પ્રેરિતોનાં કૃત્યો 16 - કોલી નવો કરારપાઉલે તિમોથીને હારે લીધો 1 પછી પાઉલ અને સિલાસ દેર્બે અને લુસ્ત્રા શહેરમાં પણ ગયા, અને ન્યા તિમોથી નામનો એક ચેલો હતો, એની મા યહુદી વિશ્વાસી હતી, પણ એનો બાપ બિનયહુદી ગ્રીક દેશનો રેવાસી હતો. 2 લુસ્ત્રા અને ઈકોનીયા શહેરના વિશ્વાસી લોકોમા એની આબરૂ હતી. 3 પાઉલની ઈચ્છા હતી કે ઈ એની હારે જાય, અને જે બિનયહુદી લોકો ઈ જગ્યામાં રેતા હતા એને લીધે એણે એની સુનન્ત કરી, કેમ કે, ઈ બધુય જાણતા હતા કે, તિમોથીનો બાપ ગ્રીક દેશનો રેવાસી હતો. 4 પાઉલ અને એના સાથી શહેર-શહેર જાતા હતા ઈ નિયમોને, જે યરુશાલેમ શહેરમાં ગમાડેલા ચેલાઓ અને વડવાઓએ ઠરાવ્યા હતાં, એનુ પાલન કરવા હાટુ, વિશ્વાસી લોકોને પુગાડવામાં આવતાં હતા. 5 આ રીતે મંડળીના લોકો વિશ્વાસમા મજબુત થાતા ગયા અને સંખ્યામાં હરેક દિવસે વધવા લાગ્યા. ત્રોઆસ શહેરમાં પાઉલને સંદર્શન 6 પાઉલ અને એના સાથીઓ ફ્રુગિયા અને ગલાતિયાના પરદેશોમા થયને ગયા, કેમ કે પવિત્ર આત્માએ એને આસિયા પરદેશમા વચન હભળાવવાની ના પાડી હતી. 7 અને મુસિયા પરદેશની પાહે પૂગીને, બિથુનિયા પરદેશમા જાવાની કોશિશ કરી કે, પણ ઈસુના આત્માએ એને જાવા નો દીધો. 8 ઈ હાટુ તેઓ મુસિયા પરદેશમાંથી થયને બંદરવાળા ત્રોઆસ શહેરમાં આવ્યા. 9 ન્યા પાઉલે રાતે એક દર્શન જોયું કે, મક્દોનિયા પરદેશમા રેનારો એક માણસ ઉભો રયને એને વિનવણી કરી રયો છે, “દરિયાની ઓલે પાર ઉતરીને મકદોનિયા પરદેશમા આવ, અને અમારી મદદ કર.” 10 એને આ દર્શન જોયને તરત મકદોનિયા પરદેશમા જાવાની તૈયારી કરી કે, આ હમજીને કે પરમેશ્વરે આપણને ઈ લોકોને હારા હમાસાર હંભળાવવા હાટુ બરકા છે. ફિલિપી શહેરમાં લુદીયાના મનનું બદલાવ 11 ઈ હાટુ ત્રોઆસ શહેરમાંથી વહાણ દ્વારા અમે સીધા સામોથ્રાકી ટાપુ લગી ગયા, અને બીજા દિવસે નિઆપોલીસ શહેરમાં આવ્યા. 12 ન્યાથી અમે ફિલિપ્પી શહેરમાં પુગીયા, જે મકદોનિયા પરદેશનું મુખ્ય શહેર અને રોમનોએ વસાવેલું છે, અને અમે ઈ શહેરમાં થોડાક દિવસ પુરતા રયા. 13 વિશ્રામવારના દિવસે તેઓ શહેરના દરવાજાની બારે નદી કાઠે આ હમજીને ગયા કે ન્યા યહુદી લોકોની પ્રાર્થના કરવાની જગ્યા હશે, અને ન્યાં બેહીને ભેગી થયેલી બાયુ હારે વાતુ કરશું. 14 લુદીયા નામની થુઆતૈરા શહેરના બોવ મોધા લુગડા વેસનારી અને પરમેશ્વરનુ ભજન કરનારી બાય હતી, પરભુએ એનુ મન ખોલ્યું કે પાઉલની વાતો ઉપર ધ્યાન લગાડે. 15 જઈ એને પોતાના બધાય પરિવારની હારે જળદીક્ષા લીધી. તો એણે આપને વિનવણી કરી કે, “જો તમે મને પરભુ ઉપર વિશ્વાસ કરનારી હમજો છો, તો આવીને મારા ઘરમાં રયો,” અને ઈ અમને મનાવીને લય ગય. પાઉલ અને સિલાસ જેલખાનામાં 16 જઈ અમે પ્રાર્થના કરવાની જગ્યાએ જય રયા હતાં, તો અમને એક નોકરાણી મળી જેમાં એક એવી મેલી આત્મા હતી કે, જેની મદદથી ઈ લોકોનું ભવિષ્ય બતાવતી હતી, અને ઈ પોતાના શેઠ હાટુ બોવ કમાણી કરી દેતી હતી. 17 ઈ પાઉલની અને આપડી વાહે આવીને રાડુ નાખવા મંડી કે, “આ માણસ પરમપ્રધાન પરમેશ્વરનો સેવક છે, જે તમને તારણનો મારગ બતાયશે.” 18 ઈ ઘણાય દિવસ હુધી આવુ જ કરતી રય. પણ પાઉલે અકળાયને અને પાછુ વળીને મેલી આત્માને કીધું કે, “હું તને ઈસુ મસીહના નામે આજ્ઞા આપું છું કે, એમાંથી નીકળી જા.” અને ઈ તરત છોકરીમાંથી નીકળી ગય. 19 જઈ એના શેઠે જોયું કે, આપડી લાભની આશા વય ગય છે, તો પાઉલ અને સિલાસને પકડીને શહેરના સોકમાં અધિકારીઓની પાહે ખેસીને લય ગયા. 20 અને એને સિપાયોના અમલદારોની પાહે લય ગયા અને કીધું કે, “આ લોકો જે યહુદી છે, આપડા શહેરમાં બોવ ઉથલ-પાથલ મસાવે છે. 21 અને એવી રીતું બતાવે છે, કે, જેને અપનાવવું કે પાલન કરવુ આપડે રોમી નાગરીકો હાટુ હારું નથી.” 22 તઈ ટોળાના લોકો પાઉલ અને સિલાસના વિરોધી થયને હામે આવ્યા, અને અમલદારોએ એનાં લુગડાને ફાડી નાખ્યા, અને એને ફટકા મારવાની આજ્ઞા આપી. 23 બોવ ફટકા મારીને તેઓને એણે જેલખાનામાં નાખી દીધા, અને જેલખાનામાં સોકીદારોને આજ્ઞા આપી કે, એની હારી રીતે રખેવાળી કરે. 24 એણે એવી આજ્ઞા પાળી એને અંદરની ઓયડીમાં રાખ્યો, અને એના પગમાં મોટી લાકડીઓથી બાધી દીધી. પાઉલ અને સિલાસનું જેલખાનામાંથી છુટવું 25 લગભગ અડધી રાતે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરીને પરમેશ્વરનાં ભજન ગાય રયા હતાં, અને અપરાધીઓ ઈ હાંભળી રયા હતા. 26 એટલામાં અસાનક એક મોટો ભૂકંપ આવ્યો, જેનાથી જેલખાનાના પાયા હલી ગયા, અને તરત બધાય કમાડ ખુલી ગયા, અને બધાય અપરાધીઓ જેલમાંથી છૂટી ગયા. 27 જેલખાનાનો સોકીદાર જાગી ગયો, અને જેલખાનાના કમાડ ખુલા જોયને આ હમજ્યો કે અપરાધી ભાગી ગયા છે, ઈ હાટુ એણે તલવાર ખેસીને પોતાની જાતને મારી નાખવાની કોશિશ કરી. 28 પણ પાઉલે જોરથી રાડ નાખીને કીધું કે, “તુ પોતાની જાતને કેમ નુકશાન પુગાડ છો? કેમ કે, અમે આયા છયી.” 29 તઈ ઈ દીવો મગાવીને અંદર ધોડયો, અને બીકથી ધ્રૂજતો પાઉલ અને સિલાસની આગળ પગમાં પડી ગયો. 30 અને એને બારે લીયાવીને કીધું કે, “હે ભલા માણસો, તારણ પામવા હાટુ શું કરું?” 31 તેઓએ કીધું કે, “પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કર, તો તુ અને તારા પરિવારના લોકો તારણ પામશો.” 32 અને તેઓએ એને અને એના બધાય પરિવારના લોકોને પરભુના વચન હંભળાવ્યા 33 રાતે ઈ જ વખતે એણે એને લય જયને એના ઘા ધોયા, અને એણે પોતાના પરિવારના બધાય લોકોની હારે તરત જળદીક્ષા લીધી. 34 તઈ એણે એને પોતાના ઘરે લય જયને ભોજન ખવડાવ્યુ, અને પોતાના પુરા પરિવારની હારે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, અને બોવ રાજી થયા. 35 બીજે દિવસે હવારમાં અમલદારોએ સિપાયની હારે જેલખાનાના સોકીદારને કેવડાવ્યુ કે, ઈ માણસોને છોડી દયો. 36 જેલખાના સોકીદારોએ ઈ વાત પાઉલને કીધી કે, “અમલદારે તમને છોડી દેવાની આજ્ઞા આપી છે, ઈ હાટુ હવે નીકળીને શાંતિથી વયા જાવો.” 37 પણ પાઉલે એને કીધું કે, “અમે રોમન દેશના રેનારા છયી, અમને અપરાધી ઠરાવિયા વગર તેઓએ લોકોની હામે અમને મારયા, અને જેલખાનામાં નાખી દીધા, અને હવે અમને સાનામાના જાવા દયો છો, આવી રીતે સાનામાના અમે નય જાયી, પણ ઈ પોતે આવીને બારે લય જાય.” 38 સિપાયોએ આ વાત અમલદારોને કીધી અને ઈ આ હાંભળીને કે, પાઉલ અને સિલાસ રોમન નાગરીકો છે, તઈ તેઓ બીય ગયા. 39 અને જયને એની પાહે માફી માંગી, અને બારે લય જયને વિનવણી કરી કે, શહેરની બારે વયા જાવ. 40 પાઉલ અને સિલાસ જેલખાનામાંથી નીકળીને લુદીયાના ઘરે ગયા, અને વિશ્વાસી લોકોને મળીને દિલાસો આપ્યો અને ન્યાંથી વયા ગયા. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation