Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 પિતરનો પત્ર 2 - કોલી નવો કરાર


જીવતો પાણો અને પવિત્ર લોકો

1 ઈ હાટુ, બધાય પરકારના ખરાબ વ્યવહારની ના પાડો, બીજાઓને દગો નો આપો, ઢોંગી નો બનો, બીજાઓથી ઈર્ષા નો રાખો, બીજા લોકોની વિરુધ ખરાબ વાતો કરવી નય.

2 જેમ નવું જનમેલુ બાળક પોતાની હાટુ માનું શુદ્ધ દૂધ પીવે છે, એમ જ તમારે પરમેશ્વરથી હાસી વાતુ શીખવા હાટુ ઈચ્છા રાખવી જોયી, જેથી એને શીખીને તમે એની ઉપર ભરોસો કરનારા હમજણા બની હકો છો, તમારે આવું ઈ વખત હુધી કરવુ જોહે જ્યાં હુધી પરમેશ્વર તમને જગતની બધીય ભુંડાયથી પુરી રીતે બસાવ કરતાં નથી.

3 જેથી જો તમને એવો અનુભવ થ્યો હોય કે, પરભુ દયાળુ છે તો એનાથી તમે તારણ મેળવા હુંધી વધતા રયો.

4-5 તમે પરભુ ઈસુ મસીહની પાહે આવ્યા છો. ઈ એક ઘરના પાયામાં રાખેલા મુખ્ય પાણાની જેમ છે, પણ ઈ એક જીવતો પાણો છે, કેટલાક લોકોએ એને અપનાવો નોતો, પણ પરમેશ્વરે એને ગમાડી લીધો અને એને બોવજ કિમતી માંને છે, અને જેવી રીતે લોકો પાણાઓથી ઘર બનાવે છે એવી જ રીતે પરમેશ્વર તમને એક હારે એક ટોળામાં ભેગા કરી રયો છે, જેમાં એનો આત્મા રેય છે એટલે કે, જે ઈસુ મસીહે આપડા હાટુ કરયુ, એના દ્વારા તમે ઈ યાજકોની જેમ જે બલિદાન સડાવે છે, એવા કામો કરો, જે પરમેશ્વરને રાજી કરે છે.

6 આ એવુ જ છે જેવું પરમેશ્વર શાસ્ત્રમા કેય છે, જોવો! મે એક કિંમતી પાણો ગમાડયો છે જે સિયોન શહેરના ઘરને મજબુત બનાવવા હાટુ ઉપયોગ કરવામા આવે છે. જે કોય પણ એની ઉપર ભરોસો કરે છે, ઈ શરમાહે નય.

7 પણ જે એની ઉપર વિશ્વાસ કરવાથી મનાય કરે છે ઈ કડીયા એની જેવા છે જેની વિષે શાસ્ત્ર વાત કરે છે “ઈ પાણો જે કડીયાઓએ નકારી દીધો હતો ઈ મકાનમાં બધાયથી મુખ્ય પાણો બની ગયો છે.”

8 અને વળી શાસ્ત્રમા એવુ હોતન લખેલુ છે કે, “આ પાણો લોકોને ઠેય ખાવાનું કારણ બનશે. આ એક ખડક છે, જે એના પડવાનું કારણ થાહે.” ઈ એવી રીતે પડે છે કેમ કે, તેઓ પરમેશ્વરનાં સંદેશાને માનવાની ના પાડે છે. પરમેશ્વરે એની હારે આવું થાવાની યોજના બનાવી છે.

9 તમે પરમેશ્વરનાં ગમાડેલા લોકો છો, તમે પરમેશ્વરનાં યાજક છો, જે રાજા છે, તમે પરમેશ્વરની પ્રત્યે સમર્પિત લોકો છો, અને એવા લોકો જે પરમેશ્વરનાં ખાસ છે, એણે તમને અંધારામાંથી બારે પોતાના અદભુત અંજવાળામાં ગમાડીયા છે, જેથી તમે પરમેશ્વરનાં અદભુત કામોને જાહેર કરી હકો.

10 એક વખતે તમે પરમેશ્વરનાં લોકો નોતા, પણ હવે તમે પરમેશ્વરનાં લોકો છો, પેલા તમે પરમેશ્વરની દયાને જાણતા નોતા, પણ હવે તમે એને જાણો છો કેમ કે, એણે પેલાથી જ તમારી ઉપર પોતાની દયા દેખાડી છે.


પરમેશ્વરનાં ચાકરો

11 વાલાઓ, તમે આ જગતમાં વિદેશીઓ અને પ્રવાસી જેમ રયો છો, હું તમને સેતવણી આપું છું કે, તમે ઈ બધીય ખરાબ દેહિક ઈચ્છાઓથી બસો કેમ કે, ઈ તમારી પોતાની આત્માની વિરુધ સદાય બાધે છે.

12 એની હારે હારો વેવાર કરતાં રયો જે પરમેશ્વરને નથી જાણતા. જો તમે આવું કરશો, જો કે તેઓ કેહે કે, તમે ભુંડાય કરો છો તેઓ જોહે કે, તમે હારા કામ કરો છો, અને પરમેશ્વરનાં આવવાના દિવસે પરમેશ્વરની સ્તુતિ કરશો.

13 કેમ કે, તમે પરભુ ઈસુનું સન્માન કરવા ઈચ્છો છો, દરેકનુ પાલન કરો જેની પાહે હાસો અધિકાર છે એમા રાજા હોતન ભળેલો છે, કેમ કે એની પાહે બધાયથી મોટી તાકાત છે.

14 અને રાજ્યપાલને પણ આધીન રયો કેમ કે, ઈજ છે જેનો ઉપયોગ રાજા ઈ લોકોને દંડ દેવા હાટુ કરે છે, જેના કામ ખરાબ છે અને ઈ લોકોના વખાણ કરવા હાટુ જેના કામો હારા છે.

15 પરમેશ્વર ઈચ્છે છે કે, તમે ભલા કામ કરો જેથી તમે ઈ મુરખ લોકોને તમારી વિરુધ ખોટા આરોપ લગાડવાથી રોકી હકો જે પરમેશ્વરને નથી જાણતા.

16 તમારા હાટુ એવુ કોય નથી જે તમને ઈ કરવાથી રોકી હકે, જે તમે કરવા માગો છો કેમ કે, તમે આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પેલાથી જ સ્વતંત્ર કરી દેવામાં આવ્યા છો. પણ ખરાબ કામ કરવા હાટુ એને એક બાનું નો બનાવો. પણ તમારે પોતાના કામોથી દેખાડવું જોયી કે, તમે હાસીન પરમેશ્વરનાં ચાકર છો.

17 તમે બધાય લોકોને માન આપો, બધાય ભાઈઓ ઉપર પ્રેમ રાખો તમારા સાથી વિશ્વાસીઓ ઉપર પ્રેમ રાખો. પરમેશ્વરથી બીવો અને રાજાને માન આપો.


પરમેશ્વરનાં દુખનો નમુનો

18 હે ચાકરો, તમે જે ઘરમાં કામ કરો છો, જે વિશ્વાસી છે તમારે પોતાના સ્વામીની આજ્ઞાનું પાલન કરવુ જોયી અને સદાય એને માન આપવું જોયી, એવુ દરેક રીતના સ્વામીની હારે કરો પછી ભલે તેઓ દયાળુ અને હાસા હોય કે પછી કઠણ હોય.

19 કેમ કે, જો આપડે દુખ સહન કરી છયી તોય પણ આપડી કોય ભૂલ નો હોય, પણ આપડે ખાલી ઈ હાટુ સહન કરી છયી કેમ કે, આપડે પરમેશ્વરનાં વિષે વિસારી છયી, તો પરમેશ્વર આપડીથી રાજી થાય છે.

20 પરમેશ્વર પાક્કી રીતે ખુશ નય થાય જો તમે કાય ખોટુ કરો છો અને પછી ઈ તમને એની લીધે મારે છે. પણ જો તમે એવુ જ કરો છો જે હારું છે અને તોય તમે પીડા ભોગવો છો, તો તમે હારા કામ કરવા હાટુ પીડા ભોગવો છો. જો તમે એને સહન કરો છો, તો પરમેશ્વર તમારા વખાણ કરશે.

21 એક કારણ જેની હાટુ પરમેશ્વરે તમને ગમાડીયા છે, ઈ આ છે કે તમે પીડા સહન કરો. જઈ મસીહે તમારી હાટુ પીડા સહન કરી, ઈ તમારી હાટુ એક દાખલો બની ગયો, જેથી તમે એણે જે કરયુ એનુ અનુસરણ કરો.

22 યાદ રાખો કે, કેમ મસીહે પોતાનુ સંસાલન કરયુ, એણે કોય દિ પાપ નથી કરયુ, અને એણે ક્યારેય લોકોને દગો દેવા હાટુ કાય નથી કીધું.

23 જઈ લોકોએ ઈસુનું અપમાન કરયુ, તો એણે બદલામાં તેઓનું અપમાન નથી કરયુ. જઈ લોકોએ એને પીડા દીધી, તો એણે બદલામાં ધમકી દીધી નય. એની બદલે એણે નક્કી કરયુ કે, પરમેશ્વર જ સાબીત કરે કે, ઈ નિરદોષ હતો, જે સદાય હાસી રીતે ન્યાય કરે છે.

24 એણે પોતે પોતાના દેહમાં આપડા પાપોની હાટુ સજા ભોગવી, જઈ ઈ વધસ્થંભ ઉપર મરી ગયો, જેથી આપડે પાપ કરવાનું છોડીને હાસી રીતે જીવવાનું શરુ કરી. કેમ કે, તેઓએ એને મરણતોલ કરી દીધો પરમેશ્વરે તમને હાજા કરયા છે.

25 હાસીન તમે ઈ ઘેટાની જેવા હતાં, જે ખોવાય ગયા હતાં, પણ હવે તમે આત્માના ભરવાડ એવા ઈસુની પાહે પાછા આવ્યા છો, જે એક આગેવાન ભરવાડની જેમ પોતાના ઘેટાઓની હંભાળ રાખે છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan