1 થેસ્સાલોનિકીઓને પત્ર 4 - કોલી નવો કરારપરમેશ્વરને ગમે એવુ જીવન 1 મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ. 2 કેમ કે, તમે જાણો છો કે, જે શિક્ષણ અમે તમને આપ્યુ છે, આ ઈ જ છે જે પરભુ ઈસુએ કીધું કે, અમે તમને બતાવી. 3 પરમેશ્વરની ઈચ્છા આ છે કે, તમે પવિત્ર બનો અને છીનાળવા નો કરો. 4 અને તમારામાથી દરેક પોતાની બાયડી હારે પવિત્ર અને માનપૂર્વકનો સંબંધ જાળવી રાખે. 5 અને ઈ લોકોની જેમ નો કરો જે પરમેશ્વરને નથી ઓળખતા કેમ કે, તેઓ પોતાની ભુંડી ઈચ્છાઓ પરમાણે કરે છે. 6 અને આ વાત ઉપર પાપ કરીને કોય પણ કોય વિશ્વાસી ભાઈથી દગો કા અન્યાય નો કરે કેમ કે, પરભુ આ બધાય કામો કરનારાને સજા આપશે; જેમ કે, અમે પેલાથી જ તમને કીધું અને સેતવણી પણ આપી હતી. 7 કેમ કે, પરમેશ્વરે આપણને ખરાબ જીવન જીવવા હાટુ નય, પણ પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવ્યા છે. 8 ઈ કારણથી જે આ નિયમોને નથી પાળતા ઈ કોય માણસના નય પણ પરમેશ્વરનાં નિયમોને નથી માનતા, જે પોતાનો પવિત્ર આત્મા તેઓને આપ્યો છે. 9 એકબીજા વિશ્વાસી ભાઈઓથી પ્રેમ રાખવો તમે પોતે જ પરમેશ્વરથી શીખા છો, ઈ હાટુ તમને સાથી વિશ્વાસીઓની હારે પ્રેમ રાખવા હાટુ મારે લખવાની કાય જરૂર નથી. 10 અને આખા મકદોનિયાના સાથી વિશ્વાસી ભાઈઓ હારે એવો પ્રેમ રાખો પણ છો. પણ હે મારા વાલા, અમે તમને વિનવણી કરી છયી કે, હજી પણ વધારે એકબીજા હારે પ્રેમ રાખો. 11 અને જેમ અમે તમને હંમજાવ્યું છે, એમ જ શાંતિથી રયો, અને બીજાના કામમા માથું નો મારવું, પણ પોતે કમાવાની કોશિશ કરો. 12 જેથી અવિશ્વાસી લોકો તમારો વ્યવહાર જોયને તમને માન આપે, અને તમને પોતાની જરૂરિયાતો હાટુ કોયની ઉપર ભરોસો નો રાખવો પડે. પરમેશ્વરનું આગમન 13 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે જાણી છયી કે, જે મરી ગયા છે, એના વિષે તમે જાણો, એવુ નો થાય કે, તમે બીજા લોકોની જેમ દુખી થાવ, જેઓને આ આશા નથી કે, મરયા પછી પાછા જીવતા થય જાહે. 14 જો આપડે વિશ્વાસ કરી છયી કે, ઈસુ મરણ પામ્યો ને પાછો જીવતો ઉઠયો, તો એવી જ રીતે જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, તેઓને પણ પરમેશ્વર ઈસુની હારે પાછા લય લેહે. 15 તો એના વચન પરમાણે તમને આ કેયી છયી કે, આપડે જો જીવતા છયી, અને પરભુના આવ્યા હુધી નય મરી, તો ઈ વિશ્વાસી જે પેલા મારી ગયા છે, આપડી પેલા પરભુ ઈસુને મળશે. 16 કેમ કે, પરભુ ઈસુ પોતે જ સ્વર્ગમાંથી આયશે, તઈ હુકમ કરવામા આયશે, અને પ્રમુખ દૂતનો અવાજ હંભળાહે, અને પરમેશ્વરનાં રણશિંગડાનો અવાજ હંભળાહે, તઈ જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, ઈ પેલા જીવતા થય જાહે. 17 એના પછી જે જીવતા અને બસેલા રેહે, તેઓની હારે આભમા પરભુને મળવા હાટુ વાદળોમાં ઉઠાવી લેવામાં આયશે. અને ઈ વખતથી આપડે સદાયને હાટુ પરભુ ઈસુ મસીહની ભેગા રેહું. 18 ઈ હાટુ આ વાતોથી એકબીજાને દિલાસો આપ્યા કરો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation