2 યોહાન 1 - કોલી નવો કરારહાસ અને પ્રેમ 1 હું, મંડળીનો વડવો યોહાન આ પત્રને પરમેશ્વર દ્વારા ગમાડેલી ઈ બાય અને એના સંતાનોને લખી રયો છું, જેઓને હું મસીહમાં હાસો પ્રેમ કરું છું અને ખાલી હુ જ નય પણ તેઓ બધાય લોકો પણ પ્રેમ રાખે છે, જે હાસાયને ઓળખે છે. 2 અમે તમને પ્રેમ કરી છયી, કેમ કે હાસા શિક્ષણમાં વિશ્વાસ કરી છયી અને ઈ શિક્ષણ સદાય આપડી હારે બનેલું રેહે. 3 પરમેશ્વર બાપ અને એનો દીકરો ઈસુ મસીહની તરફથી કૃપા, દયા, અને શાંતિ તમારી હારે બનેલી રેય જે હાસાય અને પ્રેમમાં રેય છે. 4 હું બોવ રાજી થયો, જઈ મે હાંભળૂ કે, તારા થોડાક સંતાનો ઈ હાસાયનું પાલન કરીને જીવી રયા છે, જેણે આપડા પોતાના પરમેશ્વર બાપે આપણને કરવાનો હુકમ આપ્યો છે. 5 હવે હે બાય, હુ તને વિનવણી કરું છું કે, આપડે મસીહમાં એક-બીજાને પ્રેમ કરવો જોયી, આ કોય નવી આજ્ઞા નથી લખી રયો પણ આ ઈ જ આજ્ઞા છે જેને આપડે ઈ વખતથી જ જાણી છયી જઈ આપડે મસીહની પાછળ હાલવાનું સાલું કરયુ. 6 ખરેખર પ્રેમ આ છે, જઈ પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરીને કામ કરી છયી. આ ઈ જ આજ્ઞા છે, જઈ મસીહની પાછળ હાલવાનું સાલું કરયુ. ઈ જ વખતથી તમે હાંભળી છે ઈ પરમેશ્વરે આ આજ્ઞા આપી છે કે, તમારે સદાય એક-બીજાને પ્રેમ કરવો જોયી. મસીહ વિરોધી દગાથી સાવધાન 7 હું ઈ હાટુ કય રયો છું કે, બોવ બધાય લોકો ખોટુ શિક્ષણ દયને બીજાઓને દગો આપે છે, તેઓ જુદી-જુદી જગ્યા ઉપર ગયા, તેઓ કેય છે કે, ઈસુ મસીહ એક માણસ બનીને આ સંસારમાં નથી આવ્યા; જો કોય માણસ એવુ કેય છે તો ઈ માણસ મસીહ વિરોધી છે, જે દરવખતે લોકોને દગો આપે છે. 8 ઈ હાટુ તમારે પોતાના વિષે સાવધાન રેવું જોયી કે, ક્યાક ઈ લોકો તમને દગો નો દેય, જેથી તમે એને ખોયનો નાખો જેને મેળવવા હાટુ આપડે એટલી મેનત કરી છે, પણ તમને ઈ બધાય આશીર્વાદો મળશે, જેનો વાયદો પરમેશ્વરે તમારી હારે કરયો છે. 9 ઈ લોકો જેઓ હાસા શિક્ષણથી ભટકી જાય છે, અને મસીહના શિક્ષણનુ પાલન નથી કરતાં, ઈ પરમેશ્વરની હારે સંગતીમાં નથી. પણ જે કોય મસીહના શિક્ષણનું વારંવાર પાલન કરયુ છે. ઈ પરમેશ્વર બાપની હારે અને એનો દીકરો, ઈસુ મસીહની હારે સંગતીમાં છે. 10 જો કોય તમારી પાહે આવે, અને જો ઈ કાક એવુ શિક્ષણ આપતો હોય જે મસીહના શિક્ષણથી અલગ છે, તો એને નો તો ઘરમાં આવવા દયો, અને નો એને સલામ કરો. 11 કેમ કે, જે કોય એવા માણસને સલામ કરે છે, તો ઈ પણ એના ખરાબ કામોમા ભાગીદાર બને છે. છેલ્લા વચનો 12 અને ઘણીય બધી વાતો છે જે હું તમને બતાવવા માગું છું, પણ હું એને આ રીતે એક પત્રમાં લખવા નથી માગતો. પણ મારી આશા છે કે, હું તમારી પાહે આવુ, અને મોઢામોઢ વાત કરું અને ફરીથી આપડે એક હારે બોવ રાજી થાયી. 13 આયા તારી બહેનના છોકરા, જેને પરમેશ્વરે ગમાડયા છે, તેઓ તને સલામ કરી રયા છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation