Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 યોહાન 3 - કોલી નવો કરાર


પ્રેમ દ્વારા પરમેશ્વરનાં સંતાન

1 જોવો, પરમેશ્વર બાપે આપડી ઉપર બોવ પ્રેમ કરયો છે કે, આપડે એના સંતાન કેવાય, અને ખરેખર આપડે પરમેશ્વરનાં સંતાન પણ છયી. પણ જગતના લોકો ઈ નથી જાણતા કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી કેમ કે, તેવો પરમેશ્વર બાપને નથી ઓળખતા.

2 હે વાલા મિત્રો, હવે આપડે પરમેશ્વરનાં સંતાનો છયી, અને ભવિષ્યમાં આપડે કેવા થાહુ ઈ હજી પરગટ થયુ નથી, પણ આપડે જાણી છયી છે કે જઈ ઈસુ મસીહ ફરીથી આયશે તઈ આપડે પણ મસીહની જેવા થાહુ કેમ કે, આપડે એને એમ જ જોહુ, જેવા ઈ છે.

3 અને જે કોય મસીહ ઉપર આ આશા રાખે છે, ઈ પોતે ઈ જ રીતે પવિત્ર કરે છે, જેમ ઈ પવિત્ર છે.


પરમેશ્વરનાં સંતાનો અને શેતાનના સંતાનો

4 જો કોય પાપ કરવાનું સાલું રાખે છે, તો ઈ પરમેશ્વરનાં નિયમનું પાલન કરવાથી નકાર કરે છે, અને નિયમનું પાલન કરવાથી નકાર કરવુ ઈ જ પાપ છે.

5 અને તમે જાણો છો કે, ઈસુ મસીહ ઈ હાટુ આવ્યો કે, આપડા પાપોની સજા લય જાહે, અને એમા કોય પાપ નથી.

6 જે કોય મસીહમા બનેલો રેય છે, ઈ વારંવાર પાપ નથી કરતો, પણ જે કોય વારંવાર પાપ કરે છે, ઈ આ નથી હમજતો કે મસીહ કોણ છે, અને એને ઓળખતો નથી.

7 હે વાલા બાળકો, કોય તમને છેતરી નો જાય, જે ન્યાયપણાનું કામ કરે છે, ઈ જ મસીહની જેમ ન્યાયી છે.

8 જે કોય પાપ કરવાનું ચાલુ રાખે છે, ઈ શેતાન તરફથી છે કેમ કે, શેતાન પેલાથી જ પાપ કરતો આવ્યો છે. પરમેશ્વરનો દીકરો ઈ હાટુ આવ્યો કે, શેતાનના કામોનો નાશ કરે.

9 જો કોય પરમેશ્વરનો સંતાન છે, ઈ વારંવાર પાપ નથી કરતો કેમ કે, પરમેશ્વરનું જીવન તેઓમાં બનેલુ રેય છે, અને ઈ વારંવાર પાપ કરી નથી હકતો કેમ કે, ઈ પરમેશ્વરનો સંતાન છે.

10 એનાથી જ પરમેશ્વરનાં સંતાનો અને શેતાનના સંતાનો ઓળકહી હકાય છે, જે લોકો ન્યાયી કામો કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, અને તેઓ જે પોતાના વાલા વિશ્વાસી ભાઈ અને બહેનની ઉપર પ્રેમ રાખે છે ઈ પરમેશ્વર તરફથી છે.


એક-બીજા ઉપર પ્રેમ કરો

11 જે સંદેશો તમે પેલાથી જ હાંભળો છે, ઈ આજ છે કે, આપડે એક-બીજા ઉપર પ્રેમ રાખી.

12 અને આદમના દીકરા કાઈનની જેવા નો બનો, જે શેતાન તરફથી હતો, અને એને પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યો. અને એના ભાઈને શું કામ મારી નાખ્યો? કેમ કે, એના કામો ખરાબ હતાં, અને એના ભાઈનાં કામો ન્યાયી હતા.

13 હે વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો આ જગતના લોકો તમારી હારે વેર રાખે છે તો તમે નવાય નો પામો.

14 આપડે જાણી છયી કે, આપડે મરણની તાકાતમાંથી આઝાદ થય ગયા છયી અને હવે આપડી પાહે અનંતજીવન છે કેમ કે, આપડે પોતાના ભાઈઓથી પ્રેમ રાખી, જે પ્રેમ નથી રાખતા, ઈ મરણની પથારીમાં રેય છે.

15 જે કોય પોતાના ભાઈથી વેર રાખે છે, ઈ હત્યારો છે, અને તમે જાણો છો કે, કોય હત્યારામાં અનંતકાળનું જીવન રેતું નથી.

16 આપડે એનાથી પ્રેમ વિષે જાણી કે, ઈસુ મસીહે આપડા લીધે પોતાનો પ્રાણ આપી દીધો, એટલે આપડે પણ આપડા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હાટુ પ્રાણ દેવો જોયી.

17 પણ જે કોય પાહે જગતની પુંજી હોય અને ઈ પોતાના વાલા વિશ્વાસી ભાઈને જરૂરિયાતમાં જોયને એને મદદ કરે નય, તો એનામા પરમેશ્વરનો પ્રેમ બનેલો રય હકતો નથી.

18 હે મારા વાલા બાળકો, આપડે ખાલી શબ્દો અને વાતોથી નથી, પણ મદદ કરીને હાસાયમાં પ્રેમ કરી.


પરમેશ્વરની પ્રત્યે હિંમત

19 જઈ આપડે બીજાઓ હારે પ્રેમ રાખી છયી તો આપડે જાણશું કે, આપડે હાસ માના છયી, જઈ કોયદી આપડુ મન આપણને દોષિત ઠરાવે છે તઈ આપડે પોતાના મનને તેઓની હાજરીમાં આરામ આપી હકશું.

20 કેમ કે, પરમેશ્વર આપડા મનથી મોટો છે, અને ઈ બધુય જાણે છે.

21 હે વાલા મિત્રો, જો આપડુ મન આપણને દોષિતનો ઠરાવે, તો આપણને પરમેશ્વરની પ્રત્યે આપણને હિંમત થાય છે.

22 જે કાય પરમેશ્વર પાહેથી માંગી છયી, ઈ આપણને એની પાહેથી મળે છે કેમ કે, આપડે એની આજ્ઞાઓને માની છયી, અને અમે ઈ જ કરી છયી જે એને ગમે છે.

23 અને એની આજ્ઞા આ છે કે, આપણને એના દીકરા ઈસુ મસીહના નામ ઉપર વિશ્વાસ કરી અને જેમ એણે આપણને આજ્ઞા દીધી છે ઈ જ રીતે એક-બીજા ઉપર પ્રેમ રાખી.

24 અને જે પરમેશ્વરની આજ્ઞાઓને પાળે છે, ઈ પરમેશ્વરની હારે અને પરમેશ્વર એની હારે સંગતીમાં રેય છે, અને એનાથી જ કા ઈ પવિત્ર આત્મા જે આપણને આપ્યો છે, ઈ હાટુ જાણી છયી કે, ઈ આપડી હારે સંગતીમાં રેય છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan