2 થેસ્સાલોનિકીઓને પત્ર 3 - કોલી નવો કરારઅમારે હાટુ પ્રાર્થના કરો 1 છેલ્લે, હે વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારી હાટુ પ્રાર્થના કરતાં રયો કે, પરભુ ઈસુ મસીહની વિષેનો સંદેશો બધીય જગ્યાએ જલ્દી લોકોમા ફેલાય અને લોકો એની ઉપર એમ જ વિશ્વાસ કરે જેમ તમે વિશ્વાસ કરયો. 2 અને આ રીતે પણ પ્રાર્થના કરો કે પરમેશ્વર અમને દૃષ્ટ અને ભુંડા લોકોથી બસાવીને રાખે કેમ કે, બધાય લોકો પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ નથી કરતા. 3 પણ તમે પરભુ ઉપર પુરી રીતે ભરોસો રાખી હકો છો, ઈ તમને આત્મિક રીતેથી મજબુત કરશે, અને શેતાનથી બસાવી રાખશે. 4 અને અમને પરભુમાં તમારી ઉપર ભરોસો છે કે, અમે તમને જે આજ્ઞા આપી છે, ઈ તમે પાલન કરો છો અને પાળતા રેહો. 5 પરભુ તમને આ હમજાવવા હાટુ મદદ કરે કે, પરમેશ્વર તમને કેટલો પ્રેમ કરે છે, અને ઈસુ મસીહની જેમ ધીરજ રાખો. દરેકને કામ કરવુ જોયી 6 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને પોતાના પરભુ ઈસુ મસીહના નામથી જે આજ્ઞા આપીએ છયી કે, તમે બધાય એવા વિશ્વાસી ભાઈઓ અને બેનુથી છેટા રયો, જે કામ કરવામા આળસુ છે, અને જે આપડા શીખવાડીયા પરમાણે નથી કરતા. 7 તમે પોતે જાણો છો કે, તમને કેવી રીતે અમારી જેવું જીવન જીવવું જોયી કેમ કે, અમે તમારી હારે રયને કામ કરવામા આળસ નથી કરી. 8 અમે કોયનું પણ મફ્ત ખાવાનું ખાધુ નથી. પણ અમારે પોતાની જરૂરિયાતો હાટુ તમારામાંથી કોયની ઉપર બોજ નો બની ઈ હાટુ રાત દિવસ તકલીફ સહન કરીને કામ ધધો કરતાં હતા. 9 ઈ હાટુ નથી કે, અમે તમારી પાહેથી મદદ લેવાનો અધિકાર હતો નય, પણ અમે તમારી હામે નમુનો બની, જેથી તમે પણ અમારી જેવું જીવન જીવો. 10 જઈ અમે તમારી હારે રેતા હતાં, તઈ પણ અમે તમને કીધા કરતાં હતાં કે, જો કોય માણસ કામ કરવા નો માગે, તો એને ખાવાનું પણ નો ખાવું જોયી. 11 કેમ કે, અમે હાંભળ્યું છે કે, તમારામાથી કેટલાક લોકો આળસુ જીવન જીવે છે, અને પોતે તો કોય કામ નથી કરતાં પણ તેઓ વારંવાર બીજા લોકોના કામમા માથું મારે છે. 12 એવા લોકોને અમે પરભુ ઈસુ મસીહના નામથી આજ્ઞા આપીએ અને હંમજાવી છયી કે, શાંતિથી પોતે મેનત કરીને, પોતાની કમાણી માંથી ખાવાનું ખાય. 13 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે બીજાની ભલાય હાટુ હારા કામો કરતાં રયો. 14 જો કોય અમારા આ પત્રમાં લખેલી વાતોને નો માંને, તો એની ઉપર ધ્યાન રાખો, અને તેઓથી છેટા રયો, જેથી ઈ પોતે શરમાય જાય. 15 તો પણ એની હારે દુશ્મનની જેમ વ્યવહાર નો કરો, પણ પોતાના વિશ્વાસી ભાઈ હમજીને સેતવણી આપો. છેલ્લા સલામ 16 હવે પરભુ જે શાંતિ દેનારો છે, પોતે જ તમને સદાય અને દરેક પરકારથી શાંતિ આપે, અને પરભુ સદાય તમારી બધાયની હારે રેય. 17 હું પાઉલ પોતાના હાથથી આ પત્રમાં સલામ લખી રયો છું દરેક પત્રમાં હું આ રીતે લખું છું, આ મારી લખવાની નિશાની છે. 18 હું પ્રાર્થના કરું છું કે, આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી બધાયની ઉપર થાતી રેય. આમીન. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation