1 પિતરનો પત્ર 4 - કોલી નવો કરારબદલાયેલા જીવનો 1 ઈ હાટુ જઈ મસીહે પોતાના દેહમાં રેતી વખતે દુખ સહન કરયુ, ઈ હાટુ તમારે પણ એવી જ રીતે દુખ સહન કરવા તૈયાર રેવું જોયી, જે એનામા હતું, કેમ કે, જો તમે મસીહ હાટુ દુખ સહન કરવા તૈયાર છો, તો તમે પાપ નય કરવાનું નક્કી કરી લીધું છે. 2 પરિણામ રૂપે ઈ માણસ આ પૃથ્વી ઉપર પોતાનુ પુરું જીવન પોતાની પાપી માનવીય ઈચ્છાઓ પુરી કરતો નય જીવે પણ ઈ ઈજ કરશે, જે પરમેશ્વર ઈચ્છે છે, ઈ પરમાણે કરે. 3 કેમ કે, જેમ બિનયહુદીઓ જેમાં ખુશી મનાવે છે, ઈ પરમાણે કામ કરવામા તમે તમારા જીવનનો ભૂતકાળનો વખત વિતાવ્યો છે, ઈ ઘણુય છે, ઈ વખત તમે છીનાળવામાં, દેહિક ઈચ્છાઓમા, દારૂ પીવામાં, મોજ-શોખમાં અને ધિક્કારાયેલી મૂર્તિપૂજામા ગરક હતા. 4 આ કારણે તમારા મિત્રો નવાય પામે છે, જઈ તમે એની હારે ઈ ખરાબ વસ્તુઓ કરવામા ભેગા નથી હોતા, જે ઈ કરે છે, એટલે તેઓ તમારી બદનામી કરે છે. 5 પણ એક દિ તેઓએ જે કાય કરયુ છે એને પરમેશ્વરથી સ્વીકાર કરવુ પડશે ઈજ છે જે એનો ન્યાય કરશે. 6 આ જ હેતુ હાટુ હારા હમાસાર મરેલાઓને હોતન પરચાર કરવામા આવી હતી, જો કે દેહમાં હતાં તઈ એનો ન્યાય કરવામા આવે. ઈ આત્મામાં જીવતા રય હકે જેમ પરમેશ્વર રેય છે. પરમેશ્વરની મહિમા હાટુ સેવા 7 બધીય વાતોનો અંત પાહે આવી ગયો છે, એટલે તમે સંયમી થાવ અને સાવધાન રયો, જેથી તમે પ્રાર્થના કરી હકો. 8 બધાયથી ખાસ વાત ઈ છે કે, દરેકની હારે ઈમાનદારીથી પ્રેમ કરો, કેમ કે, જો આપડે બીજાને પ્રેમ કરી છયી, તો આપડે ઈ તપાસ કરવાની કોશિશ નય કરી કે એણે શું પાપ કરયુ છે. 9 તમારી વસે જે મસીહ મુસાફર આવે છે એને ખાવાની અને રેવાની જગ્યા આપો, અને આવું કાય પણ ફરયાદ વગર કરયા કરો. 10 વિશ્વાસીઓને ઈ બધાય વરદાનોનો ઉપયોગ કરવો જોયી, જે પરમેશ્વરે દરેકને બીજાઓની સેવા કરવા હાટુ દીધા છે, એને જુદા-જુદા વરદાનોનો હારી રીતે ઉપયોગ કરવો જોયી, જે પરમેશ્વરે કૃપાથી તેઓને દીધા છે. 11 જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન. પરમેશ્વરની મહિમા હાટુ દુખ સહન કરવુ 12 તમને જેને હું પ્રેમ કરું છું, નવાય નો પામતા ઈ દુઃખદાયક વસ્તુઓના લીધે જેનાથી તમને પીડા છે કેમ કે, તમે મસીહના છો. ઈ વસ્તુઓ તમારી પરીક્ષા લય રય છે જેમ લોકો ધાતુને આગમાં નાખીને પરીક્ષણ કરે છે એવુ નો વિસારો કે, તમારી હારે કાક નવું થય રયું છે. 13 એની બદલે, રાજી થાવ કે, તમને હોતન એવી વસ્તુઓથી પીડા છે, જે મસીહે સહન કરયા. જઈ તમે પીડા ભોગવો છો તઈ હરખાવ, જેથી તમે બોવજ રાજી થાહો, જઈ મસીહ પાછો આયશે અને બધાયને દેખાડશે કે, ઈ કેટલો મહિમાવાન છે. 14 જો કે, મસીહના નામને કારણે તમારુ અપમાન થાય, તો તમે આશીર્વાદિત છો કેમ કે, મહિમાનો અને પરમેશ્વરનો આત્મા તમારા ઉપર રેય છે. 15 પણ હત્યા, સોરી, કપટ અને બીજાના કામમા દખલ કરવાના કારણે તમારામાથી કોય દુખ ભોગવે નય. 16 પણ મસીહ હોવાના કારણે જો તમે દુખ સહન કરો, તો શરમાતા નય, પણ પરમેશ્વરની મહિમા કરો કેમ કે, તમે મસીહના છો. 17 હું આ ઈ હાટુ કય રયો છું કેમ કે, હવે વખત આવી ગયો છે કે, પરમેશ્વર લોકોનો ન્યાય કરવાનું શરુ કરે અને પેલા ઈ લોકોનો ન્યાય કરશે જે એના છે કેમ કે, ઈ પેલા આપડે વિશ્વાસીઓનો ન્યાય કરશે, એવી ભયાનક વસ્તુઓની વિષે વિસારો જે ઈ લોકોની હારે થાહે, જે હારા હમાસારનું પાલન નથી કરતાં જે એનાથી આવે છે. 18 અને “જો ન્યાયીઓનો બસાવ અઘરો છે, તો અન્યાયી અને પાપી માણસનું શું થાહે?” 19 ઈ હાટુ જે પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખ સહન કરે છે, ઈ હારુ કામ કરવાનું સાલુ રાખતા પોતાના જીવને વિશ્વાસુ એવા પરમેશ્વર હોપે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation