1 તિમોથીને પત્ર 5 - કોલી નવો કરારવિશ્વાસીઓ પ્રત્યેની જવાબદારીઓ 1 તારાથી વધારે ઉમરનાં માણસને ખીજાતો નય, પણ એને પોતાના બાપની જેમ માનીને માનથી હંમજાવ અને પોતાનાથી ઓછી ઉમર વાળાને પોતાનો ભાઈ હમજીને સલાહ આપ. 2 અને પોતાનાથી વધારે ઉમરની બાયુને માં હમજીને, અને પોતાનાથી નાની ઉમરની બાયુને બહેન હંમજીને પવિત્ર હૃદયથી હંમજાવ. 3 એવી રંડાયેલી પ્રત્યે આદર દેખાડ જેની પાહે પોતાની જરૂરિયાતો પુરી કરવા અને એની દેખરેખ કરવા હાટુ કોય નથી તેઓની તુ મદદ કર. 4 અને જો કોય રંડાયેલ બાયુના બાળકો હોય, અથવા દીકરા દીકરીઓ હોય તો મસીહ વિશ્વાસી હોવાના કારણે તેઓ પેલા પોતાના પરિવારની દેખરેખ રાખે. એવુ કરીને તેઓ પોતાના માં-બાપ, દાદા-દાદી, અને આય-આપાના ઉપકારોને પાછા આપે છે. આ પરમેશ્વરને ગમે છે. 5 આ રંડાયેલ બાયુ જેની પાહે પોતાની જરૂરિયાતો, દેખરેખ અને મદદ કરવા હાટુ કોય નથી, ઈ પરમેશ્વર ઉપર જ આશા રાખે છે, અને રાત દિવસ વિનવણી અને પ્રાર્થનામાં પરમેશ્વર પાહેથી પોતાની હાટુ મદદ માગે છે. 6 જે રંડાયેલ બાયુ પોતાના જીવનનો પુરો વખત મોજ-મજામાં વેડફે છે, ઈ એક મરી ગયેલા માણસની જેમ છે, જે દેહિક રીતે જીવે છે ખરી, પણ આત્મિક રીતે મરી ગય છે. 7 વિશ્વાસીઓને ઈ વાતો હમજાવી દે, જેથી કોય પણ એની ઉપર કલંક નો લગાડે. 8 પણ જો કોય પોતાના હગા-વાલાની ખાસ કરીને પોતાના પરિવારની જરૂરિયાત પુરી નો કરે, તો એણે વિશ્વાસનો ત્યાગ કરી દીધો છે, અને ઈ અવિશ્વાસીથી પણ ભુંડો બની ગયો છે. 9 જઈ કોય રંડાયેલ બાય 60 વરહથી વધારે ઉમરની હોય, અને ઈ પોતાના ધણી પ્રત્યે વિશ્વાસુ રય હોય. તો તુ એને રંડાયેલ બાયુની યાદીમાં ઉમેરી હકછો, 10 અને બીજા લોકોએ આ વાતની ખરાય કરાવી જોયી કે, એણે સદાય હારા કામો કરયા છે, દાખલા તરીકે એણે પોતાના બાળકોનું પાલન-પોષણ હારી રીતે કરયુ, એણે યાત્રા કરનારા વિશ્વાસીઓને પોતાના ઘરે આવકાર કરયો, એણે બીજા વિશ્વાસીઓની સેવા એક દાસીની જેમ કરી, અને એણે એવા લોકોની મદદ કરી જે મુશ્કેલીઓમાંથી પસાર થાતા હતાં. એણે દરેક રીતનાં હારા કામો કરવા હાટુ પોતાને હોપી દીધી હોય. 11 પણ જુવાન રંડાયેલી બાયુના નામ યાદીમાં લખવા નય, કેમ કે, જઈ તેઓને લગન કરવાની ઈચ્છા થાય તઈ તેઓ મસીહની સેવાથી આઘી થયને લગન કરે છે. 12 પાછા લગન કરીને, ઈ પોતાની જાતને ગુનેગાર ઠરાયશે કેમ કે, ઈ બાયુએ બીજા લગન નો કરવાનો પોતાનો પેલો વાયદો તોડી નાખ્યો છે. 13 અને એની હારોહાર ઘરે-ઘરે ફરીને આળસુ થાવાનુ શીખે છે, અને ખાલી આળસુ જ નય, પણ બીજા લોકોની વિષે અફવા ફેલાવે છે; અને બીજાના કામમા માથું મારે અને એવી વાતો કેય છે જે એને નો કેવી જોયી. 14 ઈ હાટુ હું આ સલાહ આપું છું કે, જુવાન રંડાયેલ બાયુઓ લગન કરે અને દીકરા પેદા કરે અને પોતાનુ ઘરબાર હંભાળે અને કોય વેરીને બદનામ કરવા હાટુ મોકો નો આપે. 15 પણ હું ઈ હાટુ કવ છું કેમ કે, કેટલીક એવી રંડાયેલ બાયુઓ પેલાથી જ ઈસુ મસીહની આજ્ઞાનું પાલન કરવાનું છોડીને શેતાનના મારગે હાલવાનું સાલું કરી દીધુ છે. 16 પણ જો કોય વિશ્વાસી ભાઈ કે બાયના પરિવારમાં રંડાયેલી હોય, તો એણે પોતાનુ ભરણ-પોષણ કરવુ અને મંડળી ઉપર એનો બોજો નાખવો નય, જેથી મંડળી ખાલી નિરાધાર રંડાયેલીઓની જ કાળજી રાખે. વચન શીખવાડનારા વડવાઓ 17 જે વડવાઓ મંડળીમાં પોતાનુ કામ હારી રીતે કરે છે, એને હારી રીતે માન અને વેતન મળવું જોયી, ખાસ કરીને તેઓ લોકો જે પરમેશ્વરના સંદેશાને શીખવાડવા અને પરચાર કરવા હાટુ બોવ મેનત કરે છે. 18 કેમ કે, શાસ્ત્રમા લખેલુ છે કે, “જઈ એક ઢાંઢો અનાજ છુટું પાડતો હોય, તો તમારે એનું મોઢું બાધવું નય, જેથી ઈ અનાજ નો ખાય હકે.” અને આ પણ લખ્યું છે કે, “મજુર એની મજુરીનો હકદાર છે.” 19 જો કોય વડવાઓ ઉપર કોય આરોપ લગાડે, તો બે ત્રણ સાક્ષી વગર ઈ વાતને નો માનવી. 20 જે લોકો પાપ કરે એને બધાય વિશ્વાસી લોકોની હામે ખીજા, જેથી બાકીના બીજા વિશ્વાસી હોતન પાપ કરવાથી બીવે. 21 હું તને પરમેશ્વર, અને ઈસુ મસીહ, અને સ્વર્ગદુતોની હામે સેતવણી આપું છું કે, આ બધીય વાતો શંકા કરયા વગર માનતો રેય, અને દરેક કામ કોયનો પણ ભેદભાવ કરયા વગર કર. 22 કોય પણ માણસને મંડળીમાં વડવા તરીકે ગમાડવા હાટુ ઉતાવળ કરવી નય, એવુ કરીને એના પાપોમા ભાગીદારી થાવુ નય પણ પોતાની જાતને પવિત્ર બનાવી રાખ. 23 તુ વારાઘડીએ માંદો પડશો અને પેટમાં તકલીફ હોવાના કારણે હવે તુ ખાલી પાણીથી જ નય, પણ થોડોક દ્રાક્ષારસ હોતન અવસધી તરીકે પીધા કર. 24 હું તને ફરીથી કવ છું કે, મંડળીમાં વડવાઓને ગમાડવા હાટુ ઉતાવળ નો કરતો કેમ કે, કેટલા લોકો ખુલે આમ પાપ કરે છે, એટલે બધાય લોકોને પેલાથી જ ખબર પડી જાય છે કે, આ ગુનેગાર છે, પણ કેટલાક લોકોના પાપ વાહેથી ખબર પડે છે. 25 એવી જ રીતેથી, જઈ લોકો હારા કામો કરે છે, તો બીજા વિશ્વાસીઓ દ્વારા સોખી રીતેથી જોય હકાય છે. અને જો તેઓ એને એકવાર સોખી રીતેથી નો પણ જોય હકે, તો છેલ્લે ઈ તેઓને જાણી જ લેહે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation