Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 તિમોથીને પત્ર 3 - કોલી નવો કરાર


છેલ્લા દિવસો

1 તિમોથી, હું ઈચ્છું છું કે, તુ ઈ જાણે કે, આ જગતના છેલ્લા દિવસોમાં મુશ્કેલીનો વખત આયશે.

2 કેમ કે લોકો પોતાની જ ભલાય હાટુ સીંતા કરશે, રૂપિયાના લોભી, પોતાની વાહવાહી કરનારા, અભિમાની, નિંદા, બીજાનું અપમાન કરનારા, માં-બાપની આજ્ઞા નો માનનારા, બીજાઓનો આભાર નો માનનારા, પરમેશ્વરને નો માનનારાઓ,

3 દયા નો કરનારા, માફ નો કરનારા, આરોપ લગાડનારા, પોતાની ઈચ્છા ઉપર કાબુ નો રાખનારા, કઠોર મનવાળા, હારા કામનો વિરોધ કરનારા,

4 દગો દેનારા, વગર વિસારે ઉતાવળા કામો કરનારા, અભિમાન કરનારા અને પરમેશ્વરમા પ્રેમ નય રાખનારા પણ મોજ-મજા કરનારા હશે.

5 તેઓ દેખાડવા હાટુ ભજન કરશે, પણ તેઓ પરમેશ્વરનાં સામર્થ્યને પોતાના ખરાબ જીવનોને બદલવા હાટુ ના પડી દેય છે. એવા લોકોથી છેટા રયો.

6 એનામાંથી કેટલાક તો એવા લોકો છે, જે બીજાના ઘરમાં સાનામના ઘરી જાય છે, અને ઈ મુરખ બાયુને પોતાની હારી વાતોમાં ભોળવી લેય છે, જે પોતાના પાપના ભારથી દબાયને બધીય પરકારની ભુંડાયના કબજામાં છે.

7 સદાય શિક્ષણ લેનારી પણ હાસાયનું જ્ઞાન લય હકતી નથી, એવી બાયુઓને પોતાના કાબુમાં કરી લેય છે.

8 અને જેમ જાન્‍નેસ અને જામ્બ્રેસે મુસાનો વિરોધ કરયો હતો, એમ જ આ ખોટા શિક્ષકો હાસા સંદેશાનો વિરોધ કરે છે, આ આવા માણસ છે, જેની બુદ્ધિ ભ્રષ્ટ થય ગય છે અને તેઓનો વિશ્વાસ દેખાડો કરે છે.

9 પણ તેઓ વધારે વખત હુધી નય ટકી હકે કેમ કે, જે રીતેથી લોકોએ જાન્‍નેસ અને જામ્બ્રેસની મુરખાયને ઓળખી લીધી હતી, એમ જ તેઓની પણ મુરખાયને ઓળખી લેહે.


છેલ્લી સુસના

10 પણ હે તિમોથી, મારું શીખવવુ, મારી સાલ-સાલગત, મારા મનની ઈચ્છાઓ, મારો વિશ્વાસ, મારું સહન કરવું, મારો પ્રેમ, મારી ધીરજ, મારી સતાવણી, અને મારું દુખ ભોગવવાની વિષે તું હારી રીતે જાણ છો.

11 મે મુશ્કેલીઓને સહન કરી છે, લોકોએ મને સતાવ્યો, જેની લીધે મે બોવ જ પીડા સહન કરી. તુ ઈ ભયાનક બાબતો વિષે જાણ છો; જે લોકોએ મારી હારે અંત્યોખ, ઈકોનીયા અને લુસ્ત્રા શહેરમાં કરયુ, અને કેવી રીતે મે ન્યા સતાવણીને સહન કરી.

12 તેઓ બધાય લોકોની સતાવણી કરવામા આયશે, જે ઈસુ મસીહની સેવામાં ચેલા બનીને જીવન વિતાવા માગે છે.

13 પણ ભુંડા અને દગો દેનારા માણસો તો વધારેને વધારે ભુંડા થાતા જાહે અને બીજાને છેતરવા જાતા તેઓ પોતે જ છેતરાય જાહે.

14 પણ જે વાતોને તે સીખી છે, અને વિશ્વાસ કરયો છે એમા સ્થિર રેજે કેમ કે, તુ જાણશો કે, ઈ વાતો તે કોની પાહેથી સીખી છે.

15 તને યાદ હશે કે, તુ બાળક હતો ન્યાથી જ તને જુના કરારના પવિત્ર શાસ્ત્રોની વાતુની ખબર છે; તેઓ તને મસીહ ઈસુમાં વિશ્વાસ દ્વારા તારણ મેળવવા હાટુ જ્ઞાન આપી હકે છે.

16 આખુ શાસ્ત્ર ઈ વચન છે જેને પરમેશ્વરે ઈ લોકોના વિસારોમા નાખ્યુ જેને એણે લખ્યું. વળી ઈ ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલને સુધારવા, અને હાસુ જીવન જીવવા શિક્ષણ આપે છે.

17 જેથી પરમેશ્વરનો માણસ પુરી રીતેથી લાયક બને, અને બધાય હારા કામો કરવા હાટુ તૈયાર થય જાય.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan