2 થેસ્સાલોનિકીઓને પત્ર 2 - કોલી નવો કરારપાપનો માણસ જેમ કે મસીહ વિરોધી 1 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આપડા પરભુ ઈસુ મસીહના પાછા આવવાના વિષે અને આપડે બધાય એની પાહે એકઠા થાવાના વિષે અમે તમને લખવા માગી છયી. 2 અને પરભુનો વખત આવી ગયો છે એવુ કેનારાથી તમારા મનમા વિશ્વાસ કરીને ગભરાય જાતા નય, તેઓ એમ કેહે કે, અમને આગમવાણીથી, શિક્ષણ અને લખેલા પત્ર દ્વારા દર્શન થયુ છે, જેમ કે, માની લ્યો કે ઈ અમારી તરફથી હોય. 3 કોય તમને છેતરી નો જાય ઈ હાટુ સેતતા રયો. કેમ કે, પરભુનુ આવવાનું થાય ઈ પેલા પરમેશ્વરની વિરુધ બળવો થાહે અને વિનાશની હાટુ નિમિત થયેલો માણસ એટલે પાપી માણસ પરગટ થાહે. તઈ પરમેશ્વરનાં ન્યાયનો દિવસ આયશે. 4 માણસો જેનું ભજન કરે છે અને જેને પરભુ માંને છે ઈ બધાયનો ઈ પાપી માણસ નકાર કરશે. ઈ બધાય કરતાં પોતાને મોટો મનાવશે, અને પરમેશ્વરની વિરુધ મંદિરમાં જયને એની જગ્યાએ બેહીને પરમેશ્વર હોવાનો દાવો કરશે. 5 આ વાતો તમને યાદ હશે કેમ કે, જઈ હું તમારી હારે હતો તઈ તમને આ બધીય વાતો કરયા કરતો હતો. 6 તમે તો એને જાણો છો કે, ઈ પાપી માણસને અત્યારે આવવાથી કોણ રોકે છે કેમ કે, ઈ પરમેશ્વરને નક્કી કરેલા વખત ઉપર જ આયશે. 7 કેમ કે, અન્યાયી માણસ હજીય આ જગતમાં ગુપ્ત રીતે પાપી કામ કરી રયો છે, પણ ઈ ન્યા હુધી નથી દેખાતો, જ્યા હુધી રોકનારો આઘો નો જાય. 8 પછી ઈ પાપી માણસ પરગટ થાહે, જેને પરભુ ઈસુ પોતાના એક જ હુકમથી અને પાછા આવવાની મહિમાવાન સામર્થથી મારી નાખશે. 9 ઈ પાપી માણસ શેતાનના સામર્થ્યની તાકાતની હારે આયશે અને બધાય પરકારના સમત્કારો, ખોટી નિશાનીઓ અને અદભુત કામો કરી બતાયશે, 10 અને ઈ બધાય પરકારના ખરાબ કામો કરીને આ બધાય લોકોને દગો આપશે, જે સદાયને હાટુ વિનાશ થાવાના છે કેમ કે, તેઓએ ઈ હાસાય ઉપર વિશ્વાસ નથી કરયો જે એનો બસાવ કરી હકતો હતો. 11 અને આ હાટુથી પરમેશ્વર મોટો ભરમ એની ઉપર મોકલશે કે, જેથી તેઓ ખોટી વાતો માની લેય, જે પાપી માણસ કેહે. 12 અને જેટલા લોકો હાસ ઉપર વિશ્વાસ નથી કરતાં, પણ પાપ કરવાથી રાજી થાય છે, તેઓ બધાયને સજા મળશે. તારણને હાટુ તમને ગમાડયા છે 13 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારે સદાય તમારા હાટુ પરમેશ્વરનો આભાર માનવો જોયી કેમ કે, પરમેશ્વરે જગત બનાવ્યા પેલા જ તમને ગમાડી લીધા હતા, જેથી તમે હાસાય ઉપર વિશ્વાસ કરીને પવિત્ર આત્મા દ્વારા પવિત્ર બનીને તારણ મેળવો. 14 અમારા બતાવેલા હારા હમાસાર દ્વારા પરમેશ્વરે તમને બસાવવા હાટુ બોલાવા કે, તમે અમારા પરભુ ઈસુ મસીહની મહિમામાં સહભાગી થય હકો. 15 ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, મક્કમ રયો, આ વાતો ઉપર વિશ્વાસ કરતાં રયો, જે જે વાતો અમે તમને શિક્ષણ કે લખેલા પત્ર દ્વારા શીખવી હતી. 16 હવે આપડા પરભુ ઈસુ મસીહ પોતે, અને આપડા પરમેશ્વર બાપ જે આપણને પ્રેમ કરયો, અને કૃપાથી સદાયની શાંતિ અને ઉતમ આશા આપી છે. 17 તમારા મનોમાં શાંતિ આપે, અને તમને બધાય હારા કામો, અને દરેક હારી વાતોમાં જે તમે કરો છો અને ક્યો છો એમા તમને મજબુત કરે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation