Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 કરિંથીઓને પત્ર 12 - કોલી નવો કરાર


પાઉલના સંદર્શનો અને પ્રકટીકરણ

1 અભિમાન કરવાથી કાય ફાયદો નથી, તો પણ અભિમાન કરવુ પડે છે. પણ પરભુએ મને જે દર્શન અને પ્રકટીકરણ આપ્યુ છે એના વિષે સરસા કરય.

2 હું મસીહમાં એક માણસને જાણું છું, જેને સવુદ વરહ પેલા જ્યાં પરમેશ્વર રેય છે ન્યા સ્વર્ગમાં લય લેવામાં આવ્યો, દેહની હારે કા તો આત્માની હારે ઈ પરમેશ્વર જ જાણે છે.

3 અને હું ફરીથી કવ છું કે, હું આ માણસને જાણું છું, અને નો જાણે દેહની હારે કા આત્માની હારે હતો, આ ખાલી પરમેશ્વર જ જાણે છે,

4 કે ઈ સ્વર્ગલોક ઉપર લય લેવામાં આવ્યો, અને જે વાતો બોલવી માણસને હારી નથી એવી વાતો એણે હાંભળી.

5 હું તો આવા માણસ ઉપર અભિમાન કરય, પણ મારી નબળાયને છોડીને, પોતાના વિષે અભિમાન નય કરૂ.

6 કેમ કે, જો હું અભિમાન કરવા ઈચ્છું તો પણ મુરખ નો થયો, કેમ કે હાસુ બોલય, પણ હું એવું અભિમાન કરવાનું છોડી દવ છું, એવુ નો થાય કે, જેવું કોય મને જોવે છે કા મને હાંભળે છે, મને એનાથી મોટો નો હમજે એટલે હું મૂંગો રવ છું.

7 ઈ હાટુ જેથી પરમેશ્વરે મને ઉતમ વાતો દેખાડી છે એની ઉપર હું અભિમાની નો બની જાવું, ઈ હાટુ મારા દેહમાં દુખાવો દેવામાં આવ્યો છે, શેતાનનો એક દૂત મને મારે અને અભિમાન કરવાથી મને છેટા રાખે.

8 આની વિષે મેં પરભુને ત્રણ વાર વિનવણી કરી કે, મને આવા દુખાવાથી આઘો રાખે.

9 અને એણે મને ફરી જવાબ આપ્યો કે, “મારી કૃપા તારી હાટુ પુરતી છે, કેમ કે મારૂ સામર્થ્ય નબળાયમાં સિદ્ધ થાય છે.” ઈ હાટુ હું બોવ રાજીથી પોતાની નબળાયું ઉપર અભિમાન કરું કે, મસીહનું સામર્થ્ય મારી ઉપર રેય.

10 ઈ હાટુ હું મસીહનાં લીધે નબળાયું, અને નિંદાઓમાં, અને ગરીબીમાં, અને મુશ્કેલીમાં, અને સંકટોમાં, રાજી છું, કેમ કે જઈ હું નબળો હોવ છું, તઈ હું મસીહના સામર્થ્યમાં બળવાન છું.


કરિંથીઓ હાટુ પાઉલની કાળજી

11 હું અભિમાન કરીને મુરખ થયો છું, કેમ કે તમે મને એવું કરવા ફરજ પાડી; પણ તમારે મારા વખાણ કરવા જોયી કેમ કે, જો હું કાય નો હોવ તો પણ હું મુખ્ય ગમાડેલા ચેલાઓથી કોય પણ વાતમાં ઉતરતો નથી.

12 ગમાડેલો ચેલો થાવાના લક્ષણો એટલે નિશાનીઓ, સમત્કારો અને સામર્થ્યના કામો ઘણી ધીરજથી તમારામાં થયા હતા.

13 હું તમારી ઉપર બોજારૂપ નો થયો ઈ સિવાય તમે બીજા વિશ્વાસી મંડળી કરતાં કય રીતે ઉતરતા હતા? મારો આ ગુનો મને માફ કરો.

14 હવે, હું ત્રીજીવાર તમારી પાહે આવવા હાટુ તૈયાર છું, અને પછીથી હું તમારા લોકોની કોય મદદ નય લવ, કેમ કે હું તમારી મિલકત નથી પણ તમે જ ઈચ્છો છો, કેમ કે બાળકોને માં-બાપ હાટુ મિલકત ભેગી નો કરવી જોયી, પણ માં-બાપને બાળકો હાટુ મિલકત ભેગી કરવી જોયી.

15 હવે હું તમારી હાટુ મારૂ બધુય રાજીથી ખરસ કરય, એટલુ જ નય હું પોતાનો જીવ પણ ખરસી નાખય. જો હું તમને એટલો પ્રેમ કરું છું, તો શું તમે મને થોડોક પ્રેમ કરશો?

16 પણ હારું ઈ કે, ખરેખર મેં તમારી ઉપર બોજ નથી નાખ્યો, પણ બીજા લોકો વિસારે છે કે, મેં સાલાકીથી ખોટુ બોલીને તમને ફસાવ્યા છે.

17 મેં જે લોકોને તમારી પાહે મોકલ્યા હતા, તેઓમાંથી કોયના દ્વારા મેં દગો દયને તમારી પાહેથી કાય લીધું નથી.

18 મે તિતસને મનાવીને એની હારે એક વિશ્વાસી ભાઈને મોકલ્યો, તિતસે દગો કરીને તમારી પાહેથી કાય પણ લય લીધું નથી. અને આપડે બેય એક જ આત્મામાં એક જ પગલે હાલ્યા છયી.

19 કદાસ તમને એમ લાગશે કે, અમે અમારો બસાવ કરવાનો પ્રયત્ન કરી છયી. પણ નય; અમે તો પરમેશ્વરની હામે મસીહને અનુરૂપ વાત કરી છયી. પણ ઈ બધુય તમારા ઘડતર હાટુ જ છે.

20 કેમ કે મને બીક છે કે, ક્યાક એવું નો થાય કે, હું આવીને જેવું ઈચ્છું છું, એવું તમને નો પામુ, અને મને પણ જેવું તમે નથી ઈચ્છતા એવુ જ પામો કે, તમારામાં બાધણા, અદેખાઈ, રિહ, વિરોધ, ઈર્ષા, ખટપટ, અભિમાન અને અવ્યવસ્થા હોય.

21 ક્યાક એવું નો થાય કે, જઈ હું પાછો આવય, તો મારો પરમેશ્વર મારુ અપમાન કરે અને મારે બોવ બધા હાટુ પછી હોગ પાળવો પડે, જેઓએ પેલા પાપ કરયુ હતું, અને તે ખરાબ કામો, અને છીનાળવા, વાસનાભરાથી, જે તેઓએ કરયુ, એની હાટુ પસ્તાવો નથી કરયો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan