1 તિમોથીને પત્ર 4 - કોલી નવો કરારખોટા શિક્ષકો 1 પવિત્ર આત્મા સોખી રીતે આ વાત કેય છે કે, છેલ્લા વખતમાં થોડાક લોકો મસીહના શિક્ષણો ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેહે, અને ઈ ખોટા શિક્ષણો ઉપર વિશ્વાસ કરશે જે ભૂતોની તરફથી છે. 2 જે લોકો ખોટા અને ઢોંગી છે, જે આ પરકારનું ખોટુ શિક્ષણ આપે છે કેમ કે, ઈ પોતે નથી હમજતા કે, હાસુ કરી રયા છે કે, ખોટુ, એવી જ રીતે જેમ કે, એક ગરમ લોખંડથી દેહના માસને હળગાવી દેવામાં આવ્યો હોય અને ખબર પણ નો પડી હોય. 3 તેઓ એવુ ખોટુ શિક્ષણ આપશે કે, લગન નો કરવા જોયી, અને કોય ખાવાની વસ્તુઓને ખાવા હાટુ ના પાડશે. જે વસ્તુઓને પરમેશ્વરે ઈ હાટુ બનાવી કે, વિશ્વાસ કરનારા અને હાસાયને જાણનારા એને આભાર માનીને ખાય. 4 કેમ કે, પરમેશ્વરે બનાવેલી બધીય વસ્તુઓ હારી છે, અને દરેક ખાવાની વસ્તુઓ ખાય હકી છયી, પણ એટલું છે કે, પરમેશ્વરનો આભાર માનીને ખાવું જોયી. 5 કેમ કે, ઈ પરમેશ્વરના વચન અને પ્રાર્થનાથી બનાવેલી બધીય વસ્તુ સોખી બની જાય છે. ઈસુ મસીહનો ઉત્તમ સેવક 6 જો તુ વિશ્વાસી ભાઈઓ અને બહેનોને વારંવાર યાદ કરાવતો રેય, તો તું ઈસુ મસીહનો હારો સેવક બનય, અને તઈ તું સંદેશ અને હારા શિક્ષણથી મજબુત કરવામાં આવય, જે વચનનું તે હાસી રીતે પાલન કરયુ છે. 7 લોક વાયકાની ખોટી વાર્તાઓને જોયને ખોટા વખતનો બગાડ કરમાં અને ઈ મુરખતાભરેલી વાર્તાઓ જે પરમેશ્વરને માન નથી આપતી, અને તમે પરમેશ્વરનું જીવન જીવવા હાટુ પોતાને શીખવતા રયો. 8 કેમ કે, દેહિક કસરત કરવાથી દેહને થોડોક ફાયદો થાય છે, પણ પરમેશ્વરની ભગતી બધીય વાતો હાટુ ફાયદાકારક છે કેમ કે, આ એક માણસને હમણાં અને ભવિષ્યમાં ઈ જીવનને મેળવશો, જે પરમેશ્વરે વાયદો કરયો છે. 9 આ વાત હાસી છે, અને દરેક પરકારે એનો સ્વીકાર કરવાને લાયક છે. 10 આપડે ઈ જીવનને પામવા હાટુ મેનત કરી અને દુખ સહન કરી છયી કેમ કે, આપડે જીવતા પરમેશ્વર ઉપર આશા રાખી છયી, જે બધાય લોકો ખાસ કરીને વિશ્વાસીઓનો તારનાર છે. 11 તુ વિશ્વાસી લોકોને આ વાતોને શીખવાડતો રેજે અને પાલન કરવાનો હુકમ આપજે. 12 જો તુ જુવાનયો છો, એથી તારો કોય નકાર કરે નય, પણ તારે વાણી, વરતન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્ર જીવન જીવવામાં બધાય હાટુ વિશ્વાસી લોકોની હારું નમુનારૂપ બનવું. 13 જ્યાં હુધી હું ન્યા આવું નય ન્યા હુધી વિશ્વાસીઓને વચન હંભળાવવા હાટુ, ઉત્સાહિત કરવા અને શાસ્ત્ર હમજાવવાનુ સાલુ રાખ. 14 મંડળીના વડવાઓએ તારી ઉપર હાથ મુકીને ભવિષ્યવાણી કરતી વખતે જે વરદાન પરમેશ્વરે તને આપ્યુ હતું, એના વિષે તુ બેદરકાર રેતો નય. 15 ઈ બધીય વાતોનો અભ્યાસ કર, અને એમા જ પોતાનુ મન લગાડી રાખ, જેથી દરેક માણસ આ જોય હકે કે, તુ પોતાના વિશ્વાસમા વધી રયો છે. 16 તુ પોતાના વ્યવહાર અને લોકોને શું શીખવાડે છે; એમા સાવધાન રે, અને આજ વાતો કરયા કર કેમ કે, એવુ કરવાથી પરમેશ્વર તને અને તારા હાંભળનારાને પણ સજાથી બસાવશે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation