2 પિતરનો પત્ર 3 - કોલી નવો કરારપરભુના આગમન ના દિવસો 1 વાલાઓ, આ હવે બીજો પત્ર છે જે મે તમને લખ્યો છે. આ બેયમાં તમારા શાંત મગજને ઉત્તેજન કરવા હાટુ યાદગીરી છે. 2 હું આવું ઈ હાટુ લખી રયો છું કેમ કે, હું ઈચ્છું છું કે, તમે ઈ વચનોને યાદ રાખો, જે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા કીધા હતાં અને આપડા તારનાર પરભુ ઈસુ મસીહના શિક્ષણને યાદ રાખો, જે તમને ઈ ગમાડેલા ચેલાઓએ દીધુ, જે તમારી પાહે આવ્યા હતા. 3 બધાયથી ખાસ વાત ઈ છે કે, તમે હમજો છો કે, છેલ્લા વખતમાં થોડાક દિવસ પેલા કેટલાક એવા લોકો જોવામાં આયશે, જેના જીવન તેઓની પોતાની ભુંડી ઈચ્છાઓની કાબૂમા છે, ઈ એના પાછા આવવાના વિસારની ઠેકડી ઉડાડશે. 4 તેઓ કેહે કે, “એનો પાછા આવવાનો વાયદો ક્યા છે? કેમ કે, જઈથી અમારા બાપ-દાદાઓ મરી ગયા, બધુય સૃષ્ટિની શરૂઆતમાં જેમ હતું એમનું એમ જ છે.” 5 તેઓ એવુ કેહે કેમ કે, તેઓ ઈ વાતને ભુલાવા ઈચ્છે છે કે, ઘણાય વખત પેલા પરમેશ્વરની આજ્ઞાથી આભ અને પૃથ્વી બન્યા હતા. એણે પૃથ્વીને પાણીમાંથી બારે કાઢીને એને પાણીથી જુદી કરી દીધી. 6 આ પાણી દ્વારા એણે ઈ જગતનો નાશ કરી નાખ્યો, જે ઈ વખતે હયાત હતું. એણે એક ભારે વરસાદ મોકલ્યો અને એનાથી પૃથ્વી ઉપર ભયાનક જળપ્રલય થયું અને બધાય જીવતા પ્રાણીઓનો નાશ કરી નાખ્યો. 7 પણ પરમેશ્વર ઈ જ આજ્ઞા દ્વારા આભ અને પૃથ્વીને; જે અત્યારે હયાત છે, રાખી રયો છે, એટલે કે, આગથી એનો નાશ કરી દેય. ઈ તેઓને ઈ દિવસ હાટુ રાખી રયો છે, જઈ ઈ ન્યાય કરશે અને ઈ લોકોનો નાશ કરી દેહે; જે એની આજ્ઞાનું પાલન નથી કરતા. 8 હે વાલાઓ, આ એક વાતને કોયદી નો ભુલતા કે, પરમેશ્વર હાટુ એક દિવસ એક હજાર વરહ બરોબર છે, અને એક હાજર વરહ એક દિવસ બરોબર છે, એના હાટુ એક દિવસ અને એક હજાર વરહ બધુય હરખું છે. 9 કેટલાક લોકો વિસારે છે, કે પરભુ પોતાના આવવાના વાયદાને પુરો કરવામા વાર લગાડી રયો છે, પણ પરભુ એવી રીતે વાર લગાડી રયો નથી. પણ ઈ ધીરજ રાખી રયો છે કેમ કે, ઈ કોયનો પણ નાશ કરવા નથી માગતો, પણ ઈ ઈચ્છે છે કે, દરેક પોતાના મન ફેરવે અને ખોટુ કામ કરવાનું બંધ કરી દેય, અને એની પાહે પાછા આવી જાય. 10 પણ પરભુનો દિ પાક્કી રીતે પાછો આયશે, ઈ અસાનક પાછો આયશે, જેમ કોય સોર અસાનક આવી જાય છે, એમ જ ઈ વખતે આભમાં ગરજવાના અવાજો થાહે અને આભ અલોપ થય જાહે, આભમાં બધુય એટલે કે, સુરજ, સાંદો અને તારાઓ બધુય આગથી હળગી જાહે, ઈ દિવસે પરમેશ્વર ઈ બધાય કામોને પરગટ કરી દેહે જે લોકોએ પૃથ્વી ઉપર કરયા છે, જેથી એનો ન્યાય કરી હકે. 11 ઈ પાક્કું છે કે, પરમેશ્વર બધીય વસ્તુઓનો એવી રીતે નાશ કરી દેહે, ઈ હાટુ તમારે એવુ જીવન જીવવું જોયી જે સોખ્ખું અને પરમેશ્વરને હોપેલું હોય. 12 એવી રીતે વ્યવહાર કરો કે, જઈ તમે ઈ દિવસની વાટ જોય રયા છો, જે પરમેશ્વરે ગમાડયો છે, જઈ મસીહ પાછો આયશે, અને એના જલ્દી આવવા હાટુ પોતાના તરફથી પુરી કોશિશ કરો. ઈ દિવસે પરમેશ્વર આભને આગથી નાશ કરી દેહે, ઈ આગની ગરમીથી આભમાં જે કાય છે, ઈ ઓગળી જાહે. 13 પણ એના વાયદા પરમાણે આપડે નવા આભ અને નવી પૃથ્વીની વાટ જોય રયા છયી, જ્યાં ન્યાયીપણું રેહે. 14 એટલે હે વાલાઓ, જો તમે ઈ દિવસની વાટ જોવો છો, જઈ પરમેશ્વર જગતનો ન્યાય કરશે. તો તમારે પુરેપુરી કોશિશ કરવી જોયી, જેથી ઈ તમને શુદ્ધ અને નિરદોષ અને એક-બીજાની હારે શાંતિમાં રાખી હકે. 15 આપડા પરભુની ધીરજને એક તકની જેમ જોવો, જે ઈ તમને આવનાર ન્યાયથી બસાવવા હાટુ આપી રયો છે. આ પાઉલે પણ જે આપડો વાલો સાથી વિશ્વાસુ છે. તમને એક પત્રમાં ઈ જ્ઞાનનો ઉપયોગ કરીને લખ્યું હતું જે પરમેશ્વર એને દેય છે. 16 પોતાના બધાય પત્રોમાં જે એણે વિશ્વાસુને લખેલા છે, ઈ આવી રીતે જ વાત કરે છે. જે એણે તમને લખ્યું છે, પણ કેટલીક વાતો જે એણે પોતાના પત્રોમાં લખી છે એને હમજવી કઠણ છે, જે લોકોએ હારી રીતે શિક્ષણ નથી લીધું અને જેને નક્કી નથી, કે ઈ શું વિશ્વાસ કરે છે, તેઓ આ કઠણ વાતોના અર્થને ખોટી રીતેથી હમજાવી બતાવે છે, એવી જ રીતે કે જેમ શાસ્ત્રના બીજા ભાગોને પણ ખોટી રીતેથી હમજાવે છે. એવુ કરીને તેઓ પોતે જ પરમેશ્વર દ્વારા પોતાને દંડ દેવાનું કારણ બને છે. 17 એટલે વાલાઓ, જો કે તમે આ ખોટા શિક્ષકોની વિષે પેલાથી જ જાણો છો કે, એનાથી પોતાને હંભાળી રાખ્યા. આવા ખરાબ લોકો ખોટી વાતુ બતાવીને તમને દગો દેય નય. ઈ તમને શંકા કરવા હાટુ રાજી કરે નય, જેની ઉપર હવે તમે મજબુત વિશ્વાસ કરો છો. 18 એની બદલે એવી રીતે જીવો કે, તમે આપડા પરભુ અને તારનાર ઈસુ મસીહની તમારા પ્રત્યે કૃપાના કામોને વધારેમાં વધારે અનુભવ કરતાં રયો, અને તમે એને વધારે હારી રીતે જાણો. હું પ્રાર્થના કરું છું કે, દરેક ઈસુ મસીહનુ સન્માન હવે અને સદાય હાટુ કરે! આમીન. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation