2 કરિંથીઓને પત્ર 11 - કોલી નવો કરારપાઉલ અને ખોટા ગમાડેલા ચેલાઓ 1 હું ઈચ્છું છું કે, તમે મારી થોડીક ઘણીય મુરખતાને સહન કરી લ્યો, જેમ તમે આ વખતે ખરેખર સહન કરી રયા છો. 2 કેમ કે હું ઠીક એવી જ રીતે સીંતા કરું છું કે, જેમ પરમેશ્વર તમારી સીંતા કરે છે, ઈ હાટુ મે એકમાત્ર વરરાજા મસીહની હારે તમારી હગાય પુરી કરી છે, જેનાથી હું તમને પવિત્ર કુંવારીની જેમ એની હામે હાજર કરીને હોપી દવ. 3 પણ મને બીક લાગે છે કે, જેમ શેતાન એરુના રૂપમાં પોતાની સાલાકીથી ઓલી બાય હવાને છેતરી, ઈ જ તમારા મનને પણ તે પ્રમાણિકતા અને પવિત્રતાથી જે તમે મસીહમાં સેવા કરો છો ક્યાક એને છોડી નો દયો. 4 કેમ કે, જો કોય આવીને જે ઈસુનો અમે પરચાર કરયો, એનાથી જુદા જ ઈસુનો પરચાર કરે કે, પછી તમે જે આત્મા મેળવ્યો, એનાથી જુદો જ આત્મા મેળવો, કે, પછી જે હારા હમાસારને તમે પેલા સ્વીકારો, એનાથી જુદા જ હારા હમાસાર સ્વીકારો; તો તમે એને ખુબ જ હારી રીતે સહન કરો છો. 5 મને નથી લાગતું કે, બીજા ગમાડેલા ચેલાઓ કરતાં હું કોય પણ પરકારે ઉતરતો છું. 6 પણ જો હું બોલવામાં પૂર્ણ નથી પણ મસીહ અને હારા હમાસાર વિષે મને જ્ઞાન છે, આ જ્ઞાનના વિષે મેં જે શિખવાડયું છે તે બધીય બાબતોમાં સોખવટ કરી છે. 7 મેં પરમેશ્વરનાં હારા હમાસાર તમને મફત હંભળાવી, અને પોતાની જાતને નમ્ર કરી; જેથી તમને ઉસા કરવામાં આવે, તો એમા મેં કાય પાપ નથી કરયુ. 8 મેં તમારી સેવા કરવા હાટુ બીજી મંડળીના લોકોની મદદ લીધી, તમે એવું નો કેતા કે, એવું કરવુ ખોટુ છે. 9 અને જઈ હું તમારી હારે હતો, અને મને રૂપીયાની કમી થય, તો મેં કોય ઉપર ભાર નથી નાખ્યો, કેમ કે મકદોનિયાથી જે ભાઈઓ આવ્યા સાથી વિશ્વાસીઓને મારી બધી જરૂરીયાતોને પુરી કરી, અને મેં દરેક વાતોમાં આ કોશિશ કરી કે, હું તમારી ઉપર બોજ નો બનું, અને આવનાર દિવસોમાં પણ હું એવી જ કોશિશ કરું છું. 10 જો મસીહની હાસાય મારામાં છે, જેથી અખાયા પરદેશમાં કોય મને આ રીતે અભિમાન કરવાથી નો રોકે. 11 હું તમારુ દાન ઈ હાટુ નથી લય ગયો, કેમ કે હું તમને પ્રેમ કરું છું અને પરમેશ્વર જાણે છે કે, હું તમને કેટલો પ્રેમ કરું છું . 12 પણ જે હું કવ છું, ઈ જ કરતો રેય, જેથી હું એવો મોકો નો આપું, જે બીજા ગમાડેલા ચેલાઓ પોતાના અભિમાની વાતોથી આપડી જેવા થાવાનો દાવો કરે છે. 13 કેમ કે, એવા લોકો ખોટા ગમાડેલા ચેલાઓ, અને કપટથી કામો કરનારા, અને મસીહનો ગમાડેલો ચેલો હોવાનો દેખાવો કરે છે. 14 અને આ કાય નવાયની વાત નથી, કેમ કે, શેતાન પણ પરમેશ્વરનાં તેજના સ્વર્ગદુત હોવાનો દેખાડો કરે છે. 15 ઈ હાટુ જો એના સેવક પણ ધરમના સેવકોને એવો દેખાવો કરે, તો કોય મોટી વાતો નથી, પણ એનો અંત એના કામો પરમાણે થાહે. ગમાડેલા ચેલા તરીકે પાઉલના દુખો 16 હું ફરીથી કવ છું કે, કોય મને મુરખ નો હમજે, જો તમે મને એમ હમજો છો તો મને મુર્ખની જેમ માની લ્યો, જેથી હું પણ થોડુક અભિમાન કરી હકુ. 17 આ વિષે જે કાય હું કવ છું, ઈ પરભુ દ્વારા આપવામાં આવ્યું નથી, પણ અભિમાનના આવેશમાં એક મુરખની જેમ કવ છું 18 જઈ બોવ બધા લોકો જગતના લોકોની જેમ અભિમાન કરે છે, તો હું પણ અભિમાન કરય. 19 તમે હમજદાર છો તો તમે રાજીથી મુરખાઓને સહન કરો છો. 20 કેમ કે, જો કોય તમને ગુલામ બનાવે છે કે, જો કોય તમારું ખાય જાય છે, કે, જો કોય તમને ફસાવે છે, કે, જો કોય તમને લાફો મારે છે, તો તમે એનું સહન કરો છો. 21 મારે પોતે શરમાયને કેવું પડે છે કે, આપડે આ બધાયની હરખામણીમાં બોવ જ નિર્બળ હતા. પણ જો કોય વાતોમાં અભિમાન કરે છે, તો હું પણ કરય, આ હું મુરખાયની જેમ વાતો કરું છું. 22 ખાલી તેઓ જ હિબ્રૂ નથી, પણ હું હોતેન છું, ખાલી તેઓ જ ઈઝરાયલ દેશના લોકો નથી, હું પણ છું, ખાલી તેઓ જ ઈબ્રાહિમના વંશના નથી, હું પણ છું, 23 ખાલી તેઓ જ મસીહના સેવક નથી, હું એનાથી પણ વધીને છું, મે એનાથી ક્યાય વધારે દુખ ભોગવ્યું છે, એનાથી ક્યાય વધારે કેદી બનાવવામાં આવ્યો છું, બોવ બધીવાર કોયડાથી માર ખાધી છે, સદાય મારો જીવ મોતના જોખમમાં પડયો છે. 24 પાસવાર મે યહુદી લોકોના આગેવાનોથી ઓગણસ્યાલીસ છાબખાની માર ખાધી. 25 ત્રણવાર મે રોમના અધિકારીઓથી બડાથી માર ખાધી, એકવાર પાણાનો માર ખાધો, અને મારી મુસાફરીમાં ત્રણવાર વહાણ તુટી ગ્યું, અને દરિયામાં મેં એક આખી રાત અને દિવસ વિતાવ્યા. 26 હું વારા-ઘડીએ મુસાફરીઓમાં, નદીઓના પૂરના જોખમોમાં બારવટીયાઓના જોખમોમાં, યહુદીના જોખમોમાં, બિનયહુદીના જોખમોમાં, શહેરના જોખમોમાં, જંગલોના જોખમોમાં, દરિયાના જોખમોમાં, ખોટા વિશ્વાસી ભાઈઓના જોખમોમાં રયો. 27 મેં ઘણીયવાર રાતના ઉજાગરા કરીને, ખાધા વગર ભૂખ્યા અને તરસા રયને, શિયાળામાં અને થોડાક લુગડાંમાં બોવ દુખ સહન કરયુ અને બોવ જ મુશ્કેલીઓ સહન કરી. 28 આ બધી વાતો સિવાય જેનું વરણન હું નથી કરી હક્તો કેમ કે, આ બધીય મંડળીઓની સીંતા સદાય રેય છે. 29 જઈ કોય નબળા હોય છે તો હું પણ એની હારે નબળાય અનુભવું છું, અને જય કોય પાપમાં જીવન જીવે છે તો મને એના પ્રત્યે ગુસ્સો થાય છે. 30 જો કોય વાત ઉપર અભિમાન કરવાનું થાય, તો હું પોતાની નિર્બળતાઓનું અભિમાન કરય. 31 પરમેશ્વર, આપડા પરભુ ઈસુનો બાપ જેનું નામ સદાય હાટુ આશીર્વાદિત છે, ઈ જાણે છે કે, હું ખોટુ કેતો નથી. 32 દમસ્કસ શહેરમાં અરીતાસ રાજાના રાજ્યપાલે મારી ધરપકડ કરાવવા હાટુ દમ્સકીઓના શહેર ઉપર સોકી-પહેરો બેહાડી રાખ્યો હતો. 33 પણ મને ટોપલીમાં બેહાડીને શહેરની દીવાલની ખડકીમાંથી ઉતારીને એના હાથોથી બસાવી લીધો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation