Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 યોહાન 5 - કોલી નવો કરાર


જગત ઉપર વિજય

1 ઈસુ ઈ જ મસીહ છે જે કોય આ વિશ્વાસ કરે છે, તેઓ પરમેશ્વરનાં સંતાન છે, અને જે કોય બાપ ઉપર પ્રેમ રાખે છે, ઈ એના સંતાનોથી પણ પ્રેમ કરે છે.

2 જઈ આપડે પરમેશ્વરથી પ્રેમ રાખી છયી, અને એની આજ્ઞાઓને પાળી છયી, તો એનાથી જ આપડે આ જાણી છયી કે, આપડે પરમેશ્વરનાં સંતાનોથી પ્રેમ રાખી છયી.

3 પરમેશ્વરથી પ્રેમ કરવાનો અરથ આ છે કે, એની આજ્ઞાઓનું પાલન કરવુ, અને એની આજ્ઞાઓને પાળવી અઘરી નથી.

4 કેમ કે, પરમેશ્વરનો સંતાન જગત ઉપર વિજય મેળવે છે. ઈ વિજય, જે જગતને હરાવે છે, ઈ આપડો વિશ્વાસ છે.

5 જગત ઉપર વિજય મેળવનારા કોણ છે? ખાલી ઈ જ માણસ છે જે વિશ્વાસ કરે છે કે, ઈસુ જ પરમેશ્વરનો દીકરો છે.


ઈસુ મસીહ વિષેની સાક્ષી

6 આ ઈસુ મસીહ છે, જેને પરમેશ્વરે આ જગતમાં મોકલ્યો અને એણે પાણીથી જળદીક્ષા લીધી અને ફરીથી જઈ એનુ મરણ થયુ તો એનુ લોહી વેહેડાવ્યુ. ઈ ખાલી જળદીક્ષા લેવા હાટુ નય પણ વધસ્થંભ ઉપર એનુ લોહી વેહેડાવીને મરવા હાટુ પણ આવ્યો હતો, પવિત્ર આત્મા બતાવે છે કે, ઈસુ મસીહ પરમેશ્વર તરફથી આવ્યો, અને જે પવિત્ર આત્મા બતાવે છે ઈ હાસુ છે.

7 અને આ સાક્ષી દેનારા ત્રણ છે,

8 પવિત્ર આત્મા, ઈસુની જળદીક્ષા, અને એનુ લોહી, આ ત્રણેય એક જ વાત ઉપર સાક્ષી છે.

9 જઈ આપડે માણસોની સાક્ષી માની લેય છે, તો પરમેશ્વરની સાક્ષી તો એના કરતાં મોટી છે, અને પરમેશ્વરની સાક્ષી આ છે કે, એણે પોતાના દીકરાની વિષે સાક્ષી આપે છે.

10 જે પરમેશ્વરનો દીકરો ઈસુ ઉપર વિશ્વાસ કરે છે, ઈ જાણે છે કે, પરમેશ્વરે જે કાય કીધું છે ઈ હાસુ છે. પણ જેણે પરમેશ્વર ઉપર વિશ્વાસ નથી કરયો, એણે પરમેશ્વરને ખોટો ગણયો કેમ કે, એણે સાક્ષી ઉપર વિશ્વાસ નથી કરયો, જે પરમેશ્વરે પોતાના દીકરાની વિષે આપી છે.

11 અને ઈ સાક્ષી આ છે કે, પરમેશ્વરે આપણને અનંતકાળનું જીવન આપ્યુ છે, અને ઈ જીવન એના દીકરામાં છે.

12 જે કોય પણ દીકરા હારે સંગતીમાં છે, એની પાહે અનંતકાળનું જીવન છે, અને જે કોય પણ પરમેશ્વરનાં દીકરાની હારે સંગતીમાં નથી, એની પાહે અનંતકાળનું જીવન પણ નથી.


અનંતકાળનું જીવન

13 હું આ પત્ર જે પરમેશ્વરનાં દીકરાના નામ ઉપર વિશ્વાસ કરે છે તેઓને લખી રયો છું; જેથી તમે જાણી હકો કે, તમારી પાહે અનંતકાળનું જીવન છે.

14 અને આપડે પરમેશ્વર હામે જે સાહસ થાય છે, ઈ આ છે કે, જો આપડે એની ઈચ્છા પરમાણે કાક માગી છયી, તો ઈ આપડુ હાંભળે છે.

15 અને જઈ આપડે જાણી છયી કે, જે કાય પરમેશ્વરથી માગી છયી, ઈ આપડુ હાંભળે છે, તો આ પણ જાણી છયી કે, જે કાય અમે પરમેશ્વર પાહે માગ્યું છે, ઈ આપણને મળી ગયુ છે.

16 જો કોય સાથી વિશ્વાસીને એવા પાપ કરતો જોવે, જેનું પરિણામ મરણ નથી થાતું, તો ઈ એની હાટુ પ્રાર્થના કરે અને પરમેશ્વર એને અનંતજીવન આપશે. આ ઈ લોકોની હાટુ, જેઓએ એવા પાપ કરયા છે, જેનું પરિણામ મરણ નથી થાતું, પણ પાપ એવુ પણ હોય છે જેનું પરિણામ મરણ છે, અને ઈ વિષે હું વિનવણી કરવા હાટુ નથી કેતો.

17 બધાય પરકારના ખોટા કામો પાપ છે, પણ એવુ પાપ પણ છે, જેનું પરિણામ મરણ નથી.


નીશોડ

18 આપડે જાણી છયી કે, જે કોય પરમેશ્વરનો સંતાન છે, ઈ વારંવાર પાપ નથી કરતો કેમ કે, પરમેશ્વરનો દીકરો ઈસુ, એને બસાવી રાખે છે, અને શેતાન એને અડી નથી હકતો.

19 આપડે જાણી છયી કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી, અને આખુ જગત શેતાનના કબજામાં છે.

20 અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.

21 હે બાળકો, એવી દરેક મૂર્તિઓથી દુર રયો જે તમારા હૃદયમાં પરમેશ્વરની જગ્યા લય હકે છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan