2 કરિંથીઓને પત્ર 1 - કોલી નવો કરારઅભિવાદન 1 પરમેશ્વરની ઈચ્છા પરમાણે ઈસુ મસીહનો ગમાડેલો ચેલો થાવા હાટુ ગમાડવામાં આવેલો; હું પાઉલ અને આપડો સાથી વિશ્વાસી ભાઈ તિમોથી આ પત્ર કરિંથી શહેરની મંડળીના વિશ્વાસીયો અને અખાયા પરદેશના બધાય પરમેશ્વરનાં લોકોની હાટુ લખી રયો છું 2 આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ મળતી રેય. પરમેશ્વરનો આભાર માનવો 3 આપડા પરભુ ઈસુ મસીહના બાપ અને પરમેશ્વરની સ્તુતિ થાય, જે દયાળુ બાપ દરેક આશ્વાસન આપનારો પરમેશ્વર છે. 4 તેઓ આપડી બધીય મુશ્કેલીઓમાં આપણને આશ્વાસન આપે છે, કે, જેથી આપડે પોતે પરમેશ્વરથી જે આશ્વાસન મેળવી છયી, એના લીધે જેઓ કોય પણ મુશ્કેલીમાં હોય તેઓને આપડે આશ્વાસન આપવા હાટુ શક્તિમાન થાયી. 5 કેમ કે, જેમ મસીહના લીધે ઘણાય દુખ અમારી ઉપર આવે છે, એમ જ મસીહ દ્વારા અમને પણ બોવ જ આશ્વાસન મળે છે. 6 પણ જો આપડે દુખ સહન કરી છયી તો આ તમારા આશ્વાસન અને તારણ હાટુ જ છે, અને જો આપડે આશ્વાસન પામી છયી, તો આ ઈ હાટુ કે અમે તમને આશ્વાસન આપી કે, તમે પણ ઈ જ દુખોને ધીરજથી સહન કરી હકો, જે અમે સહન કરી રયા છયી. 7 અને તમારી વિષે અમારી આશા મજબુત છે, કેમ કે અમે જાણી છયી કે, જે રીતે તમે અમારા દુખોમાં ભાગીદાર છો, ઈ રીતે જે આશ્વાસન અમે પામી છયી એમા તમે પણ ભાગીદાર થાહો. 8 વાલા, વિશ્વાસુ ભાઈઓ અને બહેનો આપડે ઈચ્છીએ છયી કે, તમે ઈ મુશ્કેલીયો વિષે જાણો, જે આસિયા પરદેશમાં આપડે સહન કરવુ પડયું હતું, અને આ આપણને એવું ભારે બોજ લાગ્યું, જે આપડા સહન કરવાનાં સામર્થ્યથી વધારે હતું, ન્યા હુધી કે, આપણે જીવવાની પુરી આશા છોડી દીધી હતી. 9 વળી અમને લાગ્યું હતું કે, અમારું મોત થાહે, જેથી અમે પોતાની ઉપર નય, પણ મરણ પામેલાઓને જીવતા કરનાર પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખી. 10 એણે જ આપણને મોતના મોટા જોખમમાંથી બસાવ્યા અને બસાયશે, અને એની ઉપર આપડી આ આશા છે કે, ઈ આગળ પણ આપણને બસાવતો રેહે. 11 ઘણી પ્રાર્થનાઓથી અમને મદદ કરજો કે, અપાયેલા આશીર્વાદોના કારણે ઘણાય લોકો પરમેશ્વરનો આભાર માને ઈ હાટુ તમારે પણ અમને પ્રાર્થના દ્વારા મદદ કરવી જોયી. પાઉલની યાત્રા યોજનામાં પરિવર્તન 12 કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું. 13 આપડે કાયમ હાટુ એવી વાતો શીખવાડી છયી, જેમ તમે વાસી અને હમજી હકો છો, હાલમાં હવે તમે અમને ખાલી થોડું-બોવ હંમજો છો, પણ મને આશા છે કે, તમે અમને પુરી રીતેથી હમજી હકશો. 14 હાલમાં જે તમે થોડુ ઘણુ હમજો છો ઈ તમે પુરી રીતે હમજશો; જેથી પરભુ ઈસુના પાછા આવવાના દિવસે અમે જેમ તમારી હાટુ અભિમાન કરી હકશું, એમ તમે પણ અમારી હાટુ અભિમાન કરી હકશો. 15 અને મને આ બધી વાતોનો પુરો ભરોસો હતો, ઈ હાટુ મેં તમારીથી પેલા મુલાકાત કરવાનું આયોજન કરયુ, જેથી હું તમારી પાહે બીજીવાર આવું અને તમને બમણા આશીર્વાદ આપી હકુ. 16 આની લીધે મારી યોજના આ હતી કે, હું તમારી પાહેથી થયને મકદોનિયા પરદેશમાં જાવ, અને ફરી મકદોનિયા પરદેશથી પાછા ફરીને તમારી પાહે આવું, અને તમે યહુદીયા પરદેશ તરફ મારી યાત્રા હાટુ મદદ કરી હકો. 17 જઈ મેં આ વિસારું તો હું એના વિષે બોવ ગંભીર હતો, અને જે હું કરવા માગું છું, હું જગતના લોકોની હમજ પરમાણે કરતો નથી કે, હું એક વખતમાં “હાંમાં, હાં કય દવ,” અને એમ જ તરત જ પછી “નામાં, ના” કય દવ. 18 પણ જેમ પરમેશ્વર વિશ્વાસુ છે, એમ તમારા પ્રત્યે મારી વાતમાં હા કે ના નોતું. 19 કેમ કે, પરમેશ્વરનો દીકરો ઈસુ મસીહ જેનો પરચાર મારો અને સિલાસ અને તિમોથી દ્વારા તમારી વસે પરગટ કરયો, એમા જે કાય પણ તમારાથી કેવામાં આવ્યું છે, એમા હાં અને ના બેય નથી પણ એમા ખાલી “હાં” છે. 20 કેમ કે, પરમેશ્વરનાં જેટલા વચનો છે તેઓ બધાય મસીહમાં પુરા થાય છે જેમ હાં છે. ઈ હાટુ આપડે પરમેશ્વરની મહિમા હાટુ મસીહ ઈસુ દ્વારા “આમીન” જેમ હાં કેય છે. 21 પરમેશ્વર જ છે, જે તમારી હારે અમને મસીહમાં મજબુત કરે છે, અને એણે આપણને અભિષેક કરયા છે. 22 જેણે આપડી ઉપર પોતાની મહોર હોતન લગાડી દીધી છે, અને સાક્ષીની જેમ પોતાની પવિત્ર આત્માને પોતાના મનોમાં આપ્યો છે. 23 હું પરમેશ્વરને સાક્ષી રાખીને કવ છું કે, તમારી ઉપર દયા કરીને હું હજી હુંધી કરિંથી શહેરમાં પાછો આવ્યો નથી; 24 અમે તમારા વિશ્વાસ ઉપર રાજ કરી છયી એમ નય, પણ તમારી રાજી-ખુશીમાં મદદ કરનારા છયી; કેમ કે, તમે વિશ્વાસથી મજબુત રયો છો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation