1 તિમોથીને પત્ર 2 - કોલી નવો કરારમંડળીમાં ભજનસેવાની વ્યવસ્થા 1 હું બધાયની પેલા આ કવ છું કે, બધાય લોકો હાટુ વિનવણી, પ્રાર્થના, અને મધ્યસ્થીની પ્રાર્થના, તેઓની હાટુ પરમેશ્વરનો આભાર માનવો જોયી. 2 રાજાઓ હાટુ અને બધાય અધિકારીઓ હાટુ પણ પ્રાર્થના કરો, જેથી તેઓ આપડે શાંતિ અને સુરક્ષાથી રેવામાં મદદ કરે અને આપડે પરમેશ્વરનું ભજન કરી હકી અને બીજાના પ્રત્યે કાયમ હારો વ્યવહાર રાખવો. 3 એવુ કરવુ આપડા તારનાર પરમેશ્વરને હારું લાગે છે અને રાજી પણ કરે છે. 4 ઈ ઈચ્છે છે કે, બધાય લોકોનું તારણ થાય, અને ઈ હારી રીતે હાસાયને જાણી લેય. 5 કેમ કે, ખાલી એક જ પરમેશ્વર છે, અને પરમેશ્વર વધારે લોકોને મેળવનારો એક જ મધ્યસ્થી છે અને ઈ ઈસુ મસીહ છે, જે પોતે માણસોની મધ્યમાં પેદા થયો. 6 મસીહ બધાય લોકોને પાપ અને મરણમાંથી છોડાવવા હાટુ પોતાની જાતને બલિદાન કરી દીધો એના બલિદાન દ્વારા પરમેશ્વરે હાસા વખતે આ સાબિત કરયુ કે, ઈ બધાય લોકોને બસાવવા માગે છે. 7 અને આ કારણથી પરમેશ્વરે મને હારા હમાસારનો પરચાર કરવા, અને એક ગમાડેલો ચેલો અને બિનયહુદી લોકોને વિશ્વાસ અને હાસાયને વિષે શીખવાડવા હાટુ ગમાડયો છે, હું હાસુ જ કવ છું કાય ખોટુ બોલતો નથી. 8 હું ઈચ્છું છું કે, બધીય પ્રાર્થના સભાઓમાં માણસ, પરમેશ્વરને સમર્પિત હાથોને ઉપર ઉસા કરીને અને ગુસ્સો અને વિવાદ કરયા વગર પ્રાર્થના કરે. 9 આ રીતે હું ઈચ્છું છું કે, બાયુ પણ પ્રાર્થના સભામાં, બધાય લોકોની હામે વખાણના લાયક, અને માનપૂર્વક અને અપનાવવા લાયક લુગડા પેરીને તૈયાર થાય, નતો વાળ ઓળીને, અને હોનું ચાંદી અને મોઘા લુગડા પેરીને તૈયાર થાય. 10 પણ બીજાઓની હાટુ ભલાયનુ કામ કરવુ જોયી કેમ કે, પરમેશ્વરના ભજન કરવા વાળ્યુ બાયુને એવુ જ કરવુ હારું છે. 11 જઈ માણસો વિશ્વાસીઓને શીખવાડી રયા હોય, તઈ બાયુને શાંતિ રાખીને અને પુરી આધિનતાથી શીખવુ જોયી. 12 હું ઈ રજા દેતો નથી કે, બાયુઓ પ્રાર્થના સભામાં સંદેશો આપે અને માણસ ઉપર અધિકાર હકાવે, પણ તેઓને સાનુમુનુ રેવું જોયી. 13 હું એવુ ઈ હાટુ કવ છું કેમ કે, પરમેશ્વરે પેલા આદમને બનાવ્યો અને પછી હવાને બનાવી. 14 અને બીજુ કારણ આ પણ છે, આદમ શેતાન દ્વારા છેતરાયો નય, પણ હવાએ શેતાનથી છેતરાયને પરમેશ્વરની આજ્ઞા તોડી નાખી. 15 તો પણ જો બાયુ માનપૂર્વક, વિશ્વાસ અને પ્રેમમાં પવિત્ર જીવન જીવે, તો તેઓ બાળકો જણવાના કારણે તારણ પામશે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation