Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -


પ્રેરિતોનાં કૃત્યો 18 - કોલી નવો કરાર


કરિંથ શહેરમાં પાઉલ

1 આ પછી પાઉલ આથેન્સ શહેરને મુકીને કરિંથી શહેરમાં આવ્યો.

2 ન્યા એને આકુલા નામનો એક યહુદી માણસ મળયો, જેનો જનમ પુન્તુસ પરદેશમા થયો હતો, ઈ પોતાની બાયડી પ્રિસ્કીલાની હારે ઈટાલી દેશમાંથી આવ્યો હતો, કેમ કે, કલોડિયસ રાજાએ બધાય યહુદી લોકોને રોમ રાજ્યમાંથી કાઢી નાખવાની આજ્ઞા આપી હતી, ઈ આજ્ઞાને કારણે ઈ કરિંથ શહેરમાં આવ્યા.

3 અને પાઉલ એની હારે મળી ગયો, કેમ કે ઈ એની જેવો જ પડાવ બનાવનારો હતો. ઈ હાટુ ઈ એની હારે રયને કામ કરવા લાગ્યો.

4 પાઉલ દરેક વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં વાદ-વિવાદ કરીને યહુદી અને બિનયહુદીઓને ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાનું હમજાવતો હતો.

5 જઈ સિલાસ અને તિમોથી મકદોનિયા પરદેસમાંથી આવ્યા, તો એણે પડાવ બનાવવાનું બંધ કરી દીધુ, અને પાઉલ વચન હંભળાવાની ધૂનમાં યહુદી લોકોની સાક્ષી દેવા મંડ્યો કે, ઈસુ જ મસીહ છે.

6 પણ જઈ યહુદી લોકો પાઉલનો વિરોધ અને એની નિન્દા કરવા લાગ્યા, તો એણે પોતાના લુગડા ધૂડમાં જાટકીને એને કીધું કે, “પરમેશ્વરનાં સંદેશાને ગ્રહણ નો કરવાને લીધે તમે પોતે જ ઈ દંડને હાટુ જવાબદાર છો, જે તમને પરમેશ્વર તરફથી મળશે, પણ હું તો હત્યા કરનારો અપરાધી છું અને હવે હું જયને બિનયહુદી લોકોની વચમાં પરમેશ્વરનાં સંદેશનો પરસાર કરય.”

7 ન્યાંથી નીકળીને ઈ તિતસ યુસ્તસના નામે એક પરમેશ્વરનાં ભગતના ઘરમાં શીખવાડવા હાટુ આવ્યો, જે બીજી જાતિના હતાં, અને જેનું ઘર યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાની પાહે હતું.

8 તઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર ક્રિસ્પસેતે પોતાના બધાય પરિવારની હારે ઈસુ ઉપર વિશ્વાસ કરયો, અને ઘણાયે કરિંથી શહેરમાં રેનારા લોકોને પણ હાંભળીને પરભુ ઉપર વિશ્વાસ કરયો અને જળદીક્ષા લીધી.

9 પરભુએ એક રાતે દર્શન દ્વારા પાઉલને કીધું કે, “બીતો નય, પણ વચનનો પરસાર કરતો જાય, અને મૂગો નો રેય.

10 કેમ કે હું તારી હારે છું, અને કોય તારી ઉપર સડીને નુકશાન નય કરે, કેમ કે આ શહેરમાં ધણાય લોકો છે, જે તારા ઉપર વિશ્વાસ કરશે.”

11 ઈ હાટુ પાઉલ ઈ લોકોમા પરમેશ્વરનું વચન શીખવાડતા દોઢ વરહ હુધી રયો.

12 જઈ ગાલિયો અખાયા પરદેશમા અધિકારી હતો, તો યહુદી લોકો એક એક કરીને પાઉલની ઉપર સડી બેઠા, અને એને ન્યાયાસન આગળ લીયાવીને કેવા લાગ્યા.

13 “આ લોકોને હંમજાવેશે કે, પરમેશ્વરની ભજન આવી રીતે નો કરે, જે નિયમની હામે છે.”

14 જઈ પાઉલ બોલવાનો હતો, તો ગાલિયોએ યહુદી લોકોને કીધું કે, “હે યહુદી લોકો, જો આ કય અન્યાય કે અપરાધની વાત હોત, તો હારું હોત કે હું તમારુ હાંભળતો.

15 પણ જો આ વાદ-વિવાદ શબ્દો, અને નામો, અને તમારા નિયમના વિષે છે, તો તમે જ જાણો, કેમ કે હું આવી વાતો ઉપર ન્યાય નથી કરવા માંગતો.”

16 અને ગાલિયોએ આજ્ઞા દીધી કે, ઈ તેઓને ન્યાયાસનમાંથી બારે કાઢી મુકે.

17 તઈ બધાય લોકોએ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર મારયો, પણ ગાલિયોએ આ વાત ઉપર કોય પણ ઉપાદી નો કરી.


અંત્યોખમાં પાઉલનું પાછુ ફરવું

18 પાઉલ ઘણાય દિ લગી કરિંથ શહેરમાં રયો. પછી વિશ્વાસી લોકોથી રજા લીઈને વહાણમાં બેહીને સિરિયા પરદેશમા વયો ગયો. પ્રિસ્કીલા અને આકુલા પણ એની હારે હતાં, અને સિરિયા જાવાની પેલા કેંખ્રિયામાં શહેરમાં પાઉલે પોતાનો ટકો કરાવી લીધો. કેમ કે, એણે માનતા માની હતી.

19 જઈ ઈ એફેસસ શહેરમાં પુગ્યો, તો પાઉલે પ્રિસ્કીલા અને આકુલાને ન્યા મુકી દીધા, જઈ પાઉલ ન્યા હતો તઈ ઈ પોતે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં યહુદીઓ હારે વાદ-વિવાદ કરવા મંડયો.

20 જઈ લોકોએ એને વિનવણી કરી કે, “અમારી હારે થોડાક દિ રોકા,” તો એણે ના પાડી દીધી.

21 પણ આ કયને ઈ વયો ગયો, “જો પરમેશ્વરની ઈચ્છા હોય તો હું પાછો તમારી પાહે આવય.” તઈ ઈ એફેસસ શહેરમાં વહાણમાં બેહીને વયો ગયો.

22 અને કાઈસારિયા શહેરમાં ઉતરીને યરુશાલેમ શહેરમાં ગયો, અને મંડળીના લોકોને મળીને અંત્યોખ શહેરમાં આવ્યો.


પાઉલની ત્રરીજી પરચાર યાત્રા

23 પછી થોડાક દિવસ રયને ઈ એલેકઝાંન્ડ્રિયા શહેરમાંથી વયો ગયો, અને એક બાજુ ગલાતિયા અને ફ્રુગિયામાં પરદેશોમાંથી થાતા બધાય વિશ્વાસી લોકોને વિશ્વાસમા મજબુત કરતો ગયો.


એફેસસ શેહેરમાં આપોલસ

24 ઈ વખતે આપોલસ નામનો એક યહુદી માણસ હતો, જેનો જનમ એલેકઝાંન્ડ્રિયા શહેરમાં થયો હતો, જે વિધવાન માણસ હતો અને શાસ્ત્રની આજ્ઞા રાખનારો હતો, ઈ એફેસસ શહેરમાં આવ્યો હતો.

25 એણે પરભુના મારગની શિક્ષણ મેળવેલી હતી, અને મન લગાડીને ઈસુના વિષયમાં ઠીક-ઠીક હંભળાવતો અને શિખવાડતો હતો. પણ ઈ ખાલી યોહાનની જળદીક્ષાની વાતને જાણતો હતો.

26 ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં બીયા વગર બોલવા મંડયો. જઈ પ્રિસ્કીલા અને આકુલા એની વાતો હાંભળી તઈ એને પોતાના ઘરે લય ગયા, અને પરમેશ્વરનો મારગ એને વધારે હારી રીતે બતાવ્યો.

27 જઈ આપોલસે નક્કી કરયુ કે ઈ દરિયામાંથી થયને આગળ અખાયા પરદેશમા જાહે, તો વિશ્વાસી લોકોએ હિમંત આપીને જાવા દીધા, અને અખાયા પરદેશમા વિશ્વાસી લોકોને લખ્યું કે, ઈ આપોલસને ગ્રહણ કરે, અને એણે ન્યા પૂગીને ઈ લોકોને વિશ્વાસ વધારવામાં મોટી મદદ કરી, જેઓએ કૃપાના કારણે વિશ્વાસ કરયો હતો.

28 આપોલસે શાસ્ત્રથી સાબિત કરીને બતાવ્યું કે ઈસુ જ મસીહ છે, અને જે યહુદી લોકો એનાથી વાદ-વિવાદ કરતાં હતાં, એને વચનથી કય કયને બધાયની હામે એની વાતોનો વિરોધ કરતો ગયો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan