Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 તિમોથીને પત્ર 1 - કોલી નવો કરાર


પાઉલ પ્રેરિતનો પેલો પત્ર

1-2 આપડા તારનાર પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ જેની ઉપર આપડે આશા રાખી છયી, એની આજ્ઞા પરમાણે હું પાઉલ એના ગમાડેલો ચેલો છું હું આ પત્ર તિમોથીને લખી રયો છું, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી મારા દીકરાની જેમ છે, પરમેશ્વર બાપ, અને આપડા પરભુ ઈસુ મસીહના ગમાડેલા ચેલાઓ તરફથી કૃપા, દયા અને શાંતિ તને મળતી રેય.


જુઠા શિક્ષણ વિરુધ સેતવણી

3 હે તિમોથી મે તને એફેસસ શહેરથી મકદોનિયા પરદેશમા જાતી વખતે વિનવણી કરી હતી કે, તુ એફેસસ શહેરમાં રયને ઈ ખોટા શિક્ષણ દેનારાને આજ્ઞા આપ કે, તેઓ લોકોને ખોટુ શિક્ષણ આપે નય.

4 તેઓ લોકોની બનાવેલી વાર્તાઓ અને વડવાઓની પેઢીના નામ ગોતવામા પોતાનો વખત ખરાબ કરે નય, જેમાં ખાલી વાદ-વિવાદ થાય છે. અને આ બધીય વાતો પરમેશ્વરનું કામ કરવામા મદદ કરતી નથી, જે વિશ્વાસ ઉપર આધારિત છે. હું તને ફરીથી વિનવણી કરું છું જે તને પેલા કરી હતી.

5 તમને આજ્ઞા આપવાનો હેતુ આ છે કે, તમે એકબીજાની હારે સોખા મન, હારા વિસાર અને કપટ વગરના વિશ્વાસથી પ્રેમ કરો.

6 કેમ કે, કેટલાક ખોટા શિક્ષણ દેનારા માણસો આ બાબતોને સુકી ગયા છે અને અરથ વગરની નકામી વાતુમા ભટકી ગયા છે.

7 અને તેઓ યહુદી નિયમના શિક્ષકો બનવા તો માગે છે, પણ જે વાતો તેઓ કેય છે અને ઈ વાત બોવ ખાતરીથી બોલે છે તેઓ પોતે જ એને નથી હમજતા.

8 આપડે જાણી છયી કે, મૂસાના નિયમશાસ્ત્રને શીખવાડવું ઈ બોવ હારી વાત છે, જો એને હારી રીતે શીખવાડવામાં આવે.

9 છતાય યાદ રાખવું જોયી કે, નિયમ હારા માણસ હાટુ નય, પણ નિયમભંગ કરનારાઓ અને ગુનેગારો, પરમેશ્વરને નો માનનારા અને પાપીઓ, અપવિત્ર, અશુદ્ધ અને અધરમી, અને મા-બાપને મારી નાખનારાઓ, ખૂનીઓ,

10 છીનાળવાઓ, પુરુષ પુરુષની હારે જાતીય સબંધ બાંધનારાઓ, માણસોનો વેપાર કરનારાઓ, ખોટુ બોલનારાઓ, ખોટા સાક્ષીઓ, ઈ બધાય હાટુ છે.

11 આ હાસુ શિક્ષણ અદભુત પરમેશ્વરની મહિમા વિષે હારા હમાસારથી સહમત થાય છે, જેણે મને પરચાર કરવાની જવાબદારી આપી છે.


પરમેશ્વરની કૃપા હાટુ આભાર

12 આપડા પરભુ ઈસુ મસીહનો હું આભાર માનું છું, જેણે મને સામર્થ આપ્યુ છે, અને એણે મને વિશ્વાસુ હમજીને પોતાની સેવા કરવા હાટુ ગમાડયો છે.

13 હું પેલા નિંદા કરનારો અને વિશ્વાસી લોકોને સતાવનારો અને તેઓનું નુકશાન કરનારો હતો, તો પણ મારી ઉપર પરમેશ્વરની દયા થય કેમ કે, મે આ બધુય હંમજા વગર, અને જઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ નો કરતો હતો તઈ ઈ બધાય કામો કરતો હતો.

14 અમારા પરભુ ઈસુએ એક ધારી મારી ઉપર પોતાની ભરપૂર કૃપા દેખાડી. એણે મને વિશ્વાસ અને પ્રેમ આપ્યુ કેમ કે, હું મસીહની હારે ભળી ગયો.

15 આ વાત હાસી અને બધાય પરકારથી માનવા લાયક છે કે, ઈસુ મસીહ પાપી લોકોનો બસાવ કરવા હાટુ જગતમાં આવ્યો, જેમાં બધાયમાંથી મોટો પાપી હું છું

16 પણ પરમેશ્વરે મારી ઉપર પોતાની દયા દેખાડી. તેઓએ એવુ આ કારણથી કરયુ જેથી મારી દ્વારા, એક એવો માણસ જેણે કોય બીજા કરતા વધારે ખોટા કામો કરયા છે, મસીહ ઈસુ આ દેખાડી હકે કે, ઈ મારી હાટુ ધીરજ રાખે છે, જો હું ગમે ઈ કરૂ. એણે એવુ ઈ હાટુ કરયુ કે, પછી બીજા લોકો એની ઉપર વિશ્વાસ કરે, અને અનંતકાળનું જીવન મેળવી હકે.

17 હવે અનંતકાળનો રાજા, જેનો કોય દિ વિનાશ થાતો નથી, જે દેખાતો નથી, અને ખાલી એક જ પરમેશ્વર છે એને અનંતકાળ માન અને મહિમા હોય, આમીન.


વિશ્વાસને પરમેશ્વરની કૃપા હાટુ આભાર

18 હે દીકરા તિમોથી, હું ઈ આજ્ઞા તને આપી રયો છું અને હું તને ઈ વાતોને યાદ કરવા હાટુ કવું છું જે ભૂતકાળમાં આગમભાખીયાઓએ કીધી હતી કે, તારી હારે થાહે. તને ખોટા શિક્ષકોની વિરુધ હારી રીતે લડવા હાટુ ઈ શબ્દોનો ઉપયોગ એક હથિયારની જેમ કરવુ જોયી.

19 અને તારે મસીહ ઉપર વિશ્વાસમા બનેલું રેવું જોયી અને સોખુ મન હોવું જોયી, કેમ કે કેટલાક લોકોએ પોતાના સોખા મનનો ત્યાગ કરી દીધો છે અને એનુ પરિણામ ઈ થયુ કે, તેઓ હવે મસીહ ઈસુમાં વિશ્વાસ નથી કરતા. જેવી રીતે એક વહાણ ભટકાયને નાશ થય જાય છે.

20 તેઓમાંથી હુમનાયસ અને એલેકઝાન્ડર છે. મે તેઓને મંડળીમાંથી બારે કાઢી મુક્યા છે, અને તેઓને શેતાનના કબજામાં હોપી દીધા છે, જેથી તેઓ શીખે કે, પરમેશ્વરની નિંદા કરવી નય.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan