1 થેસ્સાલોનિકીઓને પત્ર 2 - કોલી નવો કરારથેસ્સાલોનિકા મંડળીમા પાઉલના કામની યાદગીરી 1 મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતે પણ જાણો છો કે, અમારે તમારી ન્યા આવવાનું લાભદાયક રયુ. 2 અને તમે પોતે જાણો છો કે, તમારી પાહે આવ્યા પેલા ફિલિપ્પી શહેરમાં દુખ અને અપમાન વેઠયા તો પણ અમને પરમેશ્વરે એવી હિંમત આપી કે, ઘણાય બધાય વિરોધ અમારી હામે થયા તો પણ પરમેશ્વરનાં હારા હમાસાર તમને હભળાવી. 3 કેમ કે, જે અમારું શિક્ષણ અમે તમને હંભળાવ્યુ છે, એમા કોય ભરમાવવાની વાત, કા કોય ખોટો ઈરાદો, અને દગાની કોય વાત નથી. 4 પરમેશ્વરે આપણને લાયક હમજીને હારા હમાસાર હોપ્યા છે. ઈ હાટુ આપડે માણસોને રાજી કરવા હાટુ નય, પણ આપડા હ્રદયને ઓળખનારા પરમેશ્વરને રાજી કરવા હાટુ શિક્ષણ આપી છયી. 5 અને અમે કોયદી પણ ચાબોલ્યાની વાતો નથી કીધી, આ તમને ખબર છે, અને પુંજીની લાલસને હતાડવા હાટુ એવુ કાય કરતાં નોતા, જેની પરમેશ્વર સાક્ષી આપે છે કે, તેવા અમે નોતા. 6 અમે મસીહના ગમાડેલા ચેલાઓ હોવા છતાં પણ અમે નતો માણસોથી, નતો તમારીથી, અને નતો કોય બીજા લોકોથી, માન ઈચ્છતા હતા. 7 પણ જેવી રીતે માં પોતાના બાળકનું ભરણપોષણ કરે છે, એવી જ રીતે અમે પણ મસીહમા તમારી હારે રયને કોમળતાથી વ્યવહાર કરયો છે. 8 અને અમે તમારીથી એટલો પ્રેમ કરી છયી કે, ખાલી પરમેશ્વરનાં હારા હમાસાર હંભળાવવા હાટુ નય પણ તમારી હાટુ પોતાનો જીવ પણ દેવા હાટુ તૈયાર હતા. ઈ હાટુ કે, અમે તમારી હારે બોવ પ્રેમ કરતાં હતા. 9 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને અમારી કઠણ મેનત યાદ હશે કે, તમને અમારી જરૂરીયાતોનું ધ્યાન નો રાખવું પડે ઈ હાટુ અમે રાત દિવસ કામ ધધો કરતાં તમારી વસે પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરયો. 10 તમે બધાય વિશ્વાસ કરનારાઓની હારે આપડો વ્યવહાર કેવો પવિત્ર અને ન્યાયી અને ભૂલ કરયા વગરનો હતો, એના તમે પોતે અમારા સાક્ષી છો, અને પરમેશ્વર પણ સાક્ષી છે. 11 તમે જાણો છો કે, જેમ બાપ પોતાના બાળકોની હારે વ્યવહાર કરે છે, એવી જ રીતે અમે પણ તમારામાંથી દરેકને શિક્ષણ આપતા, અને પ્રોત્સાહિત કરતાં અને સેતવણી આપતા હતા. 12 કે, તમે પોતાના જીવનને એવી રીતે જીવો જેને પરમેશ્વર માન આપે, જે તમને પોતાના રાજ્યમા અને મહિમામાં ભાગીદાર થાવા હાટુ બોલાવે છે. 13 ઈ હાટુ અમે પણ દરોજ પરમેશ્વરનો આભાર માની છયી કે, જઈ તમે પરમેશ્વરનાં હારા હમાસાર હાંભળી જે અમે તમારી વસે પરચાર કરયો, તો તમે એને માણસોને નય પણ હાસીન આ પરમેશ્વરનો સંદેશો હમજીને અપનાવ્યો, અને હવે પરમેશ્વરનો આ સંદેશો તમારામા કામ કરે છે, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો. 14 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પરમેશ્વરની ઈ મંડળીના પરમાણે હાલો છો જે યહુદીયા પરદેશમા ઈસુ મસીહમા છે કેમ કે, જેમ તેઓએ યહુદી લોકો તરફથી દુખ સહન કરયુ છે, એમ તમે પણ પોતાના જાતિના લોકો તરફથી એવા જ દુખ સહન કરયા છે. 15 ઈ યહુદીઓએ પરભુ ઈસુ અને આગમભાખીયાઓને પણ મારી નાખ્યા અને અમને સતાવ્યા, અને પરમેશ્વર તેઓથી રાજી નથી, અને તેઓ બધાય લોકોનો વિરોધ કરે છે. 16 અને તેઓ અમને બિનયહુદીઓને પાપ વિષે બતાવાથી રોકવાની કોશિશ કરી રયા હતાં કે, પરમેશ્વર તેઓને કેમ બસાવી હકે છે. આ મંડળીની ફરીથી મુલાકાત લેવાની પાઉલની ઈચ્છા 17 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ અમે થોડા વખત હાટુ મનમા નય પણ દેહિક રીતેથી તમારી હારે નોતા, તઈ અમે બોવ આશાથી તમને જોવા હાટુ હજી વધારે કોશિશ કરી. 18 ઈ હાટુ અમે જેમ કે, હું પાઉલ એકવાર નય, પણ ઘણીય બધીવાર તમારી પાહે આવવાની કોશિશ કરી, પણ અમને તમારી પાહે આવવા હાટુ શેતાને રુકાવટ કરી. 19 આપડી આશા કે આનંદ કે મોટાયનો મુગટ કોણ છે? ઈ તમે જ હશો જઈ આપડા પરભુ ઈસુ મસીહ પાછા આયશે. 20 આપડો મહિમા અને આનંદ તમે જ છો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation