2 કરિંથીઓને પત્ર 2 - કોલી નવો કરારપોતાના પ્રેમનું મહત્વ 1 ઈ હાટુ મે મારા મનમાં નક્કી કરી લીધું હતું કે, પાછો ન્યા આવીને તમને દુખી નો કરૂ. 2 કેમ કે, જો ન્યા આવીને હું તમને દુખી કરું, તો તમારી સિવાય મને રાજી કરનારૂ કોય રયું નથી ખાલી તેઓ જ છે જેને મે દુખી કરયા હતા. 3 અને તઈ હું ઈ વાતોને લીધે આ પત્ર તમને લખુ છું કે, ન્યા એવુ નો થાય કે, મારા આવવાથી, જેનાથી મને ખુશી મળવી જોયી, હું તેઓથી દુખી થય જાવ, કેમ કે મને તમારી બધાય ઉપર આ વાતોનો ભરોસો છે કે, જે મારી ખુશી છે, ઈ જ તમારી બધાયની પણ છે. 4 કેમ કે, ઘણાય દુખોથી અને હૃદયની વેદનાથી; મેં ઘણાય આંહુડા પાડીને આ પત્ર લખ્યો, ઈ હાટુ નય કે, તમે દુખી થાવ, પણ ઈ હાટુ કે, તમારી ઉપર મારો જે મહાન પ્રેમ છે ઈ તમે જાણો. પાપીઓને માફી આપવી 5 પણ જો કોયે દુખ પુગાડ્યુ છે, તો મને જ નય પણ કેટલીક હદે કેમ કે, હું વધારે ભાર નો નાખું તમને બધાયને એણે દુખી કરયા છે. 6 આવા માણસને જુથોથી આ જે સજા આપી છે ઈ પુરતું છે, 7 હવે તમારે એને માફી આપવી જોયી, અને દિલાસો આપવો જોયી; જેથી ઈ વધારે પડતા ભાંગી નો પડે. 8 ઈ હાટુ હું તમને વિનવણી કરું છું કે, તમે એને દેખાડો કે તમે ખરેખર એને પ્રેમ કરો છો. 9 કેમ કે, મેં ઈ હાટુ પણ પત્ર લખ્યો હતો કે, તમને પારખી જાવ કે તમે મારી બધીય વાતોનું પાલન કરવા હાટુ તૈયાર છો કે નય. 10 જેને તમે માફ કરો છો એને હું માફ કરું છું, કેમ કે જેને પણ માફ કરવાની જરૂર છે મેં પાકી રીતેથી એને પેલાથી જ માફ કરી દીધા છે, અને મેં એને તમારી ભલાય હાટુ મસીહની હામે માફ કરી દીધા છે. 11 જેથી શેતાન આપડો ફાયદો નો ઉઠાવી હકે, કેમ કે આપડે જાણી છયી કે, ઈ સદાય આપણને પાપમાં ભરમાવા હાટુ યોજના બનાવતો રેય છે. ત્રોઆસમાં પાઉલની ચિંતા 12 હવે જઈ હું મસીહના હારા હમાસાર હંભળાવવા હાટુ ત્રોઆસ શહેરમાં આવ્યો, અને ન્યા પરભુએ મને હારા હમાસારનો પરચાર કરવા હાટુ મોટો અવસર આપ્યો, 13 પણ મારા આત્માને શાંતિ નોતી, કેમ કે તિતસ મારો ભાઈ મને મળ્યો નય; ઈ હાટુ તેઓથી વિદાય લયને હું મકદોનિયા પરદેશમાં ગયો. મસીહ દ્વારા જય 14 પણ પરમેશ્વર જે મસીહમાં સદાય આપણને વિજયી કરે છે અને અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ બધાયમાં ફેલાવે છે એનો મહિમા થાય. 15 કેમ કે, જે લોકો તારણ મેળવી રયા છે, અને નાશ થાતા જાય છે ઈ બધાયની વસે પોતાનું જીવન પરમેશ્વર હાટુ મસીહની સુગંધની જેમ છે. 16 મરણ પામેલાઓ હારું અમે મરણની દુર્ગંધની જેમ અને જીવતાઓની હારું જીવનની દુર્ગંધની જેમ છયી તો આવા કામો હાટુ કોય પણ લાયક નથી. 17 કેમ કે, આપડે બધાય ઈ લોકોની જેમ નથી જે રૂપીયા હાટુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરી છયી, પણ આપડે પરમેશ્વરનાં વચનનો પરચાર હાસાય અને મસીહના અધિકારથી કરી છયી, આ જાણતા હોવા છતા પરમેશ્વર આપણને જોય રયા છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation