Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 કરિંથીઓને પત્ર 6 - કોલી નવો કરાર


બીજા ધરમની અસરો હામે સેતવણી

1 હવે પરમેશ્વરની હારે કામો કરનારા અમે તમને માનપૂર્વક વિનવણી કરી છયી કે, તમે જે કૃપા પરમેશ્વરથી મેળવી છે એને નકામી નો થાવા દયો.

2 કેમ કે શાસ્ત્રમાં પરમેશ્વર કેય છે કે, “મારી કૃપાના વખતમાં મે તમારી વિનવણી હાંભળી લીધી, અને તારણના દિવસે મે તમારી મદદ કરી.” જોવો, હવે મારી કૃપાનો વખત છે, અને જોવો હવે આજે જ તારણ મેળવવાનો દિવસ છે.

3 પરમેશ્વરનાં સહભાગી થાવાના લીધે આપડી સેવામાં કોય રોક ટોક કરવાનો પ્રયાસ નથી કરતા.

4 એના કરતાં આપણે જે કાય કરી છયી એમા પરમેશ્વરનાં હાસા સેવકો છે જે આવું દેખાડે છે કે, ધીરજમાં, મુશ્કેલીમાં, તંગીમાં, પીડામાં,

5 માર ખાવામાં, કેદી હોવામાં, હુમલાઓમાં, દુખોમાં, ઉજાગરા કરવામાં, ભૂખા રેવામાં,

6 પવિત્રતામાં, જ્ઞાનમાં, સહનશીલતામાં, દયાભાવમાં, પવિત્ર આત્મામાં, બીજા હારે હાસા પ્રેમમાં,

7 હાસા વચનમાં, પરમેશ્વરનાં સામર્થ્યમાં, જમણા અને ડાબા હાથ ઉપર ન્યાયપણાના હથિયારોથી.

8 અમને માન મળ્યું, અને અમારી નિંદા હોતન થય; અપમાન થયુ, અને અમારા વખાણ હોતન થ્યા. અમને ખોટા ગણવામાં આવ્યાં છતાય અમે હાસુ બોલી છયી.

9 આપડે અજાણ્યા જેવા છયી તો પણ આપડે બધાય જાણી છયી, આપણને મરેલાઓની જેમ હમજે છે, પણ જોવ આપડે જીવતા છયી આપડે માર ખાયી છયી, પણ મરતા નથી,

10 આપણને દુખી કરવામાં આવ્યા, પછી પણ આપણે સદાય રાજી થાયી છયી, આપડે પોતે તો કંગાળ છયી પણ બીજા ઘણાયને આત્મિક રીતેથી રૂપીયાવાળા બનાવી દેય છે, માનો આપડી પાહે કાય પણ નથી તોય આપડી પાહે બધીય વસ્તુ છે.

11 કરિંથી શહેરના વિશ્વાસીઓ, અમે હાસાયથી તમને વાતો કરી છે, અને અમે તમને પુરા હ્રદયથી પ્રેમ કરી છયી.

12 અમે તમને પ્રેમ કરવાનું બંધ નથી કરયુ પણ તમે અમને પ્રેમ કરવાનું બંધ કરી દીધું છે.

13 પણ હવે તમે મારા બાળકો છો એવી જ રીતેથી હું તમને કવ છું કે, તમારુ હૃદય અમારી આગળ ખુલુ કરો.


વિધરમી અસરોની વિરુધ સેતવણી

14 તમે અવિશ્વાસીઓની હારેના સહભાગીનો સબંધ નો રાખો; કેમ કે ન્યાયીને પાપી હારે કાય સબંધ નો હોય અને અજવાળાને અંધારા હારે કાય સબંધ નો હોય.

15 અને મસીહનો બલિયાલ જેમ કે શેતાનની હારે, અને વિશ્વાસીનો અવિશ્વાસીથી,

16 પરમેશ્વરનાં મંદિરમાં મૂર્તિઓ હાટુ કોય જગ્યા નથી, કેમ કે આપણે જીવતા પરમેશ્વરનું મંદિર છયી, જેવું પરમેશ્વરે શાસ્ત્રમાં કીધું છે કે, “હું મારા લોકોમાં મારૂ ઘર બનાવય, અને એની હારે રેય, અને હું એનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.”

17 ઈ હાટુ પરભુ શાસ્ત્ર દ્વારા કેય છે કે, “જે લોકો પરમેશ્વરની જેમ નથી કરતાં એમાંથી બારે નીકળો અને જુદા રયો, અને અશુદ્ધ વસ્તુને નો અડો, તો હું તમને અપનાવય,

18 હું તમારો બાપ થાય, અને તમે મારા દીકરા-દીકરીઓ થાહો, આયા સર્વસમર્થ પરભુ પરમેશ્વર કેય છે.”

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan