1 થેસ્સાલોનિકીઓને પત્ર 5 - કોલી નવો કરારપરમેશ્વરનાં આગમન હાટુ તૈયાર રયો 1 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો ઈસુ મસીહને પાછા આવવાના વખત વિષે મારે તમારી હાટુ લખવાની કાય જરૂર નથી. 2 કેમ કે, તમે જાણો છો કે, જેમ એક સોર રાતે આવે છે જઈ આપડે આશા નથી રાખતા. એમ જ પરભુ ઈસુના પાછા આવવાના દિવસ પણ થાહે. 3 જઈ લોકો કહેતા હોય કે, અમે શાંતિથી જીવી છયી, અને બધુય હારું છે, તઈ જે રીતે ગર્ભવતી બાઈને અસાનક દુખાવો થાવા લાગે છે, તેવીજ રીતે તેઓ નાશ થાવા લાગશે, અને તેઓ ઈ મોટા દુખથી બસી નય હકે. 4 પણ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે તો અંધારામાં નથી કે, પરભુ ઈસુને પાછા આવવાના દિવસે તમારી ઉપર એક સોરની જેમ આવી પડશે. 5 કેમ કે, તમે બધાય અંજવાળાના અને દિવસના દીકરા છો, આપડે રાતથી કા અંધારાથી સબંધ રાખતા નથી. 6 ઈ હાટુ આપડે બીજાઓની જેમ હુતા નો રેયી, પણ જાગતા રેયી અને સાવધાન રેયી. 7 કેમ કે, લોકો રાતના વધારે હુવે છે, અને દારૂ પીનારા રાતે દારૂ પીવે છે અને છાકઠા થાય છે. 8 પણ આપડે જે દિવસના બાળકો છયી, ઈ હાટુ આપડે પોતાની ઉપર કાબુ રાખવો જોયી. વિશ્વાસ અને પ્રેમ એક બખતરની જેમ છે એને પેરી લ્યો જે રક્ષણ કરે છે અને તારણની આશાનો ટોપ પેરીને સાવધાન રયો, 9 કેમ કે, પરમેશ્વરે આપડી ઉપર રિહ કરવા હાટુ નથી ગમાડયા, પણ આપડે આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા તારણ પામવા હાટુ ગમાડવામાં આવ્યા છયી. 10 મસીહ આપડી હાટુ એટલે મરયો જેથી જઈ ઈ પાછો આવે તઈ આપડે ઈચ્છીએ કે, જીવતો હોય કા મરી ગયો હોય એની હારે સદાય જીવન જીવી. 11 ઈ હાટુ તમે એકબીજાને તમે દિલાસો આપો, અને એકબીજાને વિશ્વાસમા મજબુત કરો, જેવું કે, તમે કરી પણ રયા છો. છેલ્લી શિખામણ અને સલામી 12 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને વિનવણી કરી છયી કે, જે પરભુમાં તમારા આગેવાન છે, અને તમારી વસે મેનત કરે છે, અને તમને શીખવાડે છે, એને માન આપો. 13 જે કાય તેઓ તમારી હાટુ કરે છે, આ જાણીને તેઓને બોવ માન અને પ્રેમ કરો, અને ભેગા મળીને રયો. 14 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને વિનવણી કરી છયી એવા લોકોને સેતવણી આપો જે આળસુ છે અને બીય ગયેલાઓને હિંમત આપો, અને જે વિશ્વાસમા નબળા છે એઓની મદદ કરો, અને બધાયની હારે ધીરજ રાખીને વ્યવહાર કરો. 15 તમે આ વાતનું ધ્યાન રાખો કે, કોય પણ તમારી હારે ખરાબ કરે તો એના બદલે ખરાબ નો કરો, પણ કાયમ તમે એકબીજાની અને બધાયની ભલાય કરવા હાટુ કોશિશ કરો. 16 સદાય રાજી રયો. 17 દરેક વખતે પ્રાર્થના કરતાં રયો. 18 દરેક સંજોગોમાં પરમેશ્વરને ધન્યવાદ આપો કેમ કે, તમારી હાટુ ઈસુ મસીહમા પરમેશ્વરની આજ ઈચ્છા છે. 19 પવિત્ર આત્માના કામોને નો રોકો. 20 આગમભાખીયાઓની પરગટ કરેલી વાતોને નકામી નો હમજો. 21 પણ દરેક વચનને પારખો કે, ઈ પરમેશ્વર તરફથી છે કે નય. અને જે વાત હાસી છે ઈ વાતને માની લ્યો. 22 દરેક ખરાબ કામથી આઘા રયો. આશીર્વાદ 23 હવે શાંતિનો પરમેશ્વર પોતે તમને પુરી રીતે પવિત્ર કરે આપડા પરભુ ઈસુ મસીહના પાછા આવતાં હુંધી તમારો આત્મા અને પ્રાણ અને દેહ પુરેપુરી રીતેથી નિરદોષ રાખવામાં આવે. 24 તમને બોલાવનારો વિશ્વાસ લાયક છે ઈ હાટુ ઈ તમને પવિત્ર થાવામાં હોતન લાયક બનાયશે કેમ કે, ઈ તમને પવિત્ર થાવાની હાટુ બોલાવે છે. 25 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારી હાટુ પ્રાર્થના કરો. 26 બધાય વિશ્વાસી ભાઈઓ અને બહેનોને મસીહના પ્રેમમાં સલામ કરો. 27 હું તમને પરભુના નામથી આજ્ઞા આપું છું કે, આ પત્ર બધાય વિશ્વાસી ભાઈઓ અને બહેનોને વાસીને હંભળાવવામાં આવે. 28 આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી ઉપર બની રેય. આમીન. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation