2 કરિંથીઓને પત્ર 5 - કોલી નવો કરારસ્વર્ગમાં અનંતકાળનું આપડું ઘર 1 કેમ કે, આપડે જાણી છયી કે, જો આપડું પૃથ્વી ઉપરનું માંડવારૂપી દેહ નાશ પામી જાય, તોય સ્વર્ગમાં પરમેશ્વરે બનાવેલું, હાથેથી બનાવેલું નય એવું અનંતકાળનું આપડું ઘર છે. 2 કેમ કે અમારું જે ઘર સ્વર્ગમાં છે એને મેળવવાની વધુ આશા રાખીને અમે આ માંડવારૂપી ઘરમાં નિહાહો નાખી છયી. 3 કેમ કે, જઈ આપડે આવા લુગડા પેરશું તઈ ઉઘાડા નય દેખાયી. 4 આપડે આ પૃથ્વી ઉપરનાં ઘરમા રેતી વખતે બોજાના લીધે દુખ સહન કરી છયી. કેમ કે, આપડે આ પૃથ્વી ઉપરનાં દેહિક જીવનને છોડવા નથી માગતા પણ પરમેશ્વર આપણને સ્વર્ગીય દેહ આપે એની ઈચ્છા રાખી છયી, જેથી આ દેહિક જીવન જેનું મરણ થાવાનું છે ઈ અનંતકાળના જીવનમાં ભળી જાહે. 5 અને હવે જેણે અમને એના અરથે તૈયાર કરયા છે ઈ પરમેશ્વર છે, એણે આપણને આત્માની ખાતરી હોતન આપી છે. 6 ઈ હાટુ આપડે સદાય હિમંતવાન છયી અને એવું જાણી છયી કે, જ્યાં હુધી આપડે દેહમાં રેયી છયી, ન્યા હુધી આપડે સ્વર્ગીય ઘરમાં નથી જય હકતા, જ્યાં પરભુ રેય છે. 7 કેમ કે જઈ આપડે આ પૃથ્વી ઉપર જીવી રયા છયી, આપડે વિશ્વાસથી પરભુનું અનુસરણ કરી છયી, નજરે જોયીને નય. 8 ઈ હાટુ આપડે હિમંતવાન છયી, અને જઈ આપડે મરી જાહુ તઈ આ દેહિક જીવનને છોડીને પરભુની હારે રેવાનું વધારે ગમશે. 9 ઈ હાટુ કે, આપણે જો દેહમાં હોયી કે, પરમેશ્વરની હારે હોયી, આપડે એને રાજી કરવા ઈચ્છી છયી. 10 કેમ કે, દરેકે દેહથી જે કરયુ છે, હારું કે ભુંડુ હોય, ઈ પરમાણે બદલો મેળવવા હાટુ આપણને બધાયને મસીહનાં ન્યાયાશન હામે હાજર થાવુ પડશે. મસીહ મારફતે પરમેશ્વરની હારે સંબંધ 11 ઈ હાટુ પરભુની બીક રાખીને આપડે માણસોને હમજાવી છયી; આપડે પરમેશ્વરની આગળ પરગટ થયા છયી ઈ હારે મારી આશા છે કે, તમારા મનમાં પણ પરગટ થયા છયી. 12 આપડે પછી પણ તમારી હામે પોતાની વાહ-વાહ નથી કરતાં, પણ આપડે પોતાના વિષે તમને અભિમાન કરવાનો અવસર આપી છયી. જેથી તમે એને જવાબ આપી હકો, જે હૃદય ઉપર નથી, પણ જોય હકાય એવી વાતો ઉપર અભિમાન કરે છે. 13 જો આપણે ગાંડા થય ગયા છયી, તો ઈ પરમેશ્વર હાટુ અને જો આપડુ મગજ ઢેકાણે છે, તો ઈ તમારી હાટુ. 14 કેમ કે, મસીહનો પ્રેમ આપણને પ્રેરણા આપે છે કે, આ કારણે આપડે આ ખરેખર જાણી છયી કે, જઈ એક માણસ બધાય લોકોની હાટુ મરણ પામ્યો ઈ હાટુ બધાય લોકો મરી ગયા. 15 અને મસીહ બધાય લોકોની હાટુ મરી ગયો, જેથી અત્યારે જે જીવતા છે, તેઓ પોતાની જાતને રાજી કરવા હાટુ નય પણ જે તેઓની હાટુ મરી ગયો અને મરણમાંથી પાછો જીવતો થય ગયો એની હાટુ જીવે. 16 ઈ હાટુ હવેથી આપડે માણસની રીતે કોયનો ન્યાય કરતાં નથી, જો કે મસીહને અમે પેલા માણસની રીતે જોતા હતા, પણ હવેથી અમે આવી રીતે કોયનો ન્યાય કરતાં નથી. 17 ઈ હાટુ જો કોય મસીહ ઉપર વિશ્વાસ કરે છે, તો ઈ નવી રસના બની જાય છે. જુની વાતો પુરી થય ગય છે, જોવો, ઈ બધાય નવા થય ગયા છે. 18 આ બધી વાતો પરમેશ્વરે કરી છે, જેણે મસીહ દ્વારા પોતાની હારે આપડો મેળ કરી દીધો, અને એણે આપણને મેળ કરાવવાની સેવા હોપી દીધી છે. 19 જેમ કે પરમેશ્વરે બધાય લોકોને મસીહ દ્વારા પોતાની હારે જગતનો મેળ કરાવી દીધો છે, અને લોકોના પાપોનો આરોપ એની ઉપર લગાડતા નથી અને પરમેશ્વરે મેળ કરાવનારા વચનો આપણને હોપી દીધા છે. 20 ઈ હાટુ આપડે મસીહના રાજદૂત છયી, માનો પરમેશ્વર આપડી દ્વારા તમારીથી વિનવણી કરે છે, આપડે મસીહ તરફથી અપીલ કરે છે કે, પરમેશ્વરની હારે મેળ કરી લ્યો. 21 મસીહે પોતે પાપ જાણ્યું નોતું, એને આપડી હાટુ પોતાને પાપરૂપ કરયા, જેથી આપડે એનામાં પરમેશ્વરનાં ન્યાયીપણા રૂપ થાયી. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation