1 યોહાન 4 - કોલી નવો કરારઆત્માઓને પારખો 1 હે વાલા મિત્રો, દરેક એક માણસ ઉપર વિશ્વાસ નો કરો, જે પવિત્ર આત્મા દ્વારા બોલવાનો દાવો કરે છે, પણ આત્માઓને પારખો કે, તેઓ પરમેશ્વર તરફથી છે કે નથી, કેમ કે, ઘણાય બધાય ખોટા આગમભાખીયા જગતમાં છે. 2 પરમેશ્વરની આત્માને તમે આ રીતે ઓળખી હકો છો કે, જે કોય આ માની લેય છે કે, ઈસુ મસીહ માણસ બનીને આવ્યો છે ઈ પરમેશ્વર તરફથી છે. 3 અને જે કોય ઈસુને નથી માનતો, ઈ પરમેશ્વર તરફથી નથી. જેની સરસા તમે હાંભળી સુકયા છો કે, આ મસીહના વિરોધની આત્મા છે, ઈ આવવાનો છે અને અત્યારે પણ જગતમાં છે. 4 હે મારા વાલા બાળકો, તમે પરમેશ્વરનાં લોકો છો અને ખોટા આગમભાખીયાઓ ઉપર જય મેળવી છે, કેમ કે, પવિત્ર આત્મા જે તમારામા છે, ઈ શેતાનથી મોટી છે, જે જગતમાં છે. 5 તેઓ ખોટા આગમભાખીયા જગતના છે, ઈ હાટુ તેઓ જગતની વાતો પરમાણે બોલે છે, અને જગતના લોકો તેઓની વાતુ હાંભળે છે. 6 આપડે પરમેશ્વરનાં છયી. જે પરમેશ્વરને ઓળખે છે, ઈ આપડુ હાંભળે છે, જે પરમેશ્વરને નથી ઓળખતા ઈ આપડુ નથી હાંભળતા, ઈ જ રીતે આપડી આત્મા જે હાસુ બોલે છે અને દગાની આત્માને ઓળખી લયે છે. પરમેશ્વર પ્રેમ છે 7 હે વાલા મિત્રો, આપડે એક-બીજા ઉપર પ્રેમ રાખી કેમ કે, પ્રેમ પરમેશ્વર તરફથી છે અને જે બીજાને પ્રેમ કરે છે, ઈ પરમેશ્વરનાં સંતાન છે અને પરમેશ્વરને ઓળખે છે. 8 જે બીજાઓને પ્રેમ નથી કરતાં ઈ પરમેશ્વરને નથી ઓળખતા કેમ કે, પરમેશ્વર પ્રેમ છે; 9 જે પ્રેમ પરમેશ્વર આપડી ઉપર રાખે છે, ઈ એનાથી પરગટ થયો કે, પરમેશ્વરે પોતાના એકનાં એક દીકરાને જગતમાં મોકલ્યો છે; જેથી એની દ્વારા આપણને અનંતજીવન મળે. 10 પ્રેમ ખરેખર ઈ નથી કે, આપડે પરમેશ્વરને પ્રેમ કરયો પણ ખરેખર પ્રેમ આજ છે કે, પરમેશ્વરે આપણને પ્રેમ કરયો અને આપડા પાપોને છેટા કરવા હાટુ એણે પોતાના એકનાં એક દીકરાને બલિદાન થાવા હાટુ જગતમાં મોકલ્યો. 11 હે વાલા મિત્રો, જઈ પરમેશ્વરે આપણને એવો પ્રેમ કરયો, તો આપડે પણ એક-બીજા ઉપર પ્રેમ રાખવો જોયી. પ્રેમ દ્વારા પરમેશ્વરને જોવો 12 પરમેશ્વરને ક્યારેય કોયે નથી જોયા, પણ જો આપડે એક-બીજાથી પ્રેમ રાખે, તો પરમેશ્વરનો પ્રેમ આપડામાં બનેલો રેય છે, અને એનો પ્રેમ આપડામા પુરો થાય છે. 13 એનાથી જ આપડે જાણી છયી કે, આપડે એમા અને ઈ આપડામાં વાસ કરે છે કેમ કે, એણે પોતાનો પવિત્ર આત્મા આપણને આપ્યો છે. 14 અને આપડે દીકરાને જોયો છે અને સાક્ષી આપી છયી કે, પરમેશ્વર બાપે દીકરાને જગતના લોકોના તારનાર થાવા મોકલ્યો છે. 15 જે કોય આ સ્વીકાર કરે છે કે, ઈસુ પરમેશ્વરનો દીકરો છે, તો પરમેશ્વર એનામા અને ઈ પરમેશ્વરમાં વાસ કરે છે. 16 આપડે હારી રીતે જાણી છયી અને આપડે વિશ્વાસ પણ કરી છયી કે, પરમેશ્વર આપડાથી પ્રેમ કરે છે. પરમેશ્વર પ્રેમ છે, અને જેઓ પ્રેમમાં બનેલા રેય છે, તેઓ પરમેશ્વરમાં અને પરમેશ્વર તેઓમાં વાસ કરે છે. 17 એનાથી જ પ્રેમ અમારામાં પુરો થયો કે, ન્યાયના વખતે અમને હિંમત મળે કે, ઈ અમને સજા નય આપે, કેમ કે, આ જગતમાં પરમેશ્વરની હારે સંગતીમાં રેયી છયી જેમ કે, ઈસુ પરમેશ્વરની હારે સંગતીમાં રેય છે. 18 પ્રેમમાં બીક નથી હોતી, પણ પુરો પ્રેમ બીકને દુર કરી નાખે છે કેમ કે, જે બીય છે ઈ સજાથી બીવે છે, અને જે બીક રાખે છે, ઈ પ્રેમમાં પુરો નથી થયો. 19 અમે પરમેશ્વરને અને એક-બીજાને પ્રેમ કરી છયી, કારણ કે પેલા પરમેશ્વરે આપણને પ્રેમ કરયો. 20 જો કોય કેય કે, “હું પરમેશ્વરથી પ્રેમ કરું છું,” પણ ઈ પોતાના વિશ્વાસી ભાઈથી વેર રાખે તો ઈ ખોટો છે કેમ કે, જે પોતાના વિશ્વાસી ભાઈથી નફરત કરે છે, જેણે એને જોયો છે, ઈ પરમેશ્વરથી પ્રેમ કરી જ નથી હકતો, જેને એને જોયો નથી. 21 પરમેશ્વરથી આપણને ઈ આજ્ઞા મળી છે કે, જે કોય પરમેશ્વરથી પ્રેમ રાખે છે, એને પોતાના વિશ્વાસી ભાઈથી પણ પ્રેમ રાખવો જોયી. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation