2 કરિંથીઓને પત્ર 8 - કોલી નવો કરારમસીહી દાનધરમ 1 ભાઈઓ, મકદોનિયા પરદેશની મંડળીઓના વિશ્વાસીઓ ઉપર થયેલી પરમેશ્વરની કૃપા વિષે તમે જાણો એવી અમારી ઈચ્છા છે. 2 જઈ તેઓ સંકટો દ્વારા પારખવામાં આવ્યા, તઈ તેઓ બોવ આનંદ અને તેઓની વધારે ગરીબાઈ હોવા છતા પણ તેઓએ બીજા વિશ્વાસીઓને મદદ કરવા હાટુ બોવ વધારે રૂપીયા દીધા. 3 તેઓને જેટલું થય હકે એટલું જ નય પણ તેઓએ બોવ હારુ દાન આપ્યુ, અને હું સામર્થ્યથી તેઓની વિષે સાક્ષી આપું છું 4 પોતાની આ ઉદારતા અને લોકોની સેવા કરવામાં તેઓની ભાગીદારી અપનાવવામાં તેઓએ અમને આગ્રહથી વિનવણી કરી; 5 આપડે આશા હતી એનાથી વધારે તેઓને દીધું, પણ તેઓએ પેલા તો પોતાની જાતને પરભુને હોપી દીધી, અને પછી પરમેશ્વર જેવું ઈચ્છે છે એવું કરવા હાટુ તેઓએ આપણને હોપી દીધા. 6 ઈ હાટુ આપડે તિતસને હંમજાવ્યો કે, જેવું એણે પેલા શરૂવાતમાં કરયુ હતું, ઈ જ પરમાણે ઈ તમારામાં આ ઉદારતાની કૃપા પુરી કરે. 7 પણ જેમ તમે બધીય બાબતોમાં, જેમ કે, વિશ્વાસમાં, બોલવામાં, જ્ઞાનમાં, તાલાવેલીમાં અને અમારી ઉપરનાં તમારા પ્રેમમાં વધ્યા, એવી જ રીતે આ ઉદારતાની સેવામાં હોતેન વધતા જાવ. 8 હું તમને કોય આજ્ઞા નથી આપતો, પણ બીજા લોકોની તાલાવેલીનો દાખલો આપીને હું તમારા પ્રેમની હાસાય પારખવા માગું છું 9 તમે આપડા પરભુ ઈસુ મસીહની કૃપા જાણો છો કે, તેઓ તો રૂપીયાવાળા હોવા છતાં તમારી હાટુ ગરીબ બન્યા કે, જેથી તમે એની ગરીબીના કારણે રૂપીયાવાળા બનો. 10 આ બાબતમાં હું સલાહ આપુ છું; જે તમને ફાયદો થાહે, કેમ કે, એક વરહ અગાવ તમે ખાલી જે કામ કરવાની શરૂઆત કરી હતી એટલી જ નય પણ ઈ કરવાની તમારી ધગજ હોતેન હતી. 11 ઈ હાટુ કરતાં રયો, અને કામો પુરા કરો, જેવા ઉત્સાહથી તમે યોજના બનાવી હતી, ઈ જ ઉત્સાહથી તમારી પાહે જે છે એની દ્વારા ઈ યોજના પુરી કરો. 12 કેમ કે, જો આ કામ કરવાની ઈચ્છા હોય તો કોય માણસ પાહે જે નથી ઈ પરમાણે નય, પણ જે છે ઈ પરમાણે ઈ ઈચ્છા માન્ય છે. 13 આ કામ ઈ હાટુ નથી કે બીજાઓને રાહત મળે અને તમને મુશ્કેલી પડે, પણ દરેક પાહે એક હરખું હોવું જોયી. 14 પણ આ વખતે તમારી પાહે બોવ છે, આ કારણે જે જરૂરિયાતમંદોને મદદ કરે. જેથી જઈ એની પાહે બોવ હોય, તઈ તેઓ તમારી જરૂરિયાતોમાં મદદ કરશે, એથી બેયની હરખામણી થાહે. 15 જેવું શાસ્ત્રમાં લખ્યું છે કે, “જેની પાહે ઘણુય હતું એને વધી પડયું નય; અને જેની પાહે થોડુક હતું એને ખુટી ગ્યું નય.” તિતસ અને એના સાથીદારો 16 તમને મદદ કરવા હાટુ અમારા જેટલી પરવા તિતસમાં દેખાડી ઈ હાટુ આપડે પરમેશ્વરનો આભાર માની છયી. 17 એને ખાલી આપડી વિનવણી સ્વીકારી નથી, પણ મદદ કરવા હાટુ એટલી ઈચ્છા હતી કે, ઈ પોતે સ્વેચ્છાથી તમારી પાહે આવ્યો છે. 18 આપડે એની હારે બીજા વિશ્વાસી ભાઈને પણ મોકલ્યો જેનું નામ હારા હમાસાર ફેલાવામાં બધી મંડળીના વિશ્વાસીઓમાં ફેલાયેલુ છે, 19 એટલું જ નથી, પણ ઈ મંડળીના લોકો દ્વારા ગમાડવામાં આવ્યા છે કે, આ દાનની સેવા હાટુ આપડી હારે મુસાફરી કરે અને જે દાન ભેગુ કરીને યરુશાલેમના વિશ્વાસીઓને દેવાની સેવા ઈ હાટુ કરે છે કે, પરભુની મહિમા અને આ પરગટ કરવા હાટુ કે, આપડે એની મદદ કરવા હાટુ રાજી છયી. 20 આપડે આ વાતોમાં સાવધાન રેયી છયી કે, વિશ્વાસીઓને જે દાન ઉદારતાથી આપે છે. એને યરુશાલેમ શહેરમાં પુગાડવા હાટુ તિતસની હારે બીજા સાથી વિશ્વાસીને મોક્લીયા, જેથી કોય પણ આપડી ઉપર આરોપ નો લગાડે. 21 કેમ કે, ખાલી પરભુની નજરમાં નય, પણ લોકોની નજરમાં પણ જે લાયક છે ઈ કરવાની અમને કાળજી છે. 22 અને તેઓની હારે આપડે અને એક વિશ્વાસી ભાઈને પણ મોક્લીયા છે, જેને આપડે વારા-ઘડીયે પારખી છયી અને ઈ બોવ બધી વાતોમાં મદદ કરવામાં ઉત્સાહ દેખાડે છે, પણ હવે એને તમારી ઉપર બોવ જ ભરોસો છે, આ કારણે ઈ બોવ વધારે મદદ કરવા હાટુ ઉત્સાહી છે. 23 જો કોય મને તિતસના વિષે પૂછે, તો ઈ તમારી મદદ કરવામાં મારા ભાગીદાર છે, અને જો સાથી વિશ્વાસી ભાઈઓની વિષે પૂછે, તો તેઓ મંડળીના લોકો દ્વારા મોકલેલા અને જે કાય તેઓ કરે છે તેઓની દ્વારા મસીહ હાટુ માન મેળવે છે. 24 ઈ હાટુ એના પ્રત્યે તમારો પ્રેમ દેખાડો, અને મંડળીના બધાય વિશ્વાસીઓને એવું સાબિત કરીને દેખાડો કે, તમારા વિષે અમારું અભિમાન હાસુ છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation