2 તિમોથીને પત્ર 2 - કોલી નવો કરારઈસુ મસીહનો વફાદાર સિપાય 1 ઈ હાટુ હે મારા દીકરા તિમોથી, જે કૃપા ઈસુ મસીહે તારી ઉપર કરી છે એમા વધતો જા. 2 જે શિક્ષણ બોવ બધાય લોકોને મારા દ્વારા શીખવાડતી વખતે તે હાંભળુ છે, ઈ જ શિક્ષણ તુ બીજા વિશ્વાસી લોકોને શીખવાડ જે વિશ્વાસુ છે, જેથી તેઓ પણ બીજા લોકોને શીખવાડી હકે. 3 જેમ એક હારો સિપાય યુધ્ધમાં દુખ ભોગવે છે, એમ જ તુ પણ ઈસુ મસીહના એક હારા સિપાયની જેમ મારી હારે દુખ ભોગવ. 4 લડાયમાં જાનારો સિપાય જગતના કામોમાં પડતો નથી, ઈ હાટુ કે, ઈ પોતાના અધિકારીઓને રાજી કરી હકે. 5 એવી જ રીતે, એક અખાડામાં બાધનારો માણસ જો નિયમોને પાળ્યા વગર બાધે તો એને ઈનામ મળતું નથી. 6 જે ખેડૂતો કઠણ મેનત કરે છે, પાકેલા અનાજમાંથી પેલો ભાગ એને જ મળવો જોયી. 7 જે હું કવ છું, એની ઉપર ધ્યાન આપ, અને પરભુ તને બધીય વાતોને હમજવા હાટુ મદદ કરશે. 8 ઈસુ મસીહ વિષે સદાય યાદ રાખ કે ઈ કોણ છે, ઈ તો રાજા દાઉદનો વંશ છે, જેણે પરમેશ્વરે મરણમાંથી જીવાડયો, અને ઈ જ હારા હમાસાર છે, જે હું લોકોમા પરચાર કરું છું 9 પરમેશ્વરનાં જે હારા હમાસાર પરચાર કરું છું, ઈ હાટુ હું એક અપરાધીની જેમ જેલખાનામાં દુખ સહન કરી રયો છું કેમ કે, હું આ હારા હમાસાર પરચાર કરું છું પણ હારા હમાસારને ફેલાવા હાટુ કોય રોકી હકતું નથી. 10 આ કારણથી હું પરમેશ્વરનાં ગમાડેલા લોકોની હાટુ આ બધાય દુખો સહન કરું છું કે, તેઓ પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે અને બસાવ થાય, અને અનંતકાળની મહિમા પ્રાપ્ત કરે. 11 આ વાત હાસી છે કે, જો આપડે ઈસુ મસીહની હારે મરી ગયા છયી, તો આપડે એની હારે જીવતા પણ થાહુ. 12 જો આપડે દુખ સહન કરતાં રેહુ, તો ઈસુ મસીહની હારે રાજ પણ કરશું, પણ જો આપડે કેયી કે, અમે મસીહને નથી ઓળખતા, તો ઈ પણ બોલશે કે આપડે એના નથી. 13 જો આપડે મસીહની હારે વિશ્વાસુ નો હોયી તો પણ ઈ આપડી હાટુ વિશ્વાસુ રેય છે કેમ કે, ઈ પોતાના સ્વભાવની વિરુધ નથી જય હકતો. પરમેશ્વરને ગમે એવો સેવક 14 આ વાતો વિશ્વાસી લોકોને વારા ઘડીયે કયને યાદ દેવડાવ, અને પરમેશ્વરની હામે સેતવણી દે કે, તેઓ શબ્દોના અરથની વિષે વાદ-વિવાદ નો કરે, એવુ કરવાથી કોય લાભ નય થાય, પણ હાંભળનારા લોકોનો વિશ્વાસ બગડી જાય છે. 15 કઠણ મેનત કરો જેથી પરમેશ્વર તમને ગમાડી હકે. એક એવા સહાયકારી બનો જેને શરમાવાની જરૂર નથી, અને જે પરમેશ્વરની હાસાયના સંદેશાને હારી રીતે શીખવે છે. 16 પણ જગતની અને નકામી વાતોથી છેટા રયો, કેમ કે આવા લોકો પરમેશ્વરથી વધારે છેટા થય જાય છે. 17 તેઓનો શબ્દ ફેલાય જાહે અને છેલ્લે ઈ લોકોના વિશ્વાસને નાશ કરી દેહે જે એને હાંભળે છે. એનામાંથી બે હુમનાયસ અને ફિલેતસ છે. 18 તેઓએ હાસાય ઉપર વિશ્વાસ કરવાનું છોડી દીધુ છે. ઈ એવુ કેય છે કે, પરમેશ્વરે પેલાથી જ વિશ્વાસીઓને મરેલામાંથી જીવતા અનંતજીવન હાટુ ઉપાડી લીધા છે, પરિણામ રૂપે ઈ થોડાક વિશ્વાસીઓને મસીહ ઉપર વિશ્વાસ કરવાથી રોકી રયા છે. 19 તો પણ પરમેશ્વરનાં લોકો એક મજબુત બનાવેલા ઘરના પાયાની જેમ છે, એની ઉપર આ વચનની મહોર લગાડેલી છે કે, “પરભુ જાણે છે કે એના લોકો કોણ છે” અને ઈ પણ લખેલુ છે કે, “જો કોય પણ પરભુનુ ભજન કરે છે ઈ ભુંડુ કરવાનું છોડી દેય.” 20 રૂપિયાવાળાના ઘરમાં ખાલી હોના ચાંદીના વાસણો રેય છે, એવુ નથી, પણ લાકડાના અને માટીના પણ વાસણો રેય છે, કેટલાક વાસણો ખાસ અવસરો હાટુ, અને કેટલાક વાસણો દરોજ ઉપયોગ કરવા હાટુ હોય છે. 21 ઈ હાટુ જો કોય પોતાની જાતને ઈ બધાય ખરાબ કામોથી અલગ કરશે, તો ઈ એને ખાસ અવસરો હાટુ ઉપયોગમાં લેનારા વાસણોની જેવા થાહે. એનુ જીવન પવિત્ર થાહે અને માલીક હાટુ ઉપયોગી અને દરેક ભલા કામો હાટુ તૈયાર થાહે. 22 ઈ ખરાબ વાતોથી છેટો રેજે, જેને જુવાન લોકો કરવાની ઈચ્છા રાખે છે અને હાસા મનથી પરભુનુ ભજન કરનારાની હારે પરમેશ્વરને ગમે એવુ જીવન અને વિશ્વાસ અને પ્રેમ અને શાંતિ મેળવવાની કોશિશ કર. 23 પણ મુરખ અને અક્કલ વગરનાની હારે વાદ-વિવાદ કરવાથી આઘો રે કેમ કે, તુ જાણ છો કે, એનાથી બાધણું જ થાય છે. 24 પરભુનો સેવક બાધણુ કરનારો નો હોવો જોયી, પણ એને બધાય પ્રત્યે દયાળુ થાવુ જોયી, પરમેશ્વરનું વચન સોખી રીતેથી શીખવવામાં સક્ષમ હોવો જોયી અને લોકોની હારે ધીરજ રાખવી જોયી. 25 ઈ વિરોધ કરનારાને ભોળપણથી હમજાવે, થય હકે છે કે, પરમેશ્વર એના મનમા કામ કરે કે, તેઓ પાપ કરવાનું છોડી દેય, અને ઈસુ મસીહના હાસની વિષે જાણી હકે. 26 જેથી તેઓ ભાનમાં આવી જાય, અને શેતાનના કાબુમાંથી છૂટી જાય, જેણે લોકોને દગો આપીને પોતાની ઈચ્છા પુરી કરી છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation