Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

3 યોહાન 1 - કોલી નવો કરાર


અભિનંદન

1 હું, મંડળીનો વડવો યોહાન, આ પત્ર મારો વાલો મિત્ર ગાયસને લખી રયો છું, જેનાથી હું હાસો પ્રેમ રાખુ છું

2 હે વાલા, મારી ઈ પ્રાર્થના છે કે, જેમ તુ પોતાના આત્માથી વિશ્વાસમા મજબુત થય રયો છો, એમ જ તુ દરેક વાતોમાં વધતો જા, અને તાજો માજો રે.

3 કેમ કે, જઈ કોય સાથી વિશ્વાસી ભાઈઓને આવીને અમને બતાવ્યું કે, તુ પરમેશ્વરનાં હાસા મારગ પરમાણે જીવી રયો છે, અને જેની ઉપર તુ હાસોહાસ હાલે છે, તો હું બોવ જ રાજી થયો.

4 જઈ પણ હાંભળુ છું કે, ઈ લોકો જે મારા બાળકો જેવા છે, ઈ એવી રીતે જીવે છે, જે ખરેખર પરમેશ્વરે આપણને દેખાડયું છે. આ મને હજી પણ વધારે રાજી કરે છે.


ગાયસની પ્રશંસા

5 હે મારા વાલા મિત્ર, તે ઈમાનદારીથી આપડી હારે આપડા સાથી વિશ્વાસી ભાઈઓને મદદ કરવા હાટુ બોવ કામ કરયુ છે, જે ગામે ગામ જયને પરચાર કરનારા સેવક ન્યા હુધી કે, તુ ઈ લોકોની પણ મદદ કરે છે જેને તુ ઓળખતો નથી.

6 એનામાંથી થોડાક લોકો જેની મદદ તે કરી છે, તેઓએ આયની મંડળીના વિશ્વાસી લોકોને બતાવ્યું છે કે, તુ પોતાના સાથી વિશ્વાસી લોકોથી કેટલો પ્રેમ કરે છે, હવે મારે તને ઈ કેવાનુ છે કે, તુ ઈ લોકોની મદદ કરવાનું સાલું રાખ, જે તમને છોડીને બીજી જગ્યાએ જાવા માગે છે. આ જ કામ પરમેશ્વરને રાજી કરે છે.

7 કેમ કે, આ લોકો સ્યારેય બાજુ ઈ હાટુ યાત્રા કરે છે જેથી મસીહના નામને લોકોમા ઓળખાણ કરાવી હકે, અને અવિશ્વાસીઓથી કોય પણ જાતની મદદ નથી લેતા.

8 ઈ હાટુ આપડે એવા લોકોને મદદ કરવી જોયી, જેથી જઈ ઈ હાસાયને ફેલાવવા હાટુ કરે છે એમા અમે હોતન એની હારે ભાગીદાર બની હકી.


દીયોત્રફેસ અને દેમેત્રીયસ

9 મે પેલા પણ મંડળીના વિશ્વાસીઓને એક પત્ર લખ્યો હતો, પણ દીયોત્રફેસ મારી કીધેલી વાતો માનવાથી નકાર કરે છે કેમ કે ઈ પેલાથી જ મંડળીનો વડીલ બનવા માગે છે.

10 ઈ હાટુ જો હું જઈ આવય, તો મંડળીના લોકોથીને મોંઢામોઢ વાત કરય કે, ઈ શું શું કરે છે, એટલે કે, અમારી ઉપર ખરાબ કામો કરવાના ખોટા આરોપ લગાડે છે. અને એટલુ જ નય ઈ પોતે પરચાર કરનારા ભાઈઓને સ્વીકારતા નથી અને જે તેઓનો સ્વીકાર કરવા માગે છે એને હોતન ના પાડે છે, અને તેઓને મંડળીમાંથી બારે કાઢી મુકે છે.

11 હે વાલા મિત્રો ઈ લોકોની નકલ નો કરો જે ખરાબ કામો કરે છે, પણ ઈ લોકો જેવા બનો જેઓ ભલું કામ કરે છે, જો કોય હારું કામ કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, પણ જો કોય ખરાબ કામ કરે છે ઈ પરમેશ્વરને નથી ઓળખતા.

12 મંડળીમાં દરેક માણસ કેય છે કે, દેમેત્રીયસ એક હારો માણસ છે કેમ કે, ઈ હાસી રીતે જીવે છે, અને અમે પણ કેયી છયી કે, ઈ હારો માણસ છે અને તુ જાણશો કે, અમારી સાક્ષી હાસી છે.


છેલ્લી સલામ

13 હજી પણ બોવ જાજી વાતો છે જે હું તને કેવા માગું છું, પણ હું એને આ રીતે એક પત્રમાં લખવા માંગતો નથી.

14 પણ મારી આશા છે કે, તમને જલ્દી મળય તઈ આપડે મોઢામોઢ વાત કરશું.

15 હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર શાંતિ આપે આયના વિશ્વાસી મિત્ર તમને સલામ કરે છે, ન્યાના વિશ્વાસી મિત્રઓનું નામ લય લયને સલામ કય દેજે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan