Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 તિમોથીને પત્ર 6 - કોલી નવો કરાર

1 બધાય ગુલામો પોતપોતાના માલીકને માન આપે, જેથી બીજા લોકો પરમેશ્વરની અને આપડા શિક્ષણની નિંદા કરે નય.

2 જેઓના માલિક વિશ્વાસી છે, તેઓ ભાઈ હોવાના લીધે આદર આપે. અને હારી રીતે સેવા કરે કેમ કે, જે લોકો એની સેવાનો લાભ લેય છે, તેઓ વિશ્વાસી જ છે જેનાથી તેઓ પ્રેમ રાખે છે. આ વાતોનો પરચાર કરયા કર અને હંમજાવતો રે.


ખોટુ શિક્ષણ અને હાસી મિલકત

3 જે કોય જુદી પરકારનું શિક્ષણ શીખવે છે અને આપડા પરભુ ઈસુ મસીહના હાસા વચનો અને ન્યાયી શિક્ષણ હારે સહમત થાતો નથી,

4 તો ઈ અભિમાની છે, અને ઈ કાય નથી હમજતો. તેઓ શબ્દોના અરથ વિષે બીજા લોકોની હારે વાદ-વિવાદ, કરવાની ઈચ્છા રાખે છે; જેના લીધે ઈર્ષા, બાધણા, નિંદા, અને ખોટી શંકાઓ થાય છે,

5 અને એવુ કરનારામાં કાયમ બાધણા થાતા રેય છે, તેઓની બુદ્ધિ બગડી ગય છે, તેઓને લાગે છે કે, પરમેશ્વરની સેવા કરવી માલ-મિલકત કમાવાનું સાધન છે.

6 પણ જેટલું પોતાની પાહે છે, એમા જ રાજી રયને પરમેશ્વરને રાજી કરનારું જીવન જીવવું બોવ લાભ છે.

7 કેમ કે, જઈ આપડો જનમ થયો હતો, તઈ કાય પણ હારે લીયાવ્યા નોતા, અને જઈ આપડે મરી જાહુ, તઈ પણ આપડે કાય હારે નય લય જાહુ.

8 ઈ હાટુ જો પોતાની પાહે ખાવા હાટુ ભોજન અને પેરવા હાટુ લુગડા હોય, તો એમા જ રાજી રેવું જોયી.

9 પણ જે રૂપીયાવાળા થાવા માગે છે, તેઓ એવી પરીક્ષા અને ફાસામાં અને ઘણીય બધીય નકામી અને નુકશાન કરનારી લાલસમાં ફસાય જાય છે, અને આ બધીય વાતો એને બરબાદ અને નાશ કરી નાખે છે.

10 કેમ કે, રૂપીયા કમાવાની લાલસ બધાય પરકારના ખોટા કામોનું મુળ છે, રૂપીયા કમાવાના લોભથી ઘણાય બધાય લોકોએ વિશ્વાસ કરવાનું છોડી દીધુ છે, અને તેઓ પોતે જુદા-જુદા પરકારના દુખ સહન કરે છે.


અંગત સૂચનાઓ

11 પણ હે તિમોથી તુ પરમેશ્વરનો સેવક છે, તુ આ બધીય વસ્તુઓથી છેટો રેજે, અને એવુ જીવન જીવ, જેથી પરમેશ્વરને માન મળે. અને એની ઉપર ભરોસો રાખ, અને અંદરો અંદર પ્રેમ રાખ, અને બધીય વાતો મા ધીરજ અને નમ્રતાની હારે વ્યવહાર કર.

12 એક હારા સિપાયની જેમ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવા અને એની સેવા કરવા હાટુ કોશિશ કર. અને અનંતકાળનું જીવન મેળવ, જેની હાટુ તને બોલાવવામાં આવ્યો છે, અને બધાય લોકોની હામે તે પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવાનું હોતન કબુલ કરયુ હતું.

13 બધાય લોકોને જીવન આપનાર પરમેશ્વરની હામે, અને ઈસુ મસીહની હામે, જેણે પોંતિયસ પિલાત રાજ્યપાલની હામે હાસુ કબુલ કરયુ હતું, હું તને આ આજ્ઞા આપું છું,

14 કે, તુ અમારા પરભુ ઈસુ મસીહને પાછા આવવા હુધી કોય પણ ભૂલ કરયા વગર અને આરોપ કે વાક કાઢયા વગર આ આજ્ઞાનું પાલન કર.

15 પરમેશ્વર જે મહિમાવાન અને એકમાત્ર રાજ કરનારો અને રાજાઓનો રાજા અને પરભુઓનો પરભુ છે, ઈ જ ઈસુ મસીહને ખરા વખતે પાછો મોકલશે.

16 ખાલી એકમાત્ર ઈ જ છે; જે કોય દિવસ નય મરે, અને એની પાહે કોય જય નય હકે એવા સમકતા અજવાળામા રેય છે, અને કોય માણસે એને નથી જોયો અને ક્યારેય પણ કોય એને જોય નય હકે, એનુ માન અને સામર્થ સદાય હાટુ રેહે, આમીન.

17 આ જગતના માલદાર લોકોને હુકમ કર કે, તેઓ અભિમાની નો બને, અને થોડાક વખત હાટુ રેનારા પોતાના રૂપીયા ઉપર ભરોસો નો કર, પણ પોતાના સુખ હાટુ બધુય દાતારીથી દેનારો પરમેશ્વરની ઉપર આશા રાખ.

18 હારા કામો કર, અને બોવ જ ઉદારતાથી હારા કામો કરવામા, અને જેને જરૂર છે તેઓની ઉદારતાથી મદદ કરવા હાટુ સદાય તૈયાર રેજે.

19 આ રીતેથી પોતાની હાટુ સ્વર્ગમા પુંજી ભેગી કરજે, જે ભવિષ્યના જીવન હાટુ એક મજબુત પાયાની જેમ છે, જેથી તેઓ ખરેખર જીવનને મેળવી હકે.

20 હે તિમોથી, તને જે પરમેશ્વરે કરવાનું કીધું છે ઈ કરયા કર. અન્યાયી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી જ્ઞાન કેય છે એવી મુરખાય ભરેલી બાબતો જેનાથી વિરોધ થાય છે એનાથી છેટો રેજે.

21 કેટલાક લોકોએ આ ખોટા જ્ઞાનને માનીને વિશ્વાસ કરવાનું છોડી દીધુ છે, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વરની કૃપા તમારી બધાય ઉપર થાતી રેય.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan