2 કરિંથીઓને પત્ર 10 - કોલી નવો કરારપોતાની ધરમસેવા અને આરોપો હામે પાઉલનો બસાવ 1 હું પાઉલ તમને મસીહની નમ્રતા અને ભલાઈથી વિનવણી કરું છું, જે લોકો મારી વિષે એવું કેય છે કે, જઈ હું તમારી હારે હોવ છું, નમ્ર છું, પણ જઈ તમારીથી દુર થાવ છું, તઈ તમારી હાટુ હિમંતવાન છું 2 જઈ હું તમારી પાહે આવું તઈ તમારી પ્રત્યે કઠોર વ્યવહાર કરવો નો પડે. કેમ કે જે લોકો હમજે છે કે, આપડે આ જગતના લોકોની જેમ વ્યવહાર કરી છયી, એના પ્રત્યે મેં કઠોરતા દેખાડવાનું નક્કી કરયુ છે. 3 આપડે આ દેહમાં રેયી છયી ઈ હાસુ છે, પણ અમે દેહની પરમાણે બાધણું કરતાં નથી. 4 કેમ કે, હથિયારો આપડે ઉપયોગ કરયો ઈ જગતના નથી, પણ પરમેશ્વરનાં શક્તિશાળી હથિયારો છે, એનાથી આપડે કિલ્લાઓને પણ તોડી નાખી છયી. અને આપડે ખોટા વાદવિવાદો તોડી નાખી છયી. 5 એના દ્વારા આપડે ઈ દરેક વિરોધને, ઈ દરેક અભિમાન કરવાવાળાને, જે પરમેશ્વરનાં જ્ઞાનની વિરુધ માથું ઉસુ કરે છે એને પછાડી દેય છે, અને દરેક વિસારોને કાબુ કરીને મસીહને આધીન બનાવી દેય છે. 6 અને જઈ તમે પુરી રીતેથી મસીહની આજ્ઞાનું પાલન કરશો, તઈ જે આજ્ઞાનું પાલન નય કરે એને આપડે સજા આપવા હાટુ તૈયાર છયી. 7 તમે ખાલી આજ વાતોને જોવ છો, જે આંખુની હામે દેખાય છે, જો કોયને પોતાની ઉપર આવો ભરોસો હોય કે, ઈ મસીહનું છે, તો આ પણ હમજી લેય કે, જેવું ઈ મસીહનું છે, એમ જ આપડે પણ મસીહના છયી. 8 પરભુએ આપણને આપેલા અધિકારનો મેં બોવ અભિમાન કરયો હોવા છતાય હું શરમાતો નથી. આ અધિકાર તમને નીસે પસાડવા હાટુ નય, પણ તમારી પ્રગતિ હાટુ છે. 9 તમે આ નો હમજો કે, હું મારા પત્રો દ્વારા તમને બીક દેખાડવા માગું છું 10 કેમ કે તમારામાંથી થોડાક લોકો કેય છે કે, “પાઉલના પત્રો તો કડક અને અસરકારક છે, પણ જઈ ઈ હામે રૂબરૂ થાય છે, તઈ ઈ નબળો માણસ અને એનું શબ્દોથી બોલવું દમ વગરનું હોય છે.” 11 ઈ હાટુ જે લોકો એવું કેય છે, તેઓ આ હમજી લેય કે, આપડે તમારીથી આઘા હોવા છતા પત્રોમાં જે વાતો લખી છયી, ઈ જ વાતો જઈ અમે તમારી હારે રેહું તઈ અમે કરી દેખાડીશું. 12 કેમ કે, આપડે એની હારે પોતાની ગણતરી કે હરખામણી કરવાની કોશિશ નથી કરતાં, જે પોતાની જ વાહ-વાહ કરે છે, અને પોતાની જાતને અંદરો-અંદર માપ તોલીને એક-બીજાની હરખામણી કરીને હમજતા નથી. 13 આપણને તો પરમેશ્વરે આપડે જે હદ હુધી ઠરાવવામાં આપી છે ઈ હદની વસે અભિમાન નય કરે. પણ આપડે પરમેશ્વર દ્વારા નક્કી કરેલ હદમાં જ મર્યાદિત રેયી. તમે પણ આજ હદમાં મર્યાદિત થાવ અને ઈ જ પરમાણે અભિમાન પણ કરજો . 14 કેમ કે આપડે પોતાની હદથી બારે પોતાની જાતને વધારવા નથી માંગતા, જેમ કે, તમારી હુધી નય પુગવાની દશામાં હોત, પણ અમે બધાયથી પેલા તમારા કરિંથી શહેરમાં મસીહના હારા હમાસાર હંભળાવવા હાટુ આવ્યા. 15 અને આપડે હદથી બારે બીજાના દુખો ઉપર અભિમાન નથી કરતાં, પણ આપડે આશા છે કે, જેમ-જેમ તમારો વિશ્વાસ વધતો જાહે ન્યા-ન્યા આપડે પોતાની હદ પરમાણે તમારી વસે વધારે હારા કામો કરવા પામશું. 16 જેથી અમે તમારી હદથી આઘા-આઘા વિસ્તારોમાં પણ હારા હમાસાર હંભળાયશું, અને એવું નથી કે, આપડે બીજાઓના વિસ્તારોમાં થયેલા કામો ઉપર અભિમાન કરી. 17 પણ જેમ શાસ્ત્ર કેય છે કે, “જે અભિમાન કરે, ઈ પરભુમાં અભિમાન કરે.” 18 કેમ કે જે પોતાની વાહ-વાહ કરે છે, ઈ નય, પણ જેની વાહ-વાહ પરભુ કરે છે, ઈ માન્ય થાય છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation