2 કરિંથીઓને પત્ર 13 - કોલી નવો કરારપાઉલની છેલ્લી સેતવણી 1 આ ત્રીજીવાર હું તમારી મુલાકાત લેવા આવવાનો છું કે, “કોય પણ આરોપ બે, કા ત્રણ સાક્ષીના મોઢેથી પુરાવો સાબિત થાવો જોયી,” એવું શાસ્ત્રમાં લખેલુ છે. 2 જેઓએ પેલાથી પાપ કરયા હતા તેઓએ અને બાકીના બીજા બધાયને હું સેતવણી આપવા માગુ છું. આ પેલા મારી બીજી મુલાકાત દરમિયાન પણ મેં સેતવણી આપી હતી કે, અને ફરી હું જઈ તમારામાંથી છેટો છું તઈ પણ સેતવુ છું. હવે પછી હું આવય તઈ સજામાંથી કોય બસી હકશે નય. 3 હું આ કવ છું, કેમ કે તમે જીવ માંગી રયા છો કે, મસીહ મારામાં બોલે છે, જઈ મસીહ તમને સુધારે છે, તો ઈ તમારી હાટુ નબળા નથી, પણ તમારામાં સામર્થ્ય છે. 4 ઈ નબળાયીના કારણે વધસ્થંભ ઉપર સઠાવવામાં આવ્યો, તો પણ પરમેશ્વરનાં સામર્થ્યથી જીવે છે, કેમ કે આપડે પણ એનામા નબળા છયી, આપડે એમ જ નબળા છયી જેમ મસીહ હતા, પણ પરમેશ્વરનાં સામર્થ્ય વડે આપડે તમારી હારે વ્યવહાર કરવા હાટુ એની હારે જીવશું. 5 તમારામાં વિશ્વાસ છે કે નય એની ખાતરી તમે પોતે જ કરો. જો તમે પુરી રીતે નિષ્ફળ થયા નો હોવ, તો તમને ખરેખર ખબર છે કે, ઈસુ મસીહ તમારામાં નથી. 6 અને મારી આ આશા છે કે, તમે જાણી લ્યો કે, આપડે પરીક્ષામાં નિષ્ફળ નો થાયી. 7 હવે અમે પરમેશ્વરને પ્રાર્થના કરી રયા છયી કે, તમે કાય ખોટુ કામ નો કરો, અમે સફળ દેખાય ઈ હાટુ નય પણ ઈ હાટુ કે, જો અમે અસફળ જેવા હોયી, તોય તમે હાસુ જ કરો. 8 કેમ કે, આપડે હાસની વિરુધ કાય કરી હકતા નથી, પણ હાસની હાટુ જ કરી હકી છયી. 9 જઈ આપડે નબળા છયી, અને વિશ્વાસમાં બળવાન હોય, તો આપડે રાજી થાયી છયી, અને આવી પ્રાર્થના પણ કરી છયી કે, તમે વિશ્વાસમાં પુરેપુરા થય જાવ. 10 ઈ હાટુ હું તમને આ વાતો લખી રયો છું, એનાથી પેલા કે, હું તમારી પાહે આવું જેથી તમને સજા આપી મને મારા અધિકારોને દેખાડવાની જરુરનો પડે જે પરભુએ મને આપ્યુ, કેમ કે હું પોતાના અધિકારનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબુત કરવા હાટુ માગું છું; નો તો નાશ કરવા હાટુ. શુભેચ્છાઓ અને આશીર્વાદ 11 છેલ્લે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, રાજી રયો, સિદ્ધ બનતા જાવો, અને મારી સલાહને હાંભળો, એક જ મન રાખો, મેળ રાખો અને પ્રેમ અને શાંતિનો દાતાર પરમેશ્વર તમારી હારે રેહે. 12 મસીહમાં પ્રેમથી એક-બીજાને સલામ કરજો. 13 બધાય વિશ્વાસુ સેવકો તમને સલામ કેય છે. 14 પરભુ ઈસુ મસીહની કૃપા અને પરમેશ્વર બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમારી બધાયની હારે રેય, આમીન. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation