Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -


પ્રેરિતોનાં કૃત્યો 10 - કોલી નવો કરાર


કર્નેલ્યસના દ્વારા પિતરને બોલાવવો

1 કાઈસારિયા શહેરમાં કર્નેલ્યસ નામનો એક માણસ રેતો હતો, જે ઈટાલીયન નામની ટુકડીના હો સિપાયનો અધિકારી હતો.

2 ઈ અને એનો આખો પરિવાર પરમેશ્વરની ભગતી કરતાં હતાં અને પરમેશ્વરથી બીયને હાલતા હતાં, અને ઈ ગરીબ યહુદીઓને બોવ દાન દેતો હતો, અને સદાય પરમેશ્વરની પ્રાર્થના કરતો હતો.

3 એક વખત બપોરના લગભગ ત્રણ વાગે, એણે એક દર્શનમાં સોખે સોખું જોયું કે, પરમેશ્વરનાં એક સ્વર્ગદુતે એની પાહે આવીને કીધું કે, “કર્નેલ્યસ,”

4 તઈ એણે સ્વર્ગદુતને જોયને બીયને કીધું કે, “સાહેબ શું છે?” સ્વર્ગદૂતે એને કીધું કે, “તારી પ્રાર્થના અને તારું દાન પરમેશ્વરની આગળ યાદગીરી હાટુ પુગ્યું છે.

5 અને હવે જોપ્પા શહેરમાં, માણસોને મોકલીને સિમોન જે પિતર કેવાય છે, એને બોલાય.

6 ઈ સિમોન સમારના ઘરે રેતો હતો, જેનું ઘર દરિયા કાઠે છે.”

7 જઈ ઈ સ્વર્ગદુત જેણે એની હારે વાત કરી હતી ઈ વયો ગયો, તો એના બે ચાકરો જે એની પાહે સદાય હાજર રેતા હતાં, અને એક સિપાય જે પરમેશ્વરની ભગતી કરનારો અને ખાસ ચાકર હતો તેઓને બોલાવ્યા.

8 અને તેઓને બધીય વાતો ક્યને જોપ્પા શહેરમાં પિતરને બોલાવવા હાટુ મોકલ્યો.


પિતરને સંદર્શન

9 બીજે દિવસે લગભગ બપોરના વખતે જઈ તેઓ ત્રણ માણસો હાલતા હાલતા શહેરની પાહે પુગ્યા. ઈ વખતે પિતર પ્રાર્થના કરવા હાટુ ધાબા ઉપર સડયો, જે ઘરમાં ઈ રેતો હતો.

10 તઈ એને ભૂખ લાગી અને કાક ખાવા માગતો હતો, પણ જઈ તેઓ ખાવાની તૈયારી કરતાં હતાં, તો પિતરને સંદર્શન થયુ.

11 અને જોયું કે, આભ ખુલી ગયુ, અને એક મોટી સાદર જેવી એક વસ્તુ નીસે ઉતારી રય છે. એને સ્યારેય છેડાથી પકડીને ધરતી ઉપર ઉતારવામાં આવી રયું છે.

12 જેમાં ધરતી ઉપરનાં બધાય પરકારના સ્યાર પગવાળા અને પેટે હાલનારા જનાવરો અને આભમાં ઉડનારા પંખીઓ હતા.

13 અને એક એવી વાણી હંભળાણી કે, “હે પિતર ઉભો થા, અને એને મારીને ખા.”

14 પણ પિતરે કીધું કે, “નય પરભુ નય, હું નય ખાવ; કેમ કે, કોય પણ અશુદ્ધ વસ્તુ મે કોય દિવસ ખાધી નથી.”

15 પછી બીજીવાર એણે વાણી હાંભળી, “જે કાય પરમેશ્વરે શુદ્ધ ઠરાવ્યું છે, એને તુ અશુદ્ધ કેમા.”

16 ત્રણ વખત આવું જ થયુ, તઈ તરત ઈ સાદરને આભમાં પાછી ખેસી લેવામાં આવી.

17 જઈ પિતર પોતાના મનમા વિસાર કરી રયો હતો કે, આ સંદર્શન જે મે જોયું છે; શું હશે? તઈ ઈ માણસ જેને કર્નેલ્યસે મોકલ્યા હતાં એને સિમોનના ઘરનું રેઠાણ પુછતા કમાડ આગળ ઉભા રય ગયા.

18 અને હાંક મારીને કેવા લાગ્યા કે, “સિમોન જે પિતર કેવાય છે, શું ઈ આયા રોકાણો છે?”

19 પિતર ઈ દર્શનની ઉપર વિસાર કરી રયો હતો કે, પવિત્ર આત્માએ એને કીધું કે, “જો, ત્રણ માણસો તને ગોતી રયા છે.

20 અત્યારે તુ ઉઠ અને નીસે ઉતરીને કાય સંકોષ રાખ્યા વિના તેઓની હારે જા કેમ કે, મે તેઓને મોકલ્યા છે.”

21 તઈ પિતરે નીસે ઉતરીને ઈ માણસોને કીધું કે, “હાંભળો, તમે જેને ગોતો છો ઈ હું છું, તમારુ આયા આવવાનું શું કારણ છે?”

22 તેઓએ કીધું કે, “હો સિપાયના અધિકારી કર્નેલ્યસે અમને મોકલ્યા છે જે ન્યાયી અને પરમેશ્વરની બીક રાખનારો અને બધીય યહુદી જાતિ એને બોવ માન આપે છે, એને એક પવિત્ર સ્વર્ગદુતથી આજ્ઞા મળી છે કે, તને પોતાના ઘરે બોલાવીને પરમેશ્વરનું વચન હાંભળે.”

23 તઈ પિતરે એને પાહે બોલાવીને એની ઓળખાણ કરી કે, બીજે દિ પિતર એની હારે હતો, અને જોપ્પા શહેરના થોડાક વિશ્વાસી ભાઈઓ એની હારે ગયા.


કર્નેલ્યસના ઘરે પિતર

24 બીજે દિવસે ઈ કાઈસારિયા શહેરમાં પુગીયા, અને કર્નેલ્યસ પોતાના કુટુંબના લોકો અને પોતાના મિત્રોને ભેગા કરીને એની વાટ જોતો હતો.

25 જઈ પિતર પાહે આવી ગયો, તો કર્નેલ્યસ પિતરને મળો, અને નમીને એને સલામ કરી,

26 પણ પિતરે એને ઉભો કરયો એણે કીધું કે, “ઉઠ ઉભો થા કેમ કે, હું પણ માણસ જ છું.”

27 અને એની હારે વાતો કરતો પાહે ગયો, ન્યા લોકોને ભેગા થયેલા જોયને,

28 આપડે યહુદી લોકોના નિયમની વિરુધ છયી પણ પરમેશ્વરે મને બતાવ્યું છે કે, કોય પણ માણસને અપવિત્ર કે અશુદ્ધ નો કવ.

29 ઈ હાટુ જઈ મને બોલાવવામાં આવ્યો, તો હું કાય શંકા કરયા વગર આવી ગયો, હવે હું પુછુ છું કે, મને ક્યા કામ હાટુ બોલાવવામાં આવ્યો છે?

30 કર્નેલ્યસે કીધું કે, સ્યાર દિવસ પેલા, આ જ વખતે હું મારા ઘરમાં બપોરે લગભગ ત્રણ વાગે પ્રાર્થના કરી રયો હતો, તઈ ઉજળા લુગડા પેરેલો એક માણસ, મારી હામે આવીને ઉભો રય ગયો.

31 અને કેવા મંડયો કે, “હે કર્નેલ્યસ. તારી પ્રાર્થના હાંભળી લેવામાં આવી છે. અને તારું દાન પરમેશ્વરની પાહે પુગ્યું છે.

32 ઈ હાટુ કોયને જોપ્પા શહેરમાં મોકલીને સિમોન જે પિતર કેવાય છે બોલાવી લેય. ઈ ચમાર સિમોનની ઘરે રેતો હતો. જેનું ઘર દરિયાને કાઠે છે. જઈ ઈ આયશે તઈ ઈ તમને પરમેશ્વરની તરફથી સંદેશો બતાયશે”

33 તઈ મે તરત એને લેવા હાટુ તારી પાહે માણસો મોકલ્યા, અને તને ભલાય કરી કે આયા આવી ગયો. હવે આપડે બધાય આ હાટુ ભેગા થયા કે તારાથી ઈ બધુય હાંભળે, જે કાય પરમેશ્વરે તને કીધું છે.


પિતરનો સંદેશ

34 તઈ પિતરે કીધું કે, “હવે મને પાક્કું હમજાણું કે પરમેશ્વર કોયનો ભેદભાવ કરતાં નથી.

35 પણ દરેક બિનયહુદી લોકો એની બીક રાખે છે અને પરમેશ્વરની ઈચ્છાની પરમાણે કામ કરે છે, એને માંને છે.

36 તમે ઈ સંદેશાને જાણો છો જે પરમેશ્વરે આપણને એટલે કે, ઈઝરાયલ દેશના લોકોની પાહે મોકલ્યો, એને શાંતિ વિષે હારી વાત હંભળાવી જે લોકોને ઈસુ મસીહમા વિશ્વાસ દ્વારા મળી હકે છે. ઈ બધાયનો પરમેશ્વર છે.

37 નાજરેથ નિવાસી ઈસુના વિષે આખાય યહુદીયા દેશમાં જે થયુ છે, એને તમે લોકો જાણો છો. ઈ બધુય ગાલીલ પરદેશમા શરુ થયુ, ઈ જળદીક્ષા પછી જેનો પરસાર યોહાને કરયો હતો.

38 પરમેશ્વરે કેવી રીતે નાઝરેથ ગામના ઈસુને પવિત્ર આત્મા અને સામર્થથી અભિષેક કરયો, ઈ ભલાય કરતો અને શેતાનથી સંતાવેલા લોકોને હાજા કરતો ફરતો કેમ કે, પરમેશ્વર એની હારે હતો.

39 અને અમે ઈ બધાય કામના સાક્ષી છયી, જે એણે યહુદીયા પરદેસ અને યરુશાલેમ શહેરમાં કરયા હતાં, અને યહુદી લોકોએ એને વધસ્થંભે ઉપર સડાવીને મારી નાખ્યો.

40 પણ એને પરમેશ્વરે ત્રીજા દિવસે મરણમાંથી પાછા જીવતા કરી દીધા અને લોકોને સોખી રીતે દેખાણું.

41 બધાય લોકોને નય પણ એને સાક્ષીઓને જે પરમેશ્વરે પેલાથી પસંદ કરેલા હતાં કા તો આપડે, અને એણે મરણમાંથી પાછો જીવતા થયેલાની હારે ખાધું પીધું.

42 અને એણે આપણને આજ્ઞા આપી કે, બધાય લોકોમા પરસાર કરો અને સાક્ષી આપો કે, ઈસુને પરમેશ્વરે જીવતા અને મરેલાં લોકોનો ન્યાય કરનારો ઠરાવ્યો.

43 બધાય આગમભાખીયા એની સાક્ષી આપે છે કે, જે કોય એના ઉપર વિશ્વાસ કરશે, એને એના નામથી પાપોની માફી મળશે.”


પવિત્ર આત્માને ઉતરવું

44 પિતર આ વાતુ કરવા મંડયો હતો કે, વચન હાંભળનારા બધાય લોકોની ઉપર પવિત્ર આત્મા ઉતરી આવ્યો.

45 તઈ બિનયહુદીઓ ઉપર પવિત્ર આત્મા ઉતરયો ઈ જોયને સુન્‍નતીઓમાંના જે વિશ્વાસીઓ પિતરની હારે આવ્યા હતા, ઈ બધાય સોકી ગયા.

46 કેમ કે, તેઓએ ઈ લોકોને જુદી-જુદી ભાષામાં બોલતા અને પરમેશ્વરનાં મહિમા કરતાં હાંભળયા. તઈ પિતરે કીધું કે,

47 “આ લોકોએ આપડી જેમ પરમેશ્વર તરફથી પવિત્ર આત્મા પામ્યો છે; તો હવે એને જળદીક્ષા લેવાથી કોય રોકી હકે નય”

48 અને પિતરે આજ્ઞા દીધી કે જેણે ઈસુ મસીહને નામે જળદીક્ષા દેવામાં આવી. એના પછી લોકોએ પિતરને વિનવણી કરી કે થોડાક દિવસ એની હારે રયો. ઈ હાટુ ઈ થોડાક દિવસ હાટુ રોકાય ગયો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan