Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 પિતરનો પત્ર 5 - કોલી નવો કરાર


પરમેશ્વરનાં ટોળાની હંભાળ

1 કેટલીક એવી વાતો છે જે હું ન્યાના વડવાઓને કેવા ઈચ્છું છું કેમ કે, હું પણ તમારી જેવો એક વડવો છું હું પોતે ઈ દુખનો સાક્ષી છું, જે ઘણાય વખત પેલા મસીહે સહન કરયા છે, જઈ ઈ પાછો આયશે, તો હું પણ એની મહિમામાં ભાગીદાર થાય,

2 હું તમને વડીલોને વિનવણી કરું છું કે, ઈ લોકોની હંભાળ રાખો, જે તમારી મંડળીઓમાં છે. આવું ઈ રીતે કરો જેમ કે, તમે ભરવાડ છો જે પોતાના ઘેટાં-બકરાની દેખરેખ કરે છે. આ ઈ હાટુ નથી કે, તમારે ઈ કરવુ જોયી પણ તમે એને પોતાની ઈચ્છાથી કરો, જેવું પરમેશ્વર ઈચ્છે છે. એને કરવા હાટુ રૂપીયાની લાલસ નો કરો, એની બદલે એને ઉત્સાહથી કરો.

3 અને જે લોકો તમને હોપવામાં આવ્યા છે, તેઓને આદેશ દેતા ફરોમાં, જેમ એક શાસન કરનાર પોતાના લોકોને આદેશ દેય છે, પણ એના હાટુ એક દાખલો બનો.

4 જઈ ઈસુ મસીહ જે આપડો મુખ્ય સરાવનાર છે, ઈ પાછો આયશે, તઈ તમને ઈ એક સુંદર મુગટ આપશે, જે કોય દિ પોતાની સમક ગુમાવશે નય.

5 હવે હું તમને જુવાનને એમ કેય કે, તમારે સભામાં ગવઢા વડવા માણસોની વાતનું પાલન કરવુ જોયી. તમારે બધાય વિશ્વાસીઓને એક-બીજાની પ્રત્યે નમ્રતાથી કામ કરવુ જોયી, કેમ કે, આ હાસુ છે કે, “પરમેશ્વર અભિમાની માણસનો વિરોધ કરે છે, પણ ઈ એની હારે કૃપા કરે છે જે નમ્ર છે.”

6 ઈ હાટુ તમે પોતાને પરમેશ્વર હામે નમ્ર કરો, જે રક્ષણ કરવામા સામર્થી છે, જેથી ખરા વખતે ઈ તમને વધારે માન આપે.

7 પરમેશ્વરને તમારી બધીય હેરાનગતિઓ અને સીંતાઓ જણાવો કેમ કે, ઈ તમારી સીંતા કરે છે.

8 જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.

9 એની વિરુધ ઉભા રય જાવ. મસીહ અને એના સંદેશા ઉપર વિશ્વાસમા મજબુત રયો, ઈ યાદ કરતાં કે, આખા જગતના તમારી હારના વિશ્વાસીઓ આવી રીતની કઠણાયનો સામનો કરી રયા છે.

10 પરમેશ્વર ઈ છે જે કૃપાથી આપડી દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે અને ઈજ છે જે આપણને પોતાના સ્વર્ગની અનંત મહિમાને ભાગીદારી કરવા હાટુ ગમાડીયા છે. કેમ કે, આપડે મસીહ ઈસુથી જોડાયેલા છયી. અને તમે થોડાક વખત હાટુ ઈ વસ્તુઓને લીધે જે લોકો તમને નુકશાન કરવા હાટુ કરે છે, દુખ ભોગવા પછી ઈ તમારા આધ્યાત્મિક પાપ દુર કરી દેહે, ઈ તમને એની ઉપર વધારે ભરોસો કરવા હાટુ મજબુત કરશે, અને ઈ તમને દરેક રીતે સાથ આપશે.

11 હું પ્રાર્થના કરું છું કે, ઈ શક્તિશાળી રૂપે સદાય હાટુ રાજ્ય કરશે. આમીન.


છેલ્લી સલામ

12 મે આ નાનો પત્ર સિલાસની મદદથી લખ્યો અને તમને મોકલ્યો છે. હું એને મસીહમા એક વિશ્વાસ લાયક સાથી માનું છું મારું આ લખવાનો હેતુ તમને ઉત્સાહિત કરવા અને વિશ્વાસ કરાવવા હાટુ છે કે, જે કાય પણ તમે અનુભવી રયા છો ઈ ખરેખર તમારા હાટુ પરમેશ્વરની કૃપાનો ભાગ છે. આ કૃપામાં સ્થિર રેજો.

13 ઈ શહેર જેને આપડે કોક દિ બાબિલોન કેયી છયી ન્યાના વિશ્વાસીઓ, જેને પરમેશ્વરે એના થાવા હાટુ ગમાડીયા છે જેમ તમને ગમાડીયા છે. તમને લોકોને એની સલામ મોકલે છે. માર્ક, જે મારી હાટુ એક દીકરા સમાન છે, તમને લોકોને સલામ મોકલે છે.

14 એકબીજાને ગાલ ઉપર એક સુમ્બન હારે સલામ કરો, એમ બતાવવા હાટુ કે, તમે એક-બીજાને પ્રેમ કરો છો. હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમને બધાયને જે મસીહમા ભળી ગયા છો શાંતિ આપે. આમ, આમીન.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan