2 કરિંથીઓને પત્ર 3 - કોલી નવો કરારનવા કરારના સેવકો 1 શું આપડે ફરીથી વખાણ કરી છયી? કે કેટલાક બીજા લોકોની જેમ આપણે પણ તમારા કા તમારી પાહેથી લીધેલા ભલામણપત્રોની જરૂર છે? 2 તમે પોતે જ અમારા પત્રની જેમ છો; જે બધાયની હારે પરમેશ્વર હાટુ અમારા કામોની ભલામણ કરો છો, જે આપડા હ્રદય ઉપર લખેલુ છે અને એને બધાય લોકો જાણે કે, તમે અમારી ઉપર કેટલો વિશ્વાસ કરો છો. 3 આ પરગટ છે કે, તમે મસીહ તરફથી એક પત્રની જેમ છો, એણે આ પત્ર આપડા કામોની દ્વારા લખ્યું, અને આ શાહીથી કે પાણાની પાટી ઉપર નય, પણ જીવતા પરમેશ્વરનાં આત્મા દ્વારા તમારા પોતાના હ્રદય ઉપર લખવામાં આવ્યું છે. 4 આપડે એવું ઈ હાટુ કેયી છયી કેમ કે, આપડે મસીહ દ્વારા પરમેશ્વર ઉપર પુરો ભરોસો છે. 5 આપડે એમ નથી કેતા કે, આપડી પોતાની પાહે ગમે ઈ કરવાની લાયકાત છે. પણ આ લાયકાત પરમેશ્વર તરફથી આપણને મળી છે. 6 જેણે આપણને નવા કરારના ચાકર થાવા લાયક બનાવ્યા છે, આ કરારમાં લખેલુ મુસાના નિયમ પરમાણે નથી, પણ પવિત્ર આત્મા પરમાણે છે, કેમ કે, લખેલુ છે કે, મુસાના નિયમનું પાલન નય કરવાનું પરિણામ મરણ છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે. 7 અને મોતની સેવા જેના લેખો પાણા ઉપર કોતરેલા હતા; ઈ જો એટલુ મહિમાવાન હતું કે, ઈઝરાયલ દેશના લોકો મુસાના મોઢા ઉપરનું તેજ જે ટળી જાય એવું હતું ઈ તેજને લીધે એના મોઢા ઉપર એક ધારૂ જોય હક્યાં નય. 8 તો પછી જે આત્માની સેવા કરાવે છે એની મહિમા તો એનાથી પણ મહાન હોય. 9 કેમ કે, સજાની આજ્ઞામાં માહિમમાં હતો, તો ન્યાયીપણાની સેવામાં મહિમા કેટલી વધારે છે. 10 અને ઈ મહિમા જે મુસાના નિયમ દ્વારા આપ્યુ હતું, ઈ તેજ નવા કરારના તેજના લીધે નો રયું. 11 કેમ કે, જે નાશ થાવાનું હતું ઈ જો મહિમાવંત હતું, તો જે સદાય હાટુ ટકી રેવાનું છે એનો મહિમા કેટલો વધારે છે. 12 ઈ હાટુ આવી આશા રાખીને આપડે હિંમતથી બોલી છયી, 13 અને મુસાની જેમ નય કે, જેણે ઈઝરાયલ દેશના દીકરાઓ ટળી જાનારા મહિમાનો અંત પણ જોય નય, ઈ હાટુ પોતાના મોઢા ઉપર પડદો નાખ્યો. 14 પણ તેઓ મંદ બુદ્ધિના થય ગયા છે, કેમ કે આજ હુધી મુસાનો કરાર વાસતી વખતે તેઓના હ્રદયો ઉપર ઈ જ પડદો રેય છે, પણ ખાલી મસીહ ઉપર વિશ્વાસ કરવા દ્વારા જ ઈ પડદો હટાવી દેવામાં આવે છે. 15 અને આજ હુધી જઈ કોયદી મુસાના નિયમો વાસવામાં આવે છે, તઈ તેઓના હ્રદય ઉપર પડદો રેય છે; 16 જઈ પણ કોય માણસ પરભુ ઉપર વિશ્વાસ કરશે, તઈ આ પડદો આઘો થય જાહે. 17 પરભુ તો આત્મા છે, અને જ્યાં ક્યાય પરભુનો આત્મા છે ન્યા સ્વતંત્રતા છે. 18 પણ આપડે બધાય એક આભલાની જેમ પરમેશ્વરની મહિમાને આવા મોઢાથી દેખાડો કરી છયી જેની ઉપર પડદો નથી પડયો, તો પરમેશ્વર આપણને ધીરે-ધીરે પરભુના તેજ સ્વરૂપમાં બદલી રયા છે અને ઈ પરભુ એટલે કે પવિત્ર આત્માના કામો છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation