2 કરિંથીઓને પત્ર 9 - કોલી નવો કરારસાથી વિશ્વાસીઓ હાટુ આર્થિક મદદ 1 હવે યહુદીયા પરદેશમાં રેનારા પરમેશ્વરનાં લોકોની મદદ હાટુ મારે તમને લખવાની કાય જરૂર નથી. 2 કેમ કે, મદદ કરવા હાટુ તમે ઉત્સુક છો ઈ હું જાણું છું, જેના લીધે મકદોનિયા પરદેશના વિશ્વાસી લોકોની હામે હું અભિમાન કરતો રવ છું કે, તમે અખાયા પરદેશના લોકો ગયા વરહથી જ મદદ કરવા હાટુ ઉત્સુક છો, એવું મેં બતાવ્યું હતું, અને તમારા ઉત્સાહથી બોવ બધાયને પ્રોત્સાહન મળ્યું છે. 3 પણ હવે હું તમારી પાહે તિતસ અને એની હારે બીજા બે ભાઈઓને મોકલું છું કે, તમારી વિષે આપડે જે અભિમાન કરયુ, ઈ ખાલી બોલવા દ્વારા જ નથી પણ જેવું મેં કીધું, એમ તમે મદદ કરવા હાટુ તૈયાર થાવ. 4 ક્યાક એવું નો થાય કે, કોક જો મકદોનિયા પરદેશના વિશ્વાસીઓમાં હારે આવીને આ જોવે કે, તમે મદદ કરવા હાટુ તૈયાર નથી, તો અમારે પણ શરમાવું પડે, 5 ઈ હાટુ મેં સાથી વિશ્વાસી ભાઈઓને આ વિનવણી કરવાનું જરૂરી હંમજ્યુ કે, તેઓ પેલા તમારી પાહે આવે અને જે આશીર્વાદ આપવાનું તમને કીધું હતું, એને ભેગુ કરી લેય, આ દબાણથી નય પણ ઉદારતાથી આપે છે એવી ખબર પડે. 6 હવે હું આ કવશું કે, જે માણસ થોડાક બી વાવે છે, એનો પાક પણ થોડોક જ થાય છે. પણ જે માણસ ઘણાય બી વાવે છે, એને ન્યા ખુબજ જાજો પાક ઉતરે છે. 7 દરેક માણસે જેવું પોતાના હૃદયમાં નક્કી કરયુ હોય એમ જ દાન આપવું, પરાણે નય એમ જ ફરજીયાત નય કેમ કે, પરમેશ્વર ખુશીથી આપનારને ગમાડે છે. 8 પરમેશ્વર તમને તમારી જરૂરીયાતથી પણ વધારે દેવામાં સમર્થ છે, જેનાથી દરેક વાતોમાં અને દરેક વખતે, બધુય, જે તમને જરૂરી હોય, તમારી પાહે રેય. જેથી દરેક ભલા કામો હાટુ તમારી પાહે બોવ જ કાક હોય. 9 જેવું શાસ્ત્રમાં લખ્યું છે કે, “પરમેશ્વર ગરીબ લોકોને ઉદારતાથી આપે છે, અને એનું ન્યાયપણું સદાય ટકે છે.” 10 પરમેશ્વર જ છે, જે ખેડુતોને વાવવા હાટુ બી અને ખોરાક હાટુ રોટલી પુરી પાડે છે, તેઓ તમારુ વાવવાનું બી પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયપણાનો પાક પુષ્કળ થાહે. 11 તમે દરેક વાતોમાં બધાય પરકારથી આશીર્વાદિત થાહો જેથી તમે સદાય ઉદારતાથી આપી હકો, અને જઈ અમે તમારા દાનને જરૂરીયાતવાળા લોકોને આપશો, તઈ ઈ અમારા દ્વારા પરમેશ્વરનો આભાર માનશે. 12 કેમ કે, તમારી આ સેવા ખાલી પરમેશ્વરનાં લોકોની જરૂરિયાત જ પૂરી નથી થાતી, પણ એની હારો-હાર લોકો પરમેશ્વરનો બોવ જ આભાર માને છે. 13 કેમ કે, બીજાઓને મદદ કરવા હાટુ આપવાની સેવાથી બોવ બધા લોકો પરમેશ્વરની મહિમા પરગટ કરે છે, કેમ કે, તમે મસીહના હારા હમાસાર હાસા છે એવી કબુલાત કરી છે, અને હવે એનું પાલન પણ કરો છો, અને ગરીબ વિશ્વાસીઓ અને બધાય વિશ્વાસીઓની મદદ પણ કરતાં હોય. 14 અને તેઓ આપડી હાટુ પરમેશ્વરથી પ્રાર્થના કરશે. અને તેઓ તમારીથી પ્રેમ કરે છે, કેમ કે તેઓ જાણે છે કે, પરમેશ્વરે તમારી ઉપર કેટલી કૃપા કરી છે. 15 પરમેશ્વરની વરણવી નો હકાય એટલી ભેટ હાટુ ઈસુ મસીહમાં આભાર માની. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation