યો છે, ઈ કબર હજી લગી ન્યાં જ છે.

30 ઈ આગમભાખીયો હતો, અને ઈ જાણતો હતો કે પરમેશ્વરે એને હમ ખાયને વાયદો કરયો, હું તારી પેઢીમાંથી એક માણસને તારી રાજગાદી ઉપર બેહાડય.

31 દાઉદે જોયું કે, ભવિષ્યમાં પરમેશ્વર શું કરવા જય રયો છે, અને ઈ હાટુ એણે જઈ મસીહને મરેલામાંથી જીવતા થાવાના વિષે વાત કરી કે, એને અધોલોકના જગતમાં પડયો રેવા દીધો નય; એનો દેહ હડી ગયો નય.

32 ઈ ઈસુને પરમેશ્વરે મરેલામાંથી જીવાડીયો, એના અમે બધાય સાક્ષી છયી.

33 હવે ઈ સ્વર્ગમા પરમેશ્વરનાં જમણા હાથે માનની જગ્યાએ બેઠેલો છે. અને બાપે જેવો ઈસુને વાયદો કરયો હતો, એને પવિત્ર આત્મા દીધો અને એણે પવિત્ર આત્મા આપણને દીધો છે, જેમ કે, આજે તમે જોવો અને હાંભળો છો.

34 કેમ કે, દાઉદ તો સ્વર્ગમા નથી સડયો, પણ ઈ પોતે કેય છે કે, પરભુ પરમેશ્વરે મારા પરભુને કીધું મારી જમણી બાજુ બેહો,

35 જ્યાં હુધી હું તારા વેરીઓને તારા હાથોમાં નો કરી દવ.

36 ઈ હાટુ ઈઝરાયલ દેશના બધાય લોકો પાકું જાણી લ્યો કે, પરમેશ્વરે ઈ ઈસુને, જેને તમે વધસ્થંભ ઉપર મારી નાખ્યો, પરભુ અને મસીહ પણ ઠેરાવ્યો.”

37 તઈ બધાય લોકો ઈ હાંભળીને બોવ દુખી થયા, અને તેઓ પિતર અને બીજા ગમાડેલા ચેલાઓને પૂછવા લાગયા કે, “હે વિશ્વાસી ભાઈઓ, અમે શું કરી?”

38 પિતરે તેઓને કીધું કે, “પાપ કરવાનું બધ કરો અને દરેક માણસ પોત પોતાના પાપોનો પસ્તાવો કરી ઈસુ મસીહના નામથી માફી માગીને જળદીક્ષા લેય તો પવિત્ર આત્માથી વરદાન પામશો.

39 કેમ કે, ઈ વાયદા તમારા હાટુ અને તમારા પરિવાર અને ઈ બીજા બધાય લોકોની હાટુ પણ છે, જેને પરભુ આપડો પરમેશ્વર પોતાની પાહે બોલાવશે.”

40 પિતરે ઘણીય વાતોના દ્વારા સાક્ષી દયને અને આ કેતા એને વિનવણી કરી કે તમે પોતાની જાતને આ ખરાબ લોકોથી બસાવો.

41 જે કાય પિતરે કીધું, એના ઉપર જેણે વિશ્વાસ કરયો તેઓએ જળદીક્ષા લીધી, ઈ જ દિવસે વિશ્વાસી ટોળામાં લગભગ ત્રણ હજાર માણસો જોડાય ગયા.

42 અને તેઓ ગમાડેલા ચેલાઓ શિક્ષણ મેળવવામાં અને પરભુ ભોજનમાં અને પ્રાર્થના કરવામા લાગેલા રયા.


વિશ્વાસ કરનારાઓનું જીવન

43 ગમાડેલા ચેલાઓ દ્વારા ઘણાય બધા અદભુત કામો અને સમત્કાર પરગટ થાતા હતા, એનાથી બધાય લોકોમા બીક ઘરી ગયતી.

44 બધાય વિશ્વાસ કરનારા લોકો હળી મળીને રેતાતા અને એની બધીય વસ્તુ ઉપર બધાયનો એક હરખો અધિકાર હતો.

45 અને ઈ પોત પોતાની મિલકત અને સામાન વેસીને જેને જરૂર પડતી હતી, એને દય દેતા હતા.

46 ઈ દરોજ એક મનના થયને મંદિરમાં ભેગા થતા હતાં, અને ઘરે ઘરે પરભુ ભોજન લેતા અને ઉદાર મનથી રાજી થયને હારે હળી મળીને ખાતા.

47 તેઓ પરમેશ્વરની સ્તુતિ કરતાં હતાં અને દરોજ બોવ જાજા લોકો ઈસુ ઉપર વિશ્વાસ કરતાં હતાં અને પાછુ વિશ્વાસીઓના જૂથનો ભાગ બની રયાં હતાં.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan