Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 તિમોથીને પત્ર 4 - કોલી નવો કરાર

1 જઈ ઈસુ મસીહ રાજાની જેમ રાજ્ય કરવા આયશે, તઈ ઈ જે જીવતા છે અને જે મરી ગયા છે ઈ બેયનો ન્યાય કરશે. ઈ હાટુ પરમેશ્વર અને મસીહને સાક્ષી હમજીને, હું તને આજ્ઞા આપું છું,

2 તુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરવા હાટુ તૈયાર રે, જો પરીસ્થિતિ હારી હોય કે, ખરાબ હોય, પણ તારે લોકોને આ બતાવું જોયી કે, તેઓએ શું ખોટુ કરયુ છે, અને તેઓના પાપ હાટુ ધમકાવ, પણ જેમ તુ તેઓને પુરી રીતે ધીરજની હારે શિખવાડ છો, એમ તેઓને પ્રોત્સાહન પણ આપ.

3 કેમ કે, એવો વખત આયશે, જઈ લોકો હાસુ શિક્ષણ હાંભળવા માગશે નય, પણ પોતાની મરજી પરમાણે હાલશે, અને તેઓ ઘણાય બધાય શિક્ષકને ગોતશે, જે ઈ જ વાતોનો પરચાર કરે; જે તેઓ હાંભળવા માગે છે.

4 તેઓ હાસી વાતો હાંભળશે નય, પણ ગયઢીયાની બનાવેલી વાતુ તરફ ધ્યાન આપશે,

5 પણ તુ બધીય વાતોમાં પોતાની ઉપર કાબુ રાખ, અને ધીરજથી દુખ સહન કર, હારા હમાસારનો પરચાર કરવા હાટુ કઠણ મેનત કર, અને પરમેશ્વરનાં સેવકની જેમ ઈ બધાય કામો કર જે તને એણે હોપા છે.

6 કેમ કે, મારું જીવન અને પરમેશ્વર હાટુ મારું કામ પુરું થય રયુ છે, અને મારે બલિદાન રુપે મરવાનો વખત આવી ગયો છે.

7 મે ઈસુ મસીહની સેવા કરવામા કઠણ મેનત કરી છે, એની હોપેલી સેવા પુરી કરી છે, અને હું છેલ્લે હુધી વિશ્વાસ લાયક રયો છું

8 હવે પરમેશ્વરે મારી હાટુ સ્વર્ગમા ઈનામ રાખી મુકયું છે, એટલે કે, હું એની નજરમાં ન્યાયી જીવન જીવયો છું, ઈ ઈનામ પરભુ ઈસુ જે ધરમી ન્યાયધીશ, એના પાછા આવવાના દિવસે મને આપશે, અને ખાલી મને જ નય પણ જે એને પાછા આવવાની રાહ જોવે છે, ઈ બધાય લોકોને હોતન આપશે.


ખાનગી શબ્દો

9 હે તિમોથી, મારી પાહે જલ્દીથી આવવાની કોશિશ કરજે.

10 કેમ કે, દેમાસે જગતની વસ્તુથી પ્રેમ કરીને મને છોડી દીધો છે, અને થેસ્સાલોનિકા શહેરમાં વયો ગયો છે, ક્રેસ્કેન્સ ગલાતિયા પરદેશ અને તિતસ દલ્માતી વયો ગયો છે.

11 હવે ખાલી મારી હારે લૂક જ છે, એટલે જઈ તુ આવય તો માર્કને તારી હારે લેતો આવજે કેમ કે, સેવા કરવા હાટુ ઈ મારી મદદ કરી હકશે.

12 તુખિકસને મે એફેસસ શહેરમાં મોકલ્યો છે.

13 જઈ તુ આવ તો ઈ ઝભ્ભાને લેતો આવજે જેને હું ર્કાપસના ઘરે ત્રોઆસ શહેરમાં મુકીને આવ્યો છું, મારી વાળેલી સોપડીઓ હોતન લેતો આયજે. ખાસ કરીને ઈ જે બકરીના સામડાની બનાવેલી છે.

14 એલેકઝાન્ડર કહારાએ મારી હારે બોવ ખરાબ વ્યહવાર કરયો છે, પરભુ એને એના ભુંડા કામો પરમાણે બદલો આપશે.

15 તુ પણ એનાથી સેતીને રે કેમ કે, એણે મસીહની વિષે આપડા શિક્ષણનો બોવ જ વિરોધ કરયો,

16 પેલીવાર રોમ શહેરમાં ન્યાય કરનારાની હામે મારે ઉભા રેવું પડયું, જેથી જેઓએ મારી ઉપર ખોટા કામ કરવાનો આરોપ લગાડો હતો, એનો જવાબ હું એને આપી હકુ, તઈ કોય પણ મારી બાજુથી સાક્ષી બનવા હાટુ આવ્યા નય, પણ બધાય મને મુકીને વયા ગયા. હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તેઓને માફ કરે.

17 ઈ વખતમાં પરભુએ મને સામર્થ આપીને અને મારી મદદ કરી, જેથી હું ઈસુ મસીહની વિષે હારા હમાસારનો પરચાર હારી રીતેથી કરવાને લાયક થય હકુ, અને બિનયહુદીઓના બધાય લોકો હાંભળી હકે. અને એણે મને ભૂખા સિંહના મોઢામાંથી બસવાની જેમ મોતથી મને બસાવ્યો.

18 અને પરભુ મને બધાય ભુંડા કામોથી બસાવશે, અને આપડા સ્વર્ગના રાજ્યમાં હારી રીતે હાસવીને લય જાહે, અને એની જ મહિમા સદાયકાળ થાતી રેય. આમીન.


છેલ્લી સલામ

19 પ્રિસ્કીલા અને એનો ધણી આકુલા અને ઓનેસિફરસના પરિવારને મારા તરફથી સલામ.

20 એરાસ્તસ કરિંથી શહેરમાં રય ગયો, અને ત્રોફીમસ માંદો હતો એટલે હું એને મિલેતસ શહેરમાં મુકીને આવ્યો છું

21 શિયાળો આવ્યા પેલા તુ આયા મારી પાહે આવવાની કોશિશ કરજે, યુબુલસ, અને પુદેન્સ, લીનસ, કલાદિયા, અને બીજા બધાય વિશ્વાસી ભાઈઓ તમને સલામ કેય છે.

22 હું પ્રાર્થના કરું છું કે, પરભુ તારી હારે રેય, અને એની કૃપા તમારા બધાય ઉપર થાતી રેય. આમીન.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan