Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 પિતરનો પત્ર 3 - કોલી નવો કરાર


બાયડી અને ધણીનો સંબંધ

1 તમારે વિશ્વાસી બાયુઓએ પોતાના ધણીઓને આધીન રેવું જોયી, આવું ઈ હાટુ કરો કેમ કે, જો એમાંથી કોય મસીહના સંદેશા ઉપર વિશ્વાસ નથી કરતી તોય તમારે એને કાય કીધા વિના જ વિશ્વાસુ બની હકે છે.

2 ઈ મસીહ ઉપર વિશ્વાસ કરશે. જઈ ઈ જોહે કે તમે એનુ સન્માન કરો છો અને તમે એની પ્રત્યે પુરેપુરા વફાદાર છો.

3 પોતાને સુંદર દેખાડવા હાટુ બારના શણગારનો ઉપયોગ નો કરો, જેમ કે, ગુથેલ વાળ, હોનાના ઘરેણા અને મોઘા લુગડાથી પોતાને નો શણગારો.

4 તમારી સુંદરતા આ વાત ઉપર આધારિત હોવી જોયી, કે તમે ખરેખર કોણ છો, આ એક વિનમ્ર અને શાંત ગુણ છે, જો કે પરમેશ્વરની હાટુ બોવજ કિંમતી છે.

5 જે બાયુ બોવ પેલાના વખતમાં રેતી હતી અને પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતી હતી, અને એની ઉપર પોતાની આશા રાખતી હતી, ઈ પોતાના ધણીઓની આજ્ઞા માનીને પોતાને હણઘારતી હતી.

6 જેમ સારા પોતાના ધણી ઈબ્રાહિમની આજ્ઞા માનતી હતી અને એને સ્વામી કેતી હતી. એટલે કે જો તમે બીજાઓ હારે ભલાય કરો છો અને તમારામા કોય બીક નથી, તો તમે સારાની દીકરીઓની જેવી થાહો.

7 એમ જ તમે ધણીઓ, પોતાની બાયડીઓ હારે હળી મળીને રયો અને એની મદદ કરવાના વિષે વિસાર કરો. તમારે યાદ રાખવું જોયી કે, ઈ તમારાથી નબળી છે. એટલે તમારે એને માન આપવું જોયી કેમ કે, તમે બેય એના વરદાનના ભાગીદાર છો, જે પરમેશ્વરે કૃપાથી તમને દીધુ છે. એટલે અનંત જીવનનું વરદાન, એવુ કરો જેથી જઈ તમે પરમેશ્વરને પ્રાર્થના કરો તો ઈ તમારુ હાંભળે.


હારુ કરતાં સહન કરો

8 મારા પત્રના આ ભાગને પુરો કરવા હાટુ, હું તમને બધાયને કવ છું કે, તમે જે વિસારો છો એમા એક-બીજાથી સહમત થાવ. એક-બીજા પ્રત્યે ભાઈઓના જેવી લાગણી રાખો. એક-બીજાની હારે એક જ પરિવારના સભ્યો રૂપે પ્રેમ કરો. એક-બીજા ઉપર સહાનુભુતિ રાખો. નમ્ર થાવ.

9 ભુંડાની હામે ભુંડા નો થાવ, અને ગાળ નો દયો, પણ એના બદલે આશીર્વાદ જ દયો, કેમ કે, પરમેશ્વરે તમને બોલાવ્યા છે, જેથી તમે બીજાને આશીર્વાદ દય હકો, જો તમે આવું કરો છો તો, પરમેશ્વર પણ તમને આશીર્વાદ દેહે.

10 કેમ કે, જો કોય માણસ પોતાના જીવનનો આનંદ લેવા ઈચ્છે છે, અને હારા દિવસો ઈચ્છે છે, તો એને સેતીને રેવું જોયી કે, ઈ ખરાબ વાતુ નો કેય, અને એને આવી વાતુ કરવાનું બંધ કરી દેવું જોયી, જે હાસી નથી.

11 એને ભુંડાય કરવાથી સતત મનાય કરવી જોયી અને એની બદલે જે હારું છે ઈ કરવુ જોયી. ઈ લોકોને એક-બીજાની હારે શાંતિપૂર્ણ રીતે કામ કરવામા મદદ કરવાનો પ્રયત્ન કરવો જોયી; એને લોકો હારે શાંતિપૂર્ણ રીતે કામ કરવાનો આગ્રહ રાખવો જોયી.

12 કેમ કે, પરભુ ઈ લોકોને જોવે છે, જે એવુ કરે છે જે હાસુ છે અને ઈ સદાય તેઓની પ્રાર્થનાઓ હાંભળવા હાટુ તૈયાર છે પણ પરમેશ્વર એવા લોકોની વિરુધ કામ કરે છે, જે ભુંડા કામ કરે છે.

13 જો તમે જે હારું છે એને કરવાનું દરેક શક્ય પ્રયત્ન કરો છો, તો તમને કોણ નુકશાન પુગાડી હકશે?

14 પણ ભલે તમે દુખી હો કેમ કે, તમે જે કરયુ ઈ હાસુ હતું, પરમેશ્વર તમને આશીર્વાદ દેહે. “એવી વસ્તુથી નો બીવો જેનાથી બીજા બીવે છે; અને હેરાન નો થાવ જઈ લોકો તમારી હારે ભુંડો વેવાર કરે છે.”

15 એની કરતાં પોતાના હૃદયમાં સ્વીકાર કરો કે, મસીહ તમારો પરભુ છે, જેને તમે પ્રેમ કરો છો, કોયને પણ જવાબ દેવા હાટુ સદાય તૈયાર રયો, જે તમારી આગળ માંગણી કરે છે કે, તમે એને બતાવો કે તમે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખીને શું આશા રાખો છો કે, પરમેશ્વર તમારી હાટુ કરે. પણ એને નમ્રતા અને સન્માનથી જવાબ દયો.

16 તમારી બુદ્ધિ પણ સોખી રાખો, જેથી જે વાતો વિષે તમારી બદનામી થાય છે ઈ વિષે જે મસીહમા તમારા હારા વર્તનનુ અપમાન કરે છે, તેઓ શરમાહે. છતાય નમ્રતાથી આવું કરો.

17 કેમ કે, કોય દિ પરમેશ્વર તમારી ઉપર મુશ્કેલીઓ અને દુખ આપી હકે છે, જઈ કે તમે તો હારા કામ કરયા છે, પણ આ ઈ મુશ્કેલી અને દુખથી હારા છે જે આ કારણે આવે છે કેમ કે, તમે ખરાબ કામ કરયા છે.

18 હું આવું ઈ હાટુ કવ છું કેમ કે, મસીહ એક વખત ઈ લોકો હાટુ મરી ગયો, જેણે પાપ કરૂ. ઈ એક ન્યાયી માણસ હતો જે અન્યાયી લોકો હાટુ મરી ગયો. ઈ હાટુ મરી ગયો, જેથી ઈ આપણને પરમેશ્વરની પાહે લય જાય. જે વખતે એની પાહે સામાન્ય દેહ હતો ઈ મારી નખાણો, પણ પવિત્ર આત્માએ એને ફરીથી જીવતો કરી દીધો.

19 આત્માએ એને દૃષ્ટ આત્માઓ પાહે જયને પરમેશ્વરની વિજયની જાહેરાત કરવાં હાટુ લાયક બનાવયા જેને પરમેશ્વરે જેલખાનામાં પુરી દીધા હતા.

20 ઈ એવા લોકોની આત્માઓ હતી, જેણે ઘણાય વખત પેલા પરમેશ્વરની આજ્ઞાનો નકાર કરયો હતો, જઈ નૂહ પોતાના વહાણને બનાવી રયો હતો તઈ પરમેશ્વર શાંતિથી વાટ જોતો હતો, ઈ જોવા કે, શું ઈ લોકો પસ્તાવો કરશે, પણ ખાલી આઠ લોકોને ઈ ભયાનક પુરથી બસાવ્યા.

21 આ પાણી ઈ પાણીની આગેવાની કરે છે જેમાં આપડે જળદીક્ષા લેયી છયી, જેનાથી પરમેશ્વર આપણને બસાવે છે. કેમ કે, એણે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા હતા. ઈ પાણી ખરેખર આપડા દેહથી મેલ દુર કરતુ નથી. એની બદલે એવુ દેખાડે છે કે, આપડે પરમેશ્વરને વિનવણી કરી છયી કે ઈ આપણને ભરોસો દેય કે, એણે આપડા પાપ દુર કરી દીધા છે.

22 મસીહ પરમેશ્વરનાં જમણા હાથ ઉપર છે ઈ સ્વર્ગમા ગયો. સ્વર્ગદુતો અને અધિકારીઓ અને બધીય સત્તાઓ એની આધીન છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan