1 પિતરનો પત્ર 1 - કોલી નવો કરારશુભકામનાઓ 1 હું પિતર જે ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું, આ પત્ર લખી રયો છું હું આ પત્ર પરમેશ્વરનાં ગમાડેલા ઈ લોકોને લખી રયો છું જો કે પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયા પ્રાંતના જુદા જુદા શહેરોમાં વિદેશીઓની જેમ રેય છે. 2 પરમેશ્વર બાપે ઘણાય વખત પેલા જ તમને પોતાના લોકો થાવા હાટુ અને પવિત્ર આત્માના કામો દ્વારા પવિત્ર કરવા હાટુ ગમાડીયા છે, એણે એવુ ઈ હાટુ કરયુ કે, જેથી તમે ઈસુ મસીહની આજ્ઞા પાલન કરશો અને એના લોહીથી શુદ્ધ થય હકશો, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમને કૃપા અને ખુબ શાંતિ આપે. જીવતી આશા 3 આપડા પરભુ ઈસુ મસીહના બાપ પરમેશ્વરની સ્તુતિ થાય. પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની મહાન દયાથી આપણને એક નવુ જીવન આપ્યુ છે. કેમ કે, પરમેશ્વરે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા, એણે આપણને બોવ જ આત્મવિશ્વાસની હારે જીવવાને લાયક બનાવ્યા છે; એટલે એમ કે, ઈ વસ્તુઓને મેળવવાની પુરી આશા રાખી હકી છયી, જે એણે આપણને દેવાનો વાયદો કરયો છે. 4 આપડે ઈ મહાન વારસાને મેળવવા હાટુ આગળ તરફ જોયી છયી, જે પરમેશ્વરે પોતાના લોકોની હાટુ રાખ્યો છે. એણે તમારી હાટુ સ્વર્ગમા રાખ્યું છે, જ્યાં ઈ બગડી જાતું નથી, કે ખરાબ થાતું નથી કે નાશ થાતું નથી. 5 અને તમારા વિશ્વાસ દ્વારા પરમેશ્વર પોતાના સામર્થ્યથી તમારુ રક્ષણ કરી રયો છે, ન્યા હુધી કે, તમે પુરું તારણ મેળવી નથી લેતા જે ઈ છેલ્લા દિવસે દેખાડવાને હાટુ તૈયાર છે. 6 તમારે આ બધીય વસ્તુઓના વિષે રાજી થાવુ જોયી, ભલેને અત્યારે થોડાક વખત હાટુ જુદા-જુદા પરકારની હેરાનગતિઓ તમને દુખી કરતી હોય. 7 આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે. 8 તમે ઈસુને પ્રેમ કરો છો, જો કે તમે એને કોયદી જોયો નથી, જેમ કે, તમે એને હવે નથી જોય હકતા, તોય તમે એની ઉપર વિશ્વાસ કરો છો. અને એવા આનંદથી રાજી થાવ છો. જેને તમે કદાસ જ દેખાડી હકો. 9 કેમ કે, તમે એની ઉપર વિશ્વાસ કરવાનું પરિણામ એટલે કે, પરમેશ્વર તમને અને તમારા આત્માને બસાવી રયો છે. આગમભાખીયાઓની સાક્ષી 10 ઘણાય વખત પેલા આગમભાખીયાઓ સંદેશો કેતા હતાં કે, પરમેશ્વરે તેઓને દેખાડ્યું હતું કે, કેવી રીતે એક દિ ઈ તમને કૃપાથી બસાવે. તેઓએ આ વાતુની બોવ જ હાસી રીતે તપાસ કરી. 11 મસીહનો આત્મા જે એનામા હતો, એણે મસીહનાં દુખ અને ઈ પછીના મહિમા વિષે સાક્ષી આપી, તઈ એણે ક્યો કા કેવો વખત બતાવ્યો એની તપાસ તેઓ કરતાં હતાં. 12 પરમેશ્વરે તેઓને બતાવ્યું કે, ઈ તેઓને આ સંદેશાનો ખુલાશો એની પોતાની હાટુ નથી કરી રયો, પણ ઈ તમારી હાટુ કરી રયો છે. તેઓએ આ સંદેશાને તમારી હામે જાહેર કરયો કેમ કે, પવિત્ર આત્મા જેને પરમેશ્વરે સ્વર્ગથી મોક્લ્યો હતો એને આવી વાતુ કેવામાં મજબુત બનાવ્યો; જે વાતુ જાણવાની ધગસ સ્વર્ગદુતો હોતન રાખે છે. પવિત્ર જીવન જીવવા આમંત્રણ 13 ઈ હાટુ પરમેશ્વરનું પાલન કરવા હાટુ પોતાના મગજને તૈયાર કરો. મારો મતલબ ઈ છે કે, તમારે તમારા મનને નિયંત્રણ કરવા જોયી. આશા રાખો કે, તમે હારી વસ્તુઓ મેળવશો જે પરમેશ્વર કૃપાથી તમારી હાટુ કરશે જઈ ઈસુ મસીહ સ્વર્ગથી પાછો આયશે. 14 અને કેમ કે, તમારે તમારા સ્વર્ગમાંના બાપની વાત માનવી જોયી, જેમ, બાળકોને આયા પૃથ્વી ઉપર પોતાના બાપની વાત માનવી જોયી, પેલા જેવા ખરાબ કામ નો કરો જે તમે પેલા કરવા ઈચ્છા હતાં, જઈ તમે પરમેશ્વરની વિષે હાસાયને જાણતા નોતા. 15 એની કરતાં, પરમેશ્વરની જેમ, ઈ જે તમને પવિત્ર થાવા હાટુ ગમાડીયા, જે ભુંડાયથી જુદો છે, તમારેય પોતાને દરેક ભુંડાયથી જુદુ થાવુ જોહે એની જેવા દરેક કામ જે તમે કરો છો. 16 પવિત્ર બનો, કેમ કે, શાસ્ત્રમા લખેલુ છે કે, પરમેશ્વરે કીધું છે, “તમારે પવિત્ર થાવુ જોયી કેમ કે, હું પવિત્ર છું” 17 જઈ તમે પ્રાર્થના કરો છો તો તમે પરમેશ્વરને હે બાપ કયને પ્રાર્થના કરો છો, પણ યાદ રાખો કે પરમેશ્વર પક્ષપાત નથી કરતો, અને દરેકનો કામ પરમાણે ન્યાય કરે છે. ઈ હાટુ જ્યાં હુધી તમે આ જગતમાં પરદેશી થયને રયો છો, ન્યા હુધી પરમેશ્વરની બીક રાખીને જીવન જીવો. 18 કેમ કે, તમે જાણો છો કે, વીતી ગયેલ વખતમાં તમે એક નકામી રીતે જીવન જીવી રયા હતા, જે તમારા વડવાઓના વખતથી હાલ્યો આવે છે, પણ તમને ઈ નાકામાં જીવનથી બસાવી લેવામાં આવ્યા છે. તમને હોનું કે, સાંદી જેવી નાશ થાય જાવાવાળી વસ્તુથી વેસાતી લેવામાં આવ્યા નથી. 19 એની બદલે, પરમેશ્વરે તમને મસીહનાં કિંમતી લોહીથી વેસાતી લીધા. જે એના દેહમાંથી વહયું જઈ ઈ મરી ગયો. મસીહ ઘેટાના બસ્સા જેવો હતો. જે યહુદી યાજકોએ અર્પણ કરયો; એકદમ નિષ્કલંક, કોય દોષ કે ડાઘ વગરનો 20 પરમેશ્વરે એને આવું કરવા હાટુ જગતની રસના કરયા પેલા જ ગમાડી લીધો. પણ પરમેશ્વરે એને તમારી હામે હવે પરગટ કરયો, જઈ જગત જલદી જ નાશ થય જાહે. 21 મસીહે જે કાય કરયુ છે, એની લીધે તમે પરમેશ્વર ઉપર ભરોસો કરી રયા છો, જેણે મસીહને મોતમાંથી પાછો જીવતો કરી દીધો, એને બોવ જ માન દીધુ ફળ સ્વરૂપે પરમેશ્વર ઈ જ છે, જેની ઉપર તમે ભરોસો કરી રયા છો અને આશા રાખો છો કે ઈ તમારી હાટુ મહાન કામ કરશે. 22 કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો. 23 હું તમને એવુ કરવા હાટુ કવ છું કેમ કે, હવે તમે એક નવું જીવન જીવી રયા છો. તમને આ નવું જીવન કોય નાશ થાનારી વસ્તુથી નથી મળ્યું. પણ આ એક એવી વસ્તુની માધ્યમથી મળ્યું છે જે સદાય હાટુ રેહે, જો કે પરમેશ્વરનો વાયદો છે, જેની ઉપર તમે વિશ્વાસ કરયો છે. 24 અમે જાણી છયી કે, આ હાસુ છે કેમ કે, જેવું આગમભાખીયા યશાયાએ લખ્યું, “બધાય લોકો ખડની જેમ નાશ થાય જાહે. અને બધાય લોકો પાહે જે મહાનતા છે ઈ સદાય હાટુ નય રેય. જેમ ફુલ ખડમાં જાજો વખત હુધી ટકતું નથી. ખડ કરમાય જાય છે અને ફૂલ ખરી જાય છે.” 25 પણ પરમેશ્વરનું વચન સદાય રેય છે. આ સંદેશો જે કાયમી છે મસીહ વિષે સંદેશો છે, જે અમે તમને જાહેર કરતાં હતાં. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation