2 પિતરનો પત્ર 1 - કોલી નવો કરાર1 હું સિમોન પિતર જે આપડા તારનાર ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું આ પત્ર લખી રયો છું, હું આ પત્ર પરમેશ્વરનાં ગમાડેલા ઈ લોકોની હાટુ લખી રયો છું જો કે પોન્તસ, ગલાતિયા, ક્પાદોકિયા, આસિયા અને બિથુનિયા પ્રાંતના જુદા-જુદા શહેરોમાં વિદેશીઓની જેમ રેય છે. 2 હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમારી પ્રત્યે બોવજ કૃપાથી કામ કરવાનું ચાલુ રાખે અને તમને એક ઊંડી શાંતિ દેય, કેમ કે, તમે હાસીન પરમેશ્વર અને ઈસુને જાણો છો જે આપડો પરભુ છે. વિશ્વાસમા બઢતી 3 પરમેશ્વરે પોતાના સામર્થ્ય દ્વારા આપણને ઈ બધુય દીધુ છે જે આપણને એક પરમેશ્વરનું જીવન જીવવા હાટુ જોયી. ઈ શક્ય છે કેમ કે, અમે પરમેશ્વરને જાણી છયી અને ઈ ઈજ છે જેણે આપણને પોતાની મહિમા અને ભલાયથી એના લોકો થાવા હાટુ બોલાવ્યા છે. 4 ઈજ શક્તિશાળી સામર્થ દ્વારા એણે આપણને બોવજ મહાન અને કિંમતી ભેટો આપી છે જે એણે વાયદો કરયો છે, ઈ ભેટોનો ઉપયોગ કરીને આપડે જગતમાં ઈ ભુંડી ઈચ્છાઓથી બસી હકીયે છયી જે લોકોનો નાશ કરે છે અને પરમેશ્વરનાં પોતાના સ્વભાવનામાં ભાગીદાર થય હકી છયી. 5 કેમ કે, તમે પરમેશ્વરનાં સ્વભાવમાં ભાગીદાર થાવા હાટુ છો, તમારે સદાય મસીહ ઉપર વિશ્વાસ કરવાનો કઠણ પ્રયત્ન કરવો જોયી, જે બીજાઓની હાટુ હારુ છે અને તમારે એવા લોકો પણ બનવું જોયી જે હમજદારીથી વ્યવહાર કરવાનું જાણે છે. 6 અને તમારે ખાલી ઈજ નો જાણવું જોયી કે હમજદારીથી કેવી રીતે વ્યવહાર કરવાનો છે, પણ તમારે પોતાની જાતને હોપી દેવી જોયી, તમારે નો ખાલી પોતાને સંયમિત કરવા જોયી પણ તમારે મુસીબતમાં ધીરજ રાખવી જોયી, અને તમારે નો ખાલી ધીરજ જ રાખવી જોયી પણ તમારે એવી રીતે જીવવું જોયી જે પરમેશ્વરને વફાદાર રયને માન આપે છે. 7 અને તમારે નો ખાલી એવી રીતે જીવવું જોયી જે પરમેશ્વરને માન આપે, પણ તમારે એકબીજા ઉપર પોતાના પરિવારના સભ્યોની જેમ પ્રેમ કરવો જોયી અને એવી જ રીતે તમારે બધાય લોકોને પણ પ્રેમ કરવો જોયી. 8 જો તમે વધારેમાં વધારે આવી રીતે જીવો છો તો તમે આપડા પરભુ ઈસુ મસીહને એવી રીતે જાણી હકશો કે જેથી તમે ઉપયોગી અને ફળ આપનારા બનશો. 9 પણ જો કોય માણસ આ રીતે નથી જીવતો, તો ઈ એક એવા માણસની જેવો છે, જે હારી રીતે જોય હક્તો નથી, કે જે આંધળો છે, ઈ ભુલી ગયો છે કે, પરમેશ્વરે એને ઈ પાપથી માફ કરી દીધો છે, જે એણે મસીહમા વિશ્વાસ કરવા પેલા કરયા હતા. 10 ઈજ કારણે ભાઈઓ, તમે પોતાને અને બીજા લોકોને ઈ બતાવવા હાટુ હજી હારો વ્યવહાર કરવા હાટુ કઠણ પ્રયત્ન કરો કે, પરમેશ્વરે તમને ખરેખર ગમાડયા છે અને તમને પોતાના લોકો થાવા હાટુ બોલાવ્યા છે. જો તમે એવુ કરશો તો પાક્કી રીતે પરમેશ્વરથી જુદા નય થાવ. 11 આ રીતે પરમેશ્વર તમારો ઈ જગ્યામાં માનપૂર્વક આદર કરશે જ્યાં ઈસુ મસીહ છે, જે આપડો પરભુ અને આપડો તારનાર છે, જે સદાય હાટુ લોકો ઉપર રાજ્ય કરશે. 12 જો કે તમે પેલાથી જ આ વાતોને જાણો છો અને હાસા શિક્ષણોને મજબુતીથી પકડી રાખેલ છે. જે તમારી પાહે હવે છે, હું તમને એની વિષે યાદ કરાવવાનુ સદાય સાલું રાખય. 13 હું જાણું છું કે, જઈ હું હજી જીવતો છું, તો હારું છે, એના વિષે હું તમને સદાય વાત કરવાનું સાલું રાખુ, જેથી તમે એને ભુલી નો જાવ, 14 કેમ કે હું જાણું છું કે હું જલ્દી મરી જાવાનો છું કેમ કે આપડા પરભુ ઈસુ મસીહે મને સોખી રીતે દેખાડયું છે. 15 ઈ હાટુ હું આ વાતોને અત્યારે લખાણ દ્વારા તમને આ બતાવવા હાટુ કઠણ મેનત કરી રયો છું, જેથી મારા મોત પછી તમે દરેક વખતે એને યાદ રાખી હકો. મસીહના મહિમાના સાક્ષીઓ 16 કેમ કે, જઈ અમે પ્રેરિતોએ તમને આપડા પરભુ ઈસુ મસીહના સામર્થ્ય અને પાછા આવવાના વિષે બતાવ્યું, તો અમે તમને સાલાકીથી બનાવટી સંદેશો કેતા નોતા, પણ અમે મસીહનો મહિમા જોયો હતો. 17 પરમેશ્વર આપડા બાપે, એને બોવજ મહિમાવાન કરયો જઈ પરમેશ્વરનાં મહાન તેજે એને ઘેરી લીધો અને એણે કીધુ “આ મારો દીકરો છે, જેનાથી મને બોવજ પ્રેમ છે; હું એનાથી બોવજ રાજી છું.” 18 અમે પોતે જ પરમેશ્વરને સ્વર્ગથી આવું કેતા હાંભળ્યો છે જઈ અમે ઈ પવિત્ર ડુંઘરા ઉપર મસીહની હારે હતાં. 19 ઈ હાટુ અમે આગમભાખીયાઓ દ્વારા લખાયેલા શાસ્ત્રમા બોવજ વધારે વિશ્વાસુ છયી, જો તમે આ સંદેશ ઉપર ધ્યાન આપશો, તો તમે એક હારું કામ કરશો, કેમ કે આ એક મશાલની જેમ છે જે અંધારાની જગ્યાએ સમકે છે, જયા હુધી કે દિવસ નથી નીકળતો અને મસીહનુ અંજવાળું તમારા હ્રદયમાં સમકે છે, જે રીતેથી પરોઢનો તારો જગતમાં અંજવાળું લીયાવે છે. 20 બધાય કરતાં મહત્વની વાત ઈ છે કે, તમે હમજો છો કે, કોય પણ માણસ પોતાની આવડતથી શાસ્ત્રની દરેક આગમવાણીને હમજવાને લાયક નથી, જે શાસ્ત્રમા દીધેલી છે. 21 કેમ કે, આગમવાણી કોય દિ માણસની ઈચ્છા પરમાણે આવી નથી, પણ શિક્ષકો પવિત્ર આત્માની પ્રેરણાથી પરમેશ્વરનાં સંદેશાને બોલ્યા. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation