1 તિમોથીને પત્ર 3 - કોલી નવો કરારમંડળીમાં આગેવાનો 1 જો કોય આગેવાન બનવા માગે છે, ઈ ભલાયના કામો કરવાની ઈચ્છા રાખે છે, આ વાત હાસી છે. 2 પણ એમા આ વાતો જરૂરી છે કે, આગેવાન દોસ વગરનો, અને એક જ બાયડીનો ધણી, પોતાનુ મન કાબુમાં રાખનારો, હમજદાર, લોકોમા માનનીય, મહેમાનોને આવકાર કરનારો, અને પરમેશ્વરના વચનને શીખવવામાં પરીપક્વ હોવો જોયી. 3 ઈ એક દારૂડિયો કે એવો માણસ હોવો જોયી નય, જે સદાય બાધણું કરે છે, પણ દયાળુ, અને શાંત સ્વભાવનો માણસ હોવો જોયી, અને રૂપીયાનો લોભી હોય નય. 4 અને પોતાના પરિવારને હારી રીતે હકાવનારો, અને ઈ પોતાના બાળકોને બધીય વાતોમાં માનપૂર્વક એની આજ્ઞા પાળવાનું શીખવાડતો હોવો જોયી. 5 જો કોય માણસ પોતાના પરિવારની હારી રીતે હંભાળ નો રાખી હક્તો હોય, તો ઈ પરમેશ્વરની મંડળીની પણ હંભાળ હારી રીતે નય રાખી હકે. 6 ઈ એવો માણસ હોવો જોયી નય, જે હાલમાંજ વિશ્વાસી બન્યો હોય, ક્યાક એવુ થાય નય કે, ઈ અભિમાન કરીને શેતાનની જેમ સજા પામે. 7 અને મંડળીને છોડીને બીજા લોકોમા પણ એનુ માન હોવું જોયી, જેથી લોકો એને ખરાબ કયને બદનામ કરી હકે નય અને નતો ઈ શેતાનની જાળ મા ફસાય. મંડળીમાં સેવકો 8 ઈ જ પરમાણે મંડળીમાં મદદ કરનારા સેવકો શાંત હોવા જોયી અને બે બોલી બોલનારા, દારૂપીનારા કે, રૂપીયાના લાલસુ નો હોવા જોયી. 9 અને તેઓને એક શુદ્ધ બુદ્ધિ હારે ઈ હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરવાનું સાલું રાખવું જોયી જેને પરમેશ્વરે પરગટ કરયુ છે. 10 મંડળીના સેવકોને ગમાડયા પેલા તેઓને પારખવા જોયી, જો તેઓ નિરદોષ જણાય તો જ સેવા હાટુ તેમની નિમણુક કરવી. 11 ઈજ પરમાણે બાયુ પણ ગંભીર હોવી જોયી; તેઓ ખટપટણી નય, પણ શાંત અને બધીય વાતોમાં વિશ્વાસપાત્ર હોવી જોયી. 12 મંડળીના સેવકો પોતાની બાયડીના વિશ્વાસુ હોવા જોયી, અને પોતાના બાળકો અને ઘરનું હારુ સંસાલન કરનારા હોવા જોયી. 13 કેમ કે, જેઓ હારી રીતે સેવા કરતા હોય, તેઓ લોકોમા માન પામે છે; અને તેઓ મસીહ ઈસુ ઉપરના વિશ્વાસ વિષે ખાતરીથી બોલી હકે છે. મહાન રહસ્ય 14 હું તારી પાહે જલ્દી આવવાની આશા રાખુ છું, તો પણ આ બધીય વાતો તને ઈ હાટુ લખું છું, 15 પણ જો મને આવવામાં વાર લાગે તો તું જાણી લે કે, પરમેશ્વરના ઘરમાં કેવું વરતન રાખવું જોયી, પરમેશ્વરનુ ઘર તો જીવતા પરમેશ્વરની મંડળી છે ઈ તો હાસનો સ્થંભ અને આધાર છે. 16 એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation