Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 પિતરનો પત્ર 2 - કોલી નવો કરાર


વિશ્વાસ લાયક સિદ્ધાંત

1 જેવી રીતે ઘણાય વખત પેલા ખોટા આગમભાખીયાઓ ઈઝરાયલની વસ્સે જોવા મળ્યા હતાં, એવી જ રીતે તમારી વસ્સે પણ ખોટા શિક્ષકો જોવા મળશે. ઈ ખોટા શિક્ષણોને છુપી રીતે ફેલાવી દેહે, જે લોકોને મસીહ ઉપર વિશ્વાસ છોડાવી દેહે, આ ખોટા શિક્ષક મસીહને પોતાનો સ્વામી માનવાથી પણ નકાર કરી દેહે, જે એમનો માલીક છે, અને જેણે એને પાપની શક્તિથી બસાવ્યા છે. આવી રીતે ઈ પોતાનો અસાનક નાશ કરાવી દેહે.

2 પરમેશ્વરનાં ઘણાય લોકો આવા શિક્ષકોના ખોટા કામોની નકલ કરશે, અને જે કાય પણ તેઓ કરશે, એના લીધે અવિશ્વાસુ લોકો હાસના મારગની નિંદા કરશે.

3 આ શિક્ષકો લાલસુ હશે અને તેઓ બનાવટી વાર્તાઓ હંભળાવીને તમને વિશ્વાસ દેવરાયશે, જેથી તમારી પાહેથી વસ્તુઓ મેળવી હકે, પરમેશ્વરે ઘણાય વખત પેલા જ નક્કી કરી લીધુ હતું કે, ઈ તેઓને દંડ દેહે, અને ઈ એવુ કરવા હાટુ તૈયાર છે, ઈ પાક્કી રીતે એનો નાશ કરી દેહે.

4 પરમેશ્વરે પાપ કરનારા દુતોનો નાશ કરી નાખ્યો, જઈ તેઓએ પાપ કરયુ, તેઓને નીસે નરકમાં મોકલી દીધા, જ્યાં તેઓને અંધારામાં હાકળોથી બાંધીને રાખી દીધા જો કે, તેઓ ન્યાયના દિવસની રાહ જોવે છે. જઈ એને ઈ દંડ મળે. જેની લાયક ઈ છે.

5 એણે ઈ લોકોનો હોતન નાશ કરી નાખ્યો જે બોવ પેલા જગતમાં રેતા હતાં. એણે એમાંથી ખાલી આઠ જણાને બસાવ્યા, નૂહ સહીત જે એક ન્યાયી ઉપદેશ દેનારો હતો. એણે આ ઈ વખતે કરયુ જઈ એણે બધાય અન્યાયી લોકોનો જળપ્રલયથી નાશ કરી નાખ્યો જે ઈ વખતે રેતા હતાં.

6 પરમેશ્વરે સદોમ અને ગમોરા શહેરને દંડિત કરયા, અને એણે એવા ભસ્મ કરી દીધા કે ઈ હળગીને રાખ થય ગયા, એમણે એને એક દાખલો બનાવી દીધો કે, જે લોકો પરમેશ્વરનો અનાદર કરે એની હારે શું થાહે?

7 પણ એની પેલા કે એણે સદોમનો વિનાશ કરયો, એણે લોતને જે એક હારો માણસ હતો, શહેરથી કાઢી મુકયો અને એવી રીતે એને બસાવી લીધો. લોત બોવજ દુખી હતો કેમ કે, સદોમ શહેરના લોકો કોય પણ નિયમને માનતા નોતા અને શરમજનક કામો કરતાં હતા.

8 (કેમ કે, લોત એક હારો માણસ હતો, પણ ઈ દરરોજ ખરાબ લોકોની હારે રેતો હતો, ઈ હાટુ એનુ હારું હ્રદય ઈ ખરાબ કામોના કારણે દુખી હતાં, જે ઈ જોતો અને હાંભળતો હતો.)

9 જઈ કે, પરભુએ આ બધીય વસ્તુઓને કરી છે. તો એનાથી ખબર પડે છે કે, ઈ જાણે છે કે, પરમેશ્વરનાં લોકોને એના દુખથી કેવી રીતે છોડાવવાના છે અને કેવી રીતે ખરાબ લોકોને ન્યાયના દિવસ હુધી સતત દંડ દેવાનો છે.

10 ઈ એવા ખોટા શિક્ષકોને નક્કી દંડ દેહે, જે પોતાની ખરાબ દેહિક વાસનાઓ પરમાણે કામ કરે છે, અને જે પોતાની ઉપર પરમેશ્વરનાં અધિકારનો નકાર કરે છે ઈ મતલબી અને અભિમાની છે, ઈ મહિમામય સ્વર્ગીય પ્રાણીઓના વિષે અપમાન કરીને ખરાબ બોલવાથી નથી બીતા.

11 પણ જ્યાં હુધી કે પરમેશ્વરનાં સ્વર્ગદુત જે આ ખોટા શિક્ષકોથી ક્યાય વધારે સામર્થી અને શક્તિશાળી છે, ઈ પણ એનુ અપમાન નથી કરતાં, જઈ ઈ પરમેશ્વરની હામે એની ઉપર આરોપ લગાડે છે.

12 પણ ઈ જંગલી જનાવરો જેવા છે, આ જનાવરોને ખબર નથી કે કેવુ વિસારવું જોયી અને એમનો હેતુ ખાલી પકડાય જાવુ અને મરી જાવુ છે. ઈ લોકો કાય પણ કરે છે, જે એના મનમા આવે છે, અને ન્યા હુધી કે, આ ઈ વસ્તુઓનું અપમાન કરે છે, જે એને હમજવામાં પણ નથી આવતી. ઈ પાક્કી રીતે નાશ થય જાહે.

13 તેઓ એના ખોટા કામ લાયક ફળ મેળવશે, તેઓ ભર બોપરે ભુંડા સુખભોગમાં પડયા રેવાનુ ગમાડે છે. તેઓ તમારી વસે એક કલંક અને દાગ છે. તેઓ દગો દેવામાં ખુશી મનાવે છે, જઈ ઈ તમારા પ્રીતિ ભોજનમાં તમારી હારે ખાય-પીવે છે.

14 તેઓની આખું છીનાળવીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરવાથી બંધ થાતી નથી; તેઓ નબળા વિશ્વાસીઓને લલસાવે છે; તેઓના હૃદય લોભી છે, તેઓ હરાપીત છે.

15 તેઓએ ઈ કરવાનું બંધ કરી દીધુ છે, જે હાસુ છે, અને તેઓને એની જેવું ખરાબ કામ કરવાનું સાલું કરી દીધુ છે, જેમ કે, બેઓરના દીકરા બલામે ઘણાય વખત પેલા કરયુ હતું, એણે અન્યાયથી રૂપીયા કમાવાનું ગમાડુ હતું.

16 પણ પરમેશ્વરે એને પાપ કરયા હાટુ ઠપકો આપ્યો અને ભલે ગધેડો બોલી નથી હકતો પરમેશ્વરે આગમભાખયા બલામના પોતાના ગધેડાનો ઉપયોગ કરયો જેથી ઈ એક માણસના અવાજથી એની હારે વાત કરે અને એની ગાંડી તાલાવેલીને રોકે.

17 ઈ ખોટા શિક્ષક ઈ પાણીના ઝરણાની જેમ ખોટા છે. જે હુકાય ગયા છે, ઈ વાદળાની જેવા નીરાશાજનક છે, જેને તેજ હવા ઉડાડીને લય જાય છે, એની પેલા કે વરસાદ થય જાય. પરમેશ્વરે તેઓની હાટુ એક એવી જગ્યા તૈયાર કરી છે, જે પુરી રીતે અંધારું છે.

18 જઈ તેઓ લોકોને શિક્ષણ આપે છે, તો ઈ ખોટા અને અભિમાનથી ભરેલા શબ્દોનો ઉપયોગ કરે છે. ઈ લોકોને કેય છે કે, ઈ એવા શરમજનક કામો કરી હકે છે, જે તેઓનો દેહ કરવા માગે છે અને ઈ તેવા લોકોને ફરીથી પાપ કરવા ભરમાવી દેય છે, જે હમણાં-હમણાં જ આવા પાપી જીવનથી બસીને બાર નીકળા છે.

19 તેઓ એને કેય છે કે એને જે હારું લાગે એવુ કરવા હાટુ ઈ સ્વતંત્ર છે પણ તમે પોતે ચાકર છો જેને આજ્ઞાનું પાલન કરવુ જોયી. જે કાય પણ એનુ ભુંડુ મગજ એને કરવા હાટુ બતાવે છે. પાક્કી રીતે માણસ એનો ગુલામ હોય છે જે વાત એને કાબૂમા કરે છે.

20 કેમ કે, જો ઈ આપડો પરભુ અને તારનાર ઈસુ મસીહના જ્ઞાન દ્વારા જગતના ભ્રષ્ટાચારથી બસી ગયા છે પણ પાછા એમા ફસાય જાય છે અને હારી જાય છે, તો એની છેલ્લી દશા પેલાની દશા કરતાય વધારે ભુંડી થય જાય છે.

21 એની હાટુ હારું હોત તેઓએ કોય દિ શીખુ જ નોતુ કે, ન્યાયીપણાના મારગથી કેવી રીતે જીવવું જોયી. પણ પરમેશ્વર એને હજીય વધારે સજા દેહે કેમ કે, એણે એને જે કરવાનો ઈશારો દીધો, એને નકાર કરી દીધો; જેને અમે ગમાડેલા ચેલાઓએ એને દીધો હતો.

22 એની હારે જે થાય છે ઈ દેખાય છે કે ઈ કેવતો હાસી છે કે, જે કુતરા જેવા છે જે પોતાની ઉલટી સાટવા હાટુ પાછો આવે છે અને ઈ ડુકરા જેવો છે; જેને ધોવામાં આવે છે અને ફરીથી કાદવમાં હુવે છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan